Site icon Gujarat Mirror

ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી

ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી સોનાના દાગીના મેળવી ગીરવે મૂકી લોન લઇ રૂૂ.4.70 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ધોરાજીના મોટી પરબડી, ખરાવાડ પ્લોટમાં રહેતા યાગ્નિકભાઇ ઉર્ફે ભયલો મનહરભાઈ રાતડીયાએ કરેલી ફરિયાદમાં મયુરભાઇ ધરજીયા તથા તેના મિત્ર જેનીશભાઇ પ્રતાપભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ અગિયારેક મહીના પહેલા ગામના જ અને અમોના પાડોશી મયુરભાઈ રાયસંગ ભાઈ ધરજીયા ની માલિકીની ઇકો મોટર કાર ચલાવતા હોય અને પત્ની કાજલબેન આ મયુરભાઈને ભાઈ માન્યો હોય આ મયુરભાઇ ધરજીયા તથા તેમનો મિત્ર ધારીના જેનીશભાઇ પ્રતાપભાઈ પરમાર અવાર-નવાર મારી ઘરે આવતા હોય જેથી આ જેનીસભાઇએ આ મયુરભાઈ દ્વારા અમારી સાથે વાત કરે લ કે મારે દુબઈ જવુ છે અને બે માસ પછી પાછુ આવવાનું છે તો મારે રૂૂ.2.50 લાખ ની જરૂૂર છે.

તો તમો મને આપો, જેથી આ મયુરભાઇ સાથે અમારે સંબંધ હોય અને અમારી ઇકો મોટરકાર ચલાવતો હોય, જેથી અમોને મયુરભાઈ એ કહેલ કે આ જેનીલભાઇ મારો મિત્ર છે તમે એને રૂૂપીયા આપો, જેથી આ મયુરભાઇના વિશ્વાસ અને ભરોસે મયુરભા ઈની હાજરીમાં માંગણી કરેલ હોય અને અમો અમારા ઘરે હુ તથા મારા પત્ની કાજલબેન હાજર હોય અને ત્યારે અમોએ આ મયુરભાઈને જેનીશભાઈને ફેબ્રુઆરી 2025 મા રૂૂપીયા 2,50,000/- આપવા માટે આપેલ હતા.બાદ ઉપરોક્ત બનાવ બન્યા બાદ સાત થી આઠ દિવસ બાદ બપોરના એક થી બે વચ્ચેના ગાળામાં મયુરભાઇ તથા જેનીશભાઈ પ્રતાપભાઈ પરમાર રહે.ધારી વાળા મારા ઘરે આવેલા અને ત્યારે હું તથા મારા પત્ની કાજલ બેન ઘરે હાજર હતા ત્યારે મયુરે કહેલ કે મારે ધંધો કરવા માટે પૈસાની જરૂૂર છે. તો તમે મને કાજલબેનના સોનાના દા ગીના આપો તો હું સોનાના દાગીના ઉપર લોન લઈને ધંધો ચાલુ કરી શકુ અને તમારા સોનાના ઘરેણા હું તમોને બે-માસ માં છોડાવી દઈશ.

તેવી વાત કરેલ અને મયુરભાઇ અમારી ઇકો ગાડી ચલાવતા હતા તથા મયુરભાઈ અમારા પત્ની કાજલ બેનને બહેન માનેલ હતી એટલે અમોને તથા અમારા પત્ની કાજલબેન ને મયુરભાઈ ઉપર વિશ્વાસ અને ભરોસો અમોને આવેલ. જેથી અમો તથા અમારા પત્ની કાજલબેનનો સોનાનો પાટીપારો (ભરવાડ-રબારી નો સોનાનો હાર) તથા હાથ માં પહેરવાનો સોનાનો પોચો જે બન્ને મળી 69.850 ગ્રામ (અંદાજે સાત તોલાનો) હતો જેની કિ.રૂૂ.2,20,027 ના સોનાના ઘરેણા મયુરભાઈ ધરજીયાને આપેલ અને ત્યારબાદ બે માસ બાદ મયુરભાઈ અમારા ગામમાથી બીજે રહેવા જતા રહેલ અને અમોને મયુરભાઇના પત્નીએ આપેલ મયુરભાઈના મોબાઈલ ઉપર કોલ કરી સોનાના દાગીના તથા રોકડ રૂૂ.2,50,000 પરત આપવા બાબતે વાત કરતા મયુરભાઈ એ અમોને જણાવેલ કે મે તમારા સોનાના ઘરેણા મુથુટ ફાયનાન્સ ધોરાજી ખાતે ગિરવે મુકેલ છે.

જે હુ તમને ધીમે કરીને છોડાવી આપીશ તથા કોઇ પોલીસ ફરીયાદ ન કરતા આવી વાત અમોને મયુરભાઇએ કરેલ હતી બાદ આ બંને ઇસમોએ અમોને તથા અમારી પત્નીને વિશ્વાસમા લઇ પહેલેથી જ અમારી સાથે છેતરપિંડી કરવાનો ઇરાદો હોય જેથી મારી પાસેથી રોકડા રૂૂ.2,50,000 તથા સોનાના દાગીના 69.850 ગ્રામ(આશરે સાત તોલા) જેની કિ.રૂૂ.2, 20,027 મળી કુલ રૂૂ.4.70 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version