Connect with us

ભાવનગર

ભાવનગરના વીરપુર ગામે તુવેર,જુવારમાંથી અર્ધા લાખના ગાંજાના છોડ મળી આવ્યા

Published

on

ભાવનગર જિલ્લાના જેસર નજીક એક શખ્સ પોતાના મકાનની પાછળ આવેલ વાવેતરમાં ગાંજાના છોડ પણ વાવેલ હોવાની બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી.એ. ઘટના સ્થળે રેડ કરી ગાંજાનો મસમોટા જથ્થાના છોડ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાનાજેસરના વિરપુર ગામે રહેતો અને માલઢોર રાખી ગુજરાન ચલાવતો હકા જગુભાઇ વાઘેલા નામનો શખ્સ પોતાના રહેણાંકીય મકાનની પાછળ વાવેતર કરેલ તુવેર તેમજ જુવારના વાવેતરની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યાનું એસ.ઓ.જી.ને બાતમી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા તુવેર તેમજ જુવારના વાવેતરમાંથી 9.340 ગ્રામ કિ.રૂા. 46,700નો મુદ્દામાલ કબ્જે કરી હકા જગુભાઇ વાઘેલા (રહે. વિરપુર)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ભાવનગરમાં પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રડી પડ્યા!

Published

on

By

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર દરમિયાન ભગવંત માનની આંખોમાં આંસુ આવી ગયા હતા. માન ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભગવંત માને જેલના તાળા તૂટશે, કેજરીવાલ મુક્ત થશેના નારા પણ લગાવ્યા હતા.

ભાષણ આપતાં ભગવંત માને કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના સાચા સૈનિક છે. આજે ઉમેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં આજથી ક્રાંતિ શરૂૂ થશે. આજે બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ છે. તમે કેજરીવાલને અંદર કરી દેશો, પણ તેમની વિચારસરણી કેવી રીતે રોકશો?

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, પહેલા ઘરો અને દુકાનોની સફાઈ થતી હતી, હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખા ભારતને ઝાડુથી સાફ કરવામાં આવશે. શબ્દસમૂહોની ફેક્ટરી ચાલી રહી છે.

આ લોકો જે જઈ રહ્યા છે તેમના ખાતામાં 15 લાખ રૂૂપિયા આવી ગયા હશે, પરંતુ તે આપણા પંજાબમાં આવ્યા નથી. મશીનમાં બટન વિજેતા નંબર પર હોવું જોઈએ, પ્રથમ આવવું એ નંબર વન છે.

તેમને કહ્યું કે કૃપા કરીને મારા અહીં આવવાનું સન્માન કરો. 4 જૂને પરિણામ આવે ત્યારે તેમને થવું જોઈએ કે ભાવનગરનો ટ્રેન્ડ આવી ગયો છે અને ઝાડુ આગળ વધી રહ્યું છે. આપણે ભારતને બચાવવાનું છે. દેશને બચાવવાનો છે. ગઈકાલે હું અરવિંદ કેજરીવાલને મળ્યો અને તેમણે મને ગુજરાતની જનતાનો આભાર માનવા કહ્યું કે તમે 14% વોટ આપ્યા અને પછી આપ રાષ્ટ્રીય પાર્ટી બની. ગઈ કાલે જ્યારે હું અરવિંદ કેજરીવાલને મળ્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. તે માણસે શું ખોટું કર્યું કે તેમને હોસ્પિટલો અને શાળાઓ સુધારી? તેઓ અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહ્યા છે. ગુજરાતની જનતાને કહો કે આપણે બધાએ કેજરીવાલ બનવું પડશે.

Continue Reading

ગુજરાત

ભાવનગરના પાલિતાણા પંથકમાં દીપડાએ મહિલાને ફાડી ખાધી

Published

on

By

 

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે ગામમાં અરેરાટી સાથે ભયની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં રાની પશુઓના આટા ફેરા વધી ગયા છે. સમયાંતરેની પશુઓ દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે પાલીતાણા નજીક આવેલ આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાંતુબેન ગોબરભાઇ મકવાણા (ઉં.વ. 55 ) વહેલી સવારે 5:00 વાગ્યા આસપાસ ઘરની બહાર કોઈ કામ માટે ગયા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કરતા કાંતુબહેનને ગંભીર ઈજા પહોંચી હતી.દીપડાએ કરેલા હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી ગયું હતું.આ ઘટનાના પગલે આદપુર અને આસપાસના ગામોમાં પણ અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.

Continue Reading

ગુજરાત

પંજાબના CM ભગવંત માનનો ભાવનગરમાં રોડ-શો યોજાયો

Published

on

By

અમદાવાદ: લોકસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોચ્યાં છે.આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર ખાતે રોડ શો સાથે ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરવા તે સમયે પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. 17 તારીખે રોડ શો યોજીને આપના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર કરશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમીને ગુજરાતમાં બે બેઠકો મળી છે. ભાવનગર અને ભરૂૂચ બેઠક આમ આદમી પાર્ટીએ લોકસભાની બેઠકમાં ઉમેદવાર ઉતાર્યા છે.

ગુજરાત આવેલા ભગવંત માને કહ્યું, બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યો છું. દેશમાં જ્યાં અમારા ઉમેદવાર છે,ત્યાં પ્રચાર માટે જઈશું. ગુજરાતમાં પ્રેમ મળ્યો એટલે અમારો પક્ષ રાષ્ટ્રીય પક્ષ બન્યો.

Continue Reading

Trending