Connect with us

જુનાગઢ

જૂનાગઢમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

Published

on

જૂનાગઢમાં આવેલા જોષીપુરા વિસ્તારમાં રહેતા અને બસ ડ્રાઇવિંગ કરતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં આવેલા જોષીપુરા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ અબ્બાસભાઈ નામનો 42 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફભાઈને સંતાનમાં એક પુત્ર છે અને અલ્તાફભાઈ બસ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વાંકાનેરના લિંબાળા (ધાર) ગામે રહેતી શારદાબેન જાદવભાઈ સીતાપરા નામની 40 વર્ષની પરિણીતા સાંજના સમયે પોતાના ગામમાં હતી ત્યારે સીધાભાઈ નામના શખ્સે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

જુનાગઢ

જૂનાગઢના અગતરાયની પરિણીતાને ‘તું રેઢિયાળ છો’ તેમ કહી સાસરિયાઓએ કાઢી મૂકી

Published

on

જૂનાગઢના આગત રાય ગામે સાસરે રહેતી અને હાલ જુનાગઢ પિયરે રિસામણે આવેલ પરણીતા એ પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા શહેરના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ફરિયાદી ચંદ્રીકાબેન ઉર્ફે સુમીતાબેન મનીષ દાફડા ઉ.વ.34 જેઓ રહે, હીરાભાઇ નાથાભાઇ સોલંકી ગામ.અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી. જુનાગઢ હાલ બીલખા ગેઇટ રાજીવનગર સાંઇપાનની ગલીમા જૂનાગઢ વાળાએ પતિ મનીષ પ્રવીણભાઇ દાફડા, સાસુ લાભુબેન પ્રવીણભાઇ દાફડા અને કાકીજી સાસુ મુકતાબેન મોહનભાઇ દાફડા રહે.તમામ અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી.જુનાગઢ વાળાઓ સામે પોતાની ફરિયાદ આપતા પોલીસને જણાવ્યું હતું કે આ ઉપરોકત આરોપીઓએ વારંવાર દારુ પી ને મારકુટ કરતા અને ભુંડી ગાળો બોલતા. અને ફરી.બેનના સાસુ કહેતા કે તુ જોતી નથી તુ જ્યાં ત્યાં રેઢીયાળ ની જેમ રખડે છે તથા રસોઇ બનાવતી નથી તેવા મેણાટોણા બોલતા તથા ફરી.બેનના કાકીજી સાસુ અવાર નવાર અન્ય આરોપીને ચડામણી કરતા અને ગાલ ઉપર જાપટ મારી ફરી.બેનને શારીરિક માનસીક દુખત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

જુનાગઢ

જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની તૈયારીઓ શરૂ

Published

on

જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ વધતા જતા હૃદય રોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી. સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને ઈઙછની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી.
ખાસ કરીને સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે 8 કમિટીઓની પણ રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે અને અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

જુનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકાની મીઠી નજરથી માંગનાથ રોડ પર ચાલતું વધુ એક ગેરકાયદેસર બાંધકામ

Published

on

ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢના કહેવાતા મહાનગરપાલિકાના ઓછું ભણેલા પણ જાજી હોશિયારી વાળા લાયકાત વગરના અધિકારીઓ અને તેનાથી પણ વિશેષ પદાધિકારીઓ ની દયાથી સ્થાનિક લોકો મોટી જાનહાની તેમજ ખાના ખરાબી માંથી સહેજમાંથી ઉગરીયા હતા છતાં ઘણા લોકોએ લાખો રૂૂપિયામાં નુકસાનીઓ વેઠી હતી આની પાછળનું ફક્ત કારણ એ જ હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના લાયકાત વગરના અધિકારીઓ દ્વારા બિલ્ડરોને બાંધકામ માટે આપવામાં આવતા પીળા પરવાના અનેક વોકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામો જવાબદાર હતા આવી જ રીતે મોટી ખાના ખરાબી અને જાનહાનિ ને નોતરે તેવા શહેરના ગીચ ગણાતા વિસ્તાર માંગનાથ રોડ ઉપર પણ અને ગેરકાયદેસર બાંધકામો થઈ ચૂક્યા છે અને હાલ પણ થઈ રહ્યા છે આવા જ એક ગેરકાયદેસર બાંધકામ બાબતે એક નાગરિક દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી પગલાં લેવા જણાવાયું છે સાથે સાથે આ સંદર્ભે જો પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલનની પણ ચીમકી વિચારવામાં આવી છે
અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢના જાગૃત નાગરિક ભરત મારવાડી એ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરના માંગનાથ રોડ, પટેલ રસવાળી શેરી, ચિન્મય એપાર્ટમેન્ટની બાજુમાં ગેરકાયદસર ચાલી રહેલ પાંચ (5) મીટરના રોડ ઉપર રેસીડેન્સીયલ /કોમર્શીયલ બાંધકામ મહાનગરપાલીકા ના એસ.ટી.પી.ઓ. બીપીન ગામીત તથા વોર્ડ એન્જીનીયર દુષ્યંત પાનસરીયા ધ્વારા આ બાંધકામ કરી રહેલ બીલ્ડરોને સાંભળવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જે સંદર્ભે તપાસ કરાવી ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા તેમના દ્વારા માંગ કરવામાં આવી છે
શહેરના એકદમ ગીચ ગણાતા માંગનાથ રોડ વિસ્તારમાં આ મોટું કોમર્શીયલ /રેસીડેન્સીયલ બીલ્ડીંગ હાલ તદન નિયમ વિરૂૂધ્ધ બની રહયું છે. તેના નકશા મંજુરી મળ્યાના આધાર તપાસ કરવા અતિ જરૂૂરી છે. આમાં મોટા રાજકીય નેતા, જેમાં મ.ન.પા.ના પદાધિકારીઓ, તેમજ મહાનગરપાલીકાના અધિકારીઓની મીલીભગતથી આ બાંધકામ તદન ગેરકાદેસર બની રહ્યુ છે, અને આ બાંધકામને તદ્દન ગેરકાયદેસર હોવા છતાં કઈ રીતે મંજુરી મળી,? જેવા સવાલો હાલ સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે નિયમ મુજબ રોડની પહોળાઈ રાખવામાં આવી નથી અને આ મોટી કોમર્શીયલ/રેસીડેન્સીલ બીલ્ડીંગ બની રહેલ છે ત્યારે નકશામાં મનઘડત માપ દર્શાવી દેવામાં આવેલ છે, તે ખુબજ ગંભીર બાબત છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની રેસીડેન્સીયલ બાંધકામને ગેરકાયદેસર રીતે મંજુર કરવામાં
આવી રહેલ છે, જેની તપાસ કરવા અને તાત્કાલીક ધોરણે આ કોમર્શીયલ/રેસીડેન્સીયલ બાંધકામને તોડી પાડવા અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને રાજકીય નેતાઓને તાત્કાલીક ધોરણે ખુલ્લા પાડી સસ્પેન્ડ કરવા તેમજ મળેલી સત્તાના દુરઉપયોગ માટે સજા કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.
ઉપરાંત આ સંદર્ભે અરજદારે વધુમાં જો તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે, સ્થાનિક જાગૃત નાગરીકોને સાથે રાખી જન આંદોલન કરવાની તેમજ આ સંદર્ભે તમામ પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ વિચારવામાં આવી છે.

Continue Reading

Trending