Connect with us

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા

Published

on

સુરેન્દ્રનગરમાં રેલવેના પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા અચાનક આવી ચડેલી ટ્રેને હડફેટે ચડી ગયા હતા. વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં રેલવે સ્ટેશન પાછળ રહેતા દેવશીભાઈ ભીખાભાઇ દુમાડીયા નામના 60 વર્ષના વૃદ્ધ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠા હતા. ત્યારે અચાનક વૃદ્ધને નીંદર ચડી ગઈ હતી. તે દરમિયાન આવી ચડેલી ટ્રેન હડફેટે નિંદ્રાધીન વૃદ્ધ ચડી ગયા હતા. વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં રેલ્વે સ્ટેશન ઉપર વનિલ ખાટુભાઈ ડામોર નામનો 30 વર્ષનો યુવાન ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત વનીલ ખંભાળિયાના ફતેપુરા ગામ નજીક ખેતી કામ કરે છે અને પરિવાર સાથે વતનમાં જતો હતો ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે .ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.

ગુજરાત

સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર સિવિલ એન્જિનિયર કે 12 ચોપડી પાસ ?

Published

on

By

  • કોંગ્રેસે બાયોડેટા અને એફિડેવિટમાં અલગ અલગ શિક્ષણ બાબતે મતદારોને લલચાવવાનો આરોપ લગાવ્યો

તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન ક્ધફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાંક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવો જ એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડિગ્રી અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવાયાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી બી.ઈ.સિવિલ એન્જિનિયર દર્શાવી હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ મામલો સામે આવતાં જ કોંગ્રેસે આરોપબાજી શરૂૂ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યો હતો. જોકે વિવાદ વધતાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ વતી ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતાં કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Continue Reading

ગુજરાત

ધ્રાંગધ્રા પંથકમાં ડેન્ગ્યુના કેસમાં વધારો: બાળકોને ઝાડા-ઊલટીનું ઇન્ફેક્શન

Published

on

By

ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા બે દિવસથી બીમાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સામાન્ય દિવસો કરતા છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુ, તાવ અને ઝાડા ઊલ્ટી જેવા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નાના બાળકોના ખાનગી હોસ્પિટલોમાં મોટાભાગના બાળકોને ઝાડા અને ઊલ્ટી જેવા વાઇરલ ઇન્ફેક્શન હોવાનું જસમે આવ્યું હતું.

જ્યારે આ મામલે ધ્રાંગધ્રા શહેરમાં બાળકોનું ખાનગી હોસ્પિટલ ધરાવતા બાળકોના તજજ્ઞ તબીબ ડો. નિલેશભાઈ સંઘવી દ્વારા જણાવાયું હતું કે શિયાળાની સીઝન હાલમાં જ પૂર્ણ થઈ ચૂકી છે અને ગરમીની સીઝન શરૂૂ થઈ છે પરંતુ એક સાથે ગરમીનો પારો ઉપર જતાં જ નાના બાળકોનું શરીર આ પ્રકારની પરિસ્થિતિ સહન કરવા સમકક્ષ હોતું નથી અને રોગ પ્રતિકારક શકિત પણ ઓછી હોય છે જેના લીધે આ પ્રહરની ઋતુ બદલવાના લીધે નાના બાળકોને કોઈને કોઈ બીમારી સપડી લે છે. આ તરફ બાળકોની સાથે અન્ય લોકોના પણ ડેન્ગ્યુ જેવા કેસ સામે આવ્યા છે જેમાં માત્ર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેતા લગભગ 20થી વધુ કેસ હોવાનું જણાવ્યું છે ત્યારે આ તમામ બીમારી પાછળ હાલમાં જ થયેલ માવઠું જવાબદાર હોવાનું સ્થાનિક તબીબો દ્વારા જણાવાયું હતું.

Continue Reading

ગુજરાત

સોમા ગાંડા ફરી ભાજપમાં, પાટીલના હાથે ખેસ કર્યો ધારણ

Published

on

By

  • ભાજપ-કોંગ્રેસ-ભાજપની લાંબી રમત

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડાભાઇ પટેલે ફરી એક વખત પક્ષપલ્ટો કર્યો છે અને વધુ એક વખત ભાજપમાં જોડાઇ ગયા છે.આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પરટીલના હસ્તે સોમાભાઇ પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

આ અગાઉ સોમાભાઇ પટેલ ભાજપ-કોંગ્રેસ-ભાજપની સંતાકુકડી રમી ચૂકયા છે અને છેલ્લે લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે તેમણે કોંગ્રેસની ટિકિટની પણ માંગણી કરી હતી પરંતુ સોમા ગાંડાને કોંગ્રેસે બે વર્ષ અગાઉ જ પક્ષમાંથી હાંકી કરાયા હોય, ટિકિટ નહીં આપતા સોમાભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું નાટક કર્યુ હતુ.જોકે આ નાટકનો ભાંડો ફૂટી ગયો હતો.અંતે આજે પૂર્વ જાહેરાત વગર જ સોમાભાઇ પટેલે ફરી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

Continue Reading

Trending