Site icon Gujarat Mirror

ગોંડલમાં જૂની અદાવતમાં મહિલાની છેડતીના આક્ષેપ સાથે બે જૂથ વચ્ચે મારામારી, છ ઘાયલ

ગોંડલમાં જૂની અદાવતમાં મહિલાની છેડતીના આક્ષેપ બાદ બે જૂથ વચ્ચે શસ્ત્ર મારામારી થતા ચારને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાતા ગોંડલ સીટી પોલીસે એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.


મળતી વિગતો મુજબ ગોંડલમાં ભગવતપરા વાછરારોડ ભંગારના ડેલા સામે રહેતા કલરકામની મુજરી કામ કરતાં માનવ રાજેશભાઈ ખીમસુરીયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચેતન ઉર્ફે ચેતુ મકવાણા, આદિ પરમાર અને આદિ પરમારને મામા વિજા મકવાણાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.15 ના તે તેના મિત્ર સાથે રાત્રીના જમવા ગયેલ હતાં. તે દરમિયાન તેના મિત્ર રુત્વીકને અન્ય મીત્ર આયુશ ગોહેલનો ફોન આવેલ અને કહેલ કે, હરભોલે સોસાયટી પાસે આવેલ કોળી સમાજની વાડી લગ્નમાં હતો ત્યારે ચેતન ઉર્ફે ચેતુ મકવાણા, આદી પરમાર બન્ને મળેલ અને તે બન્નેએ અગાઉ બે મહીના પહેલા તેમની સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી ઝગડો કરેલ છે. જેથી આયુશને કહેલ કે, તુ અત્યારે ઘરે નીકળી જા, અમે તેના ઘરે જઈ તેને સમજાવીએ છીએ. બાદમાં તેઓ સીધા આદીના ઘરે ગયેલ હતા. જયાં આદી અને ચેતન ઉર્ફે ચેતુ હાજર હતો. જેથી તેઓને આદીના ઘરના બહાર બોલાવતા બન્ને બહાર આવેલ ત્યારે મીત્ર આયુશ સાથે કેમ માથાકૂટ કરો છો તેમ વાત કરતા બંને ઉશ્કેરાઈ જઈ કેમ અમારા ઘર સુધી આવ્યા ?તેમ કહી ગાળો આપી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા ચેતુ તેના કોટુંબીક કાકા વિજાના ઘરમાં ગયેલ અને ત્યાંથી સ્ટીલની તલવાર જેવું હથિયાર લાવીને હુમલો કર્યો હતો.


સામાપક્ષે ગોંડલના ભગવતપરામાં રહેતાં ઈંદુબેન પરમારે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રૂૂત્વિક વાઘેલા, આયુષ ગોહેલ અને માનવ ખીમસુરીયાનું નામ આપી જણાવ્યું હતું ઘરે તેમનો દિકરો તથા કોટુંબિક ભાઈનો દીકરો ચેતન ઉર્ફે ચેતુ હાજર હતા.તે દરમ્યાન ઘરના ડેલા પાસે બહાર કોઈએ બુમ પાડતા બંનેએ બહાર નીકળી જોયુ તો રૂૂત્વીક વાઘેલા અને તેનો મીત્ર બાઈક પર આવેલ અને ગાળો આપી ઉશ્કેરાઇ જઇ મારા મારી કરવા લાગેલ હતાં. પુત્રને છોડાવવા વચ્ચે પડેલ તો રૂૂત્વીક તથા તેની સાથે આવેલ તેના મીત્રએ છેડતી કરી નીચે પાડી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે સામસામી ફરિયાદ પરથી એટ્રોસિટી, છેડતી સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version