Connect with us

Uncategorized

સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી-અમદાવાદમાં અખિલ ભારતીય વૈદિક સંમેલનનો પ્રારંભ

Published

on

SGVP સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. 20 થી 22 ઓક્ટોબર, 2023 દરમિયાન અખિલ ભારતીય વૈદિક સમ્મેલનનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન મહર્ષિ સાન્દિપની રાષ્ટ્રિય વેદવિદ્યા પ્રતિષ્ઠાનમ્, ઉજ્જૈન અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), દ્વારા થઈ રહ્યું છે. આ સમ્મેલનમાં સમગ્ર ભારતમાંથી 140 જેટલા વૈદિક પંડિતો સહિત સંસ્કૃત જગતના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે. ત્રિદિવયસીય આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં ચતુર્વેદ પારાયણ, વિચારગોષ્ઠિ સત્રો, સ્વાહાકાર યજ્ઞ, વેદ સંદેશ યાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલું છે. સંમેલનનો પ્રારંભ ભગવાન વેદવ્યાસ તથા ચાર વેદના પૂજનથી થયો હતો. ચતુર્વેદ પૂજન બાદ ભગવાન વેદની શોભાયાત્રા યોજાઈ. જેમાં સ્વામીજી, સંતો તથા ઉપસ્થિત વિદ્વાનો જોડાયા હતા. ત્યારબાદ ચાર વેદની અગિયાર શાખાઓની પારાયણનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં વિવિધ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રનો પ્રારંભ તા. 20ના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ ઉપસ્થિત કરાવ્યો હતો. સંતો-મહાનુભાવોદ્વારા દીપપ્રાગટ્ય કરી સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન કરતા બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે દેશભરમાંથી વેદના જ્ઞાતા પંડિતોના પધારવાથી ગુરુકુલનું પ્રાંગણ પાવન થયું છે. આટલી મોટી સંખ્યામાં વૈદિક પંડિતોનું સ્વાગત કરીને SGVP ગુરુકુલ પરિવાર ધન્યતા અનુભવે છે.
SGVP સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સર્વ વૈદિક પંડિતોને હૃદયથી આવકાર્યા હતા. પોતાના હૃદયની વાત કરતા જણાવ્યું હતું કે, વેદની રક્ષા એ રાષ્ટ્રની રક્ષા છે. બ્રાહ્મણોએ ખૂબ મોટા બલિદાનો આપીને આજ સુધી વેદની રક્ષા કરી છે. માટે ખરી રીતે વેદપંડિતો પૂજનીય છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં આટલા પંડિતોની હાજરી માટે ગૌરવની વાત છે. રાજ્યપાલએ, સૃષ્ટિના પ્રારંભે સનાતન સંસ્કૃતિ અને વેદવાણીના ઉદ્ભવની વાત કરી હતી. જ્યારે કશું નહોતું ત્યારે સ્વયં ભગવાને પોતાની વાણી વેદને ઋષિઓના હૃદયમાં સ્થાપિત કરી હતી. વેદ અનાદિ છે, અનંત છે. એ અપૌરુષેય છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ પ્રોફેસર પ્રફુલકુમાર મિશ્રા, સચિવ વીરુપાક્ષ જડ્ડીપાલજી, C-DAC બેંગ્લોરના નિવૃત્ત સંશોધન અધિકારી ડોક્ટર રામાનુજ સ્વામી, તિરુપતિથી ડોક્ટર કે. ઇ. દેવનાથન, સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના કુલપતિ પ્રોફેસર આર.એસ. દુબેજી, UGCના ડાયરેક્ટર રામનાથ ઝા વગેરે વિશિષ્ટ અતિથિઓ પણ હાજરી આપી રહ્યા છે.

india

શનિવારે મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન, 165 ખેલાડીઓ, 30 પસંદ થશે

Published

on

વૂમન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શનની યાદી બહાર પાડવામાં આવી છે. આમાં 165 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 165 ખેલાડીઓ પર આગામી સપ્તાહે 9મી ડિસેમ્બરે મુંબઈમાં બિડિંગ યોજાશે. ઓક્શનની યાદીમાં સામેલ 165 ખેલાડીઓમાંથી 104 ખેલાડીઓ ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 15 એવા ખેલાડીઓ છે જે સહયોગી દેશોના છે. હરાજીની યાદીમાં સામેલ આ ખેલાડીઓમાંથી 56 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, જ્યારે 109 ખેલાડીઓ પાસે કોઈ આંતરરાષ્ટ્રીય અનુભવ નથી. ઓક્શનમાં સામેલ ખેલાડીઓની મૂળ કિંમત 10 લાખથી 50 લાખ રૂૂપિયા સુધીની છે. 50 લાખની બેઝ પ્રાઈઝમાં માત્ર બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, 40 લાખ રૂૂપિયાની મૂળ કિંમતમાં ચાર ખેલાડીઓ છે. આ પછી 30, 20 અને 10 લાખની બેઝ પ્રાઈઝમાં ખેલાડીઓની ભરમાર છે.
વૂમન પ્રીમિયર લીગમાં પાંચ ટીમો છે. દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ રાખી શકાય છે. વિદેશી ખેલાડીઓની મહત્તમ મર્યાદા 6 છે. પાંચેય ટીમોમાં કેટલાક ખેલાડીઓને પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યા છે. જાળવી રાખવામાં આવેલી યાદીમાં કુલ 60 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ ફ્રેન્ચાઈઝી પાસે આવતા સપ્તાહે યોજાનારી હરાજી માટે માત્ર 30 સ્લોટ ખાલી છે. એટલે કે 165માંથી માત્ર 30 ખેલાડીઓ જ નસીબદાર હશે. આ 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ 17.65 કરોડ રૂૂપિયા ઉપલબ્ધ થશે.
તમને જણાવી દઈએ કે દરેક ફ્રેન્ચાઈઝીના પર્સની હરાજી કરવાની મહત્તમ મર્યાદા 13.5 કરોડ રૂૂપિયા છે. ફ્રેન્ચાઇઝીએ આમાંથી મોટાભાગની રકમ રિટેન કરાયેલા ખેલાડીઓ પર ખર્ચી છે.
દિલ્હી કેપિટલ્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મરિજન કેપ, મેગ લેનિંગ, મિનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ જ્યારે રિલીઝ થયેલા ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસનો સમાવેશ થાય છે.
ગુજરાત જાયન્ટ્સમાં જાળવી રાખેલા ખેલાડીઓ: એશ્ર્લે ગાર્ડનર, બેથ મૂની, ડેલાન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર. છૂટા કરાયેલા ખેલાડીઓ: અન્નાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હર્લી ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, સબીનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્માનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યસ્તિકા ભાટિયા. રિલીઝ થયેલા ખેલાડીઓ: ધારા ગુર્જર, હીથર ગ્રેહામ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: આશા શોભના, દિશા કેસેટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન છૂટા કરાયેલા ખેલાડીઓ: ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝદ, મેગન શૂટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર છે.
યુપી વોરિયર્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા રિલીઝ થયેલા ખેલાડીઓ: દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ*, શિવલી શિંદે, સિમરન શેખનો સમાવેશ થાય છે.

Continue Reading

Uncategorized

વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

Published

on

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.

Continue Reading

Uncategorized

રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

Published

on

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.

Continue Reading

Trending