જુનાગઢ
તળાજા માર્કેટ યાર્ડમાં વજન બાબતે હોળી થતાં બેમુદતી બંધ

સરકાર ના સહકાર વિભાગના 2015 ના ખેડૂતો ની કોઈપણ જણસ હોય તે જયારે વેપારી ને માલ આપે તે સમયે એક ગ્રામ પણ વજન ન કપાવવો જોઈએ તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.આ પરિપત્ર ની અમલવારી રાજ્યના અમુક યાર્ડમાં થઈ હતી. અમુક યાર્ડ મા થઇ ન હતી.અમલવારી ત્યાંજ શક્ય બની હતી જ્યાં ખેડૂત ની જણસ લુઝ એટલેકે ઢગલો કરી તેને વજનકાંટે ચડાવી ને જોખવામાં આવતી.
આ પરિપત્રનો કડક અમલ કરવાની તળાજા યાર્ડને સૂચના મળી હતી.જેને લઇ તળાજા યાર્ડ એ કપાસ,મગફળી, અનાજ અને કઠોળ ના વેપારીઓ સાથે ત્વરિત બેઠક કરી હતી.જેમાં સહકાર વિભાગના આદેશ ની જાણ કરવામાં આવી હતી.જેને લઈ વેપારીઓ એ સખત વિરોધ નોંધાવ્યો હતો.આથી ના છૂટકે દિવાળી અને રવીપાક સમયેજ જ્યારે ખેડૂતોને રૂૂપિયા ની ખૂબ જરૂૂર હોય ત્યારે જ સહકાર વિભાગ એ કડક અમલવારી નો આદેશ કરતા વેપારીઓએ નોધાવેલ વિરોધ અને ખરીદી બંધ ની જાહેરાત ના પગલેજ્યાં સુધી મડાગાંઠ ન ઉકેલાય ત્યાં સુધી યાર્ડ બંધ ની ના છૂટકે તળાજા યાર્ડના સંચાલકો ને જહેરાત કરવી પડી છે.
યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે કડક અમલવારી કરાવવાનો નિણર્ય દિવાળી નો સમય હોય ભૂલ ભરેલો છે.
એટલુંજ નહિ યાર્ડ પર મોટી અસર થશે કારણ કે વેપારીઓ ગામડે જઈ ને માલ ખરીદી કરે ત્યાં વજન કાપે તો વાંધો નથી!જો યાર્ડમાંજ અમલવારી કરવા ની વાત હોય તો વેપારી યાર્ડમાજ ન આવે.બીજી તરફ અહીં એકપણ ખેડૂતે આજ સુધી વ્યક્તિગત ધોરણે આવી પરિપત્ર ની અમલવારી કરાવવાની માગ કરી નથી.હાલ સિઝન હોય તે સમયેજ પરિપત્ર ની અમલવારી ની વાત એ દિવાળી સમયે હોળી જેવી સ્થિતિ થઈ છે. યાર્ડ ના ડિરેક્ટર હરજીભાઈ ધાંધલિયા એ પરિપત્ર નો સંપૂર્ણ પણે વિરોધ નોધાવેલ છે.અમલવારી બાબતે સહકાર વિભાગમાં રજુઆત થવી જોઈએ ની માગ કરી છે.
જુનાગઢ
કેશોદ પાલિકાનાં બહુમાળી બિલ્ડિંગમાં રિનોવેશનનાં બહાને થતાં દબાણ વિરુદ્ધ ફરિયાદ

કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં પાંચેક સ્થળોએ બહુમાળી બિલ્ડીંગ આવેલ છે જેમાં વાણિજ્ય હેતુ માટે દુકાનો ઓફિસો આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકત ભાડા કરારથી આપેલ છે ત્યારે તાજેતરમાં જુનાગઢ બહુમાળી બિલ્ડીંગ ઢસી પડતાં થયેલી જાનમાલની નુકસાની થતાં કેશોદ નગરપાલિકા સફાળી જાગી હતી અને શહેરમાં પચાસેક મિલ્કત ધારકોને નોટિસ આપી જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગનો ઈમલો ઉતારવા જાણ કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા હસ્તકની શરદચોક વિસ્તારમાં આવેલી બે બિલ્ડિંગોનાં ભાડુઆત કબજેદાર દ્વારા સ્વખર્ચે જુનું બાંધકામ દુર કરી નવું બાંધકામ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં આદેશ કર્યા વગર મૌખિક હયાત બાંધકામ મુજબ કરવા સહમતિ આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં ન આવતાં દલા તરવાડીની વાર્તા જેવી સ્થિતિ થતાં ભાડુઆત કબજેદાર દ્વારા લાગું પડતી ખુલ્લી જગ્યા ભેળવી મનફાવે તેમ દબાણ કરી લેતાં કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી આમ છતાં જવાબદાર સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલી જે આપવામાં આવી નથી જે બાબતે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી છે. ારાધોરણ મુજબ કાર્યવાહી કર્યા વગર ભેળવી લીધી છે અને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદ નગરપાલિકાને ઈરાદાપૂર્વક આર્થિક નુકસાન થયું હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં ભરવા ઉપલી કચેરીને ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગોમાં નગર પંચાયતના સમયમાં પોસ્ટ ઓફિસ, આર્યુવેદિક દવાખાનું ઉપરાંત શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ને જ્ઞાતિ મંડળોને પણ જગ્યાઓ ફાળવવામાં આવેલ હતી જે વર્તમાન સમયમાં ખાલી જગ્યાઓ પર બેઠાથાળે કબજો કરવા લાગતાં વળગતા ની નજરમાં છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
જુનાગઢ
હવે પરષોત્તમ સોલંકીનો નકલી પી.એ. ઝડપાયો

જૂનાગઢમાં રાતે સાબલપુર ચોકડી પાસેથી એક શખ્સ એમ.એલ.એ. ગુજરાત લખેલી કાર લઈને પોતાને પૂર્વ પશુપાલન મંત્રીનો અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી નીકળ્યો હતો, જેને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી ધારાસભ્યને ઝડપી લઈને ગુન્હો દાખલ કર્યો છે.
જૂનાગઢ તાલુકા પીએસઆઈ એસ.એ.ગઢવી સહિતનો સ્ટાફ રાતે 10 વાગ્યાના અરસામાં સાબલપુર ચોકડી ઉપર વાહન ચકીંગમાં હતા, તે સમયે વડાલ રાજકોટ તરફથી આવી રહેલ આઈ ટેન કાર નંબર જીજે.11. એસ.6631 ને અટકાવી હતી, જે કારના ડેસ્ક ઉપર લાલ અક્ષરમાં બોર્ડ માર્યું હતું, જેમાં એમ.એલ.એ.ગુજરાત અને કમળનું નિશાન દોયું હતું, જેથી પોલીસે કારના ચાલક રાજેશ જયંતિ જાદવ મૂડ મેંદરડાના સીમાસી ગામનો અને જૂનાગઢના વાડલા ફાટક પાસે રહે છે. પોલીસે રાજેશને પૂછ્યું કે તેઓ ધારાસભ્ય છે. ત્યારે રાજેશે જણાવ્યું કે, તે ધારાસભ્ય નથી, પરંતુ પૂર્વ પશુપાલન મંત્રી પરશોતમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને રોફ જમાવ્યો હતો.
જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાંથી એમ.એલ.એ.ગુજરાત લખેલું બોર્ડ અને પશુપાલન મંત્રી ગુજરાત રાજ્ય પરશોતમ સોલંકીના અંગત મદદનીશ તેવું લખાણ વાળા વિઝીટીંગ કાર્ડ મળી આવ્યા હતા. જેથી પોલીસે રાજેશ સામે પોતે ધારાસભ્ય ન હોવા છતાં ધારાસભ્યનું બેનર મારીને ફરતો હોયે તેની સામે આઈપીસી કલમ 170 અન્વયે કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો અને કાર અને મોબાઇલ કબજે કરીને કાર્યવાહી કરી હતી.
જુનાગઢ
ભારે કરી ! માણાવદરમાં પાલિકા તંત્રએ પીવાના પાણીની ટેન્ક સ્મશાન ઘાટમાં બનાવી!

માણાવદર પાલિકા કાયમી વિવાદાસ્પદ કાર્યો માટે હવે જાણીતી થઈ ગઈ હોય તેવું જનતાને લાગે છે.
શહેરમાં તાજા બનેલા સીસીરોડ નબળા બનાવો કાં તો કે ડામરના થીગડા મારી શકાય, ભંગાર સસ્તો વેચી નાખો, એવા તો અનેક કાર્યોથી જનતામાં ચર્ચા છે તેવા જ જનતાને નુક્શાન કારક નિર્ણય પાલિકા દ્વારા લેવાયો હોવાની ચર્ચા જનતામાં છે પીવાના પાણીની સુવિદા માટે ઓવર હેડ ટેન્ક સ્મશાન ગૃહમાં બનાવવાની કામગીરીથી ચકચાર મચી જવાપ ામી છે.
કારણ કે, અહીં અગ્નિદાહના ખાટલા? નજીક જ ઓવરહેડ ટેન્ક બનાવવાનું ચાલું છે હવે આ ટેન્ક તથા નીચે સમ્પ બનશે જે અગ્નિ દાહ અપાય છે. તેનાથી નજીક છે. અગ્નિદાહના ગંદી રાખ તથાતેના જીવાણું હોય તો ભયાનક ખતરો 35 હજારની જનતા માથે અને માનવજીંદગી સાથે સીધા ચેડા થશે છતાં પણ કોણ જાણે માણાવદર પાલિકાના વહિવટદારોની શું અંગત લાભ હશે તે સ્મશાન ગૃહ કે જ્યાં મડદાના અગ્નિદાહ અપાય છે. તેવા સ્થળ તપાસે ટાંકો બનાવે છે. શહેરમાં બસસ્ટેન્ડ સામે મોટી જગ્યા છે જ જ્યાં જુના ટાંકા હતાં પડતરપણ છે. સ્વચ્છ વાતાવરણ છે ત્યાં કેમ નથી બનાવતા તે પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે આ સ્મશાન ગૃહના ટાંકો બનાવે તે નિર્ણયથી રોષ ભભુકી ઉઠ્યો છે. 35 હજારની માનવજીંદગી સાથે તાકિદે મુખ્યમંત્રી ચેડા બંધક રાવે તેવી લોકમાંગ છે. સાથે ટાંકાની ગુણવતા તપાસે તો કંઈકના તપેલા ચઢી જશે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર