Site icon Gujarat Mirror

ગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માત


ગીર સોમનાથના ગીરગઢડાના રસુલપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દૂધનાં ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઝાંખીયા રોડ પર અચાનક ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા પલ્ટી ખાઇ હતી. જેમાં બેસેલા વિધાર્થીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જોકે અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનોની ટ્રાફિક જામ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છેકે રસુલપરા ગામમાં એસટી બસ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને કોઈ પણ ખાનગી વાહનોમાં અભ્યાસ માટે આવવું પડે છે. ત્યારે આજના આ અકસ્માતથી વાલીઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.

ગીરગઢડાના ઝાંખીયા રોડ પર રસુલપરા થી દૂધ ભરેલ ટેમ્પો આવતો હતો. જેમાં ગીરગઢડા ખાતે જતાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ પણ આ ટેમ્પોમાં બેઠા હતા. અને ગીરગઢડા અભિનવ સ્કૂલે અભ્યાસ અર્થે ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ગીરગઢડા ઝાંખીયા વચ્ચે ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રસ્તા પરજ પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા 5 થી વધુ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી મુજબ ગીરગઢડા તાલુકાના રસુલપરા ગામે વિદ્યાર્થીઓ માટે સાત વાગ્યાની એસટી બસ માટે સરપંચ દ્વારા માગણી કરેલી પરંતુ આજ દિન સુધી સાત વાગ્યાની બસની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.

જેને લીધે વિદ્યાર્થીઓને ના છૂટકે જીવના જોખમે ટેમ્પો જેવા વાહનોમાં બેસીને અભ્યાસ અર્થે જવા મજબુર બનવું પડતું હોય છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારમા વિધાર્થીઓ માટે એસ ટી બસ વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠવા પામેલ છે.

Exit mobile version