Connect with us

GIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લામાં મકાઈ, બાજરી સહિતના પાકોની ટેકાના ભાવેથી સરકાર કરશે સીધી ખરીદી

Published

on

31મી ઓક્ટોબર સુધી ખેડૂતો કરાવી શકશે ઓનલાઈન નોંધણી

ગીર-સોમનાથ જિલ્લામાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023- 24 માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.જેથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ડાંગર (કોમન) રુ. 2183,ડાંગર (ગ્રેડ-એ)રુ.2203,મકાઇ રુ. 2090,બાજરી રુ.2500,જુવાર (હાઇબ્રીડ)રુ.3180 ,જુવાર (માલદંડી) રુ.32રપ,અને રાગી રુ.3846 ટેકાના ભાવે ખરીદી કરનાર છે નોંધનીય છે કે લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ ટઈઊ મારફતે તા.31/10/2023 આવશે.આ નિયત તારીખમાં તમામ ખેડૂતોને નોંધણી કરાવવાની રહેશે.તેમજ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7/12 8/અ ની નકલ, ગામ નમુના 1રમાં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જરૂૂરી પુરાવા રાખવાના રહેશે અને ખરીદીનો સમયગાળો ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24 અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા.01/11/2023 થી તા.15/01/2024 સુધી કરવામાં આવશે. તેમજ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને જખજ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેશો.અને ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24 અંતર્ગત ખેડૂતોને ચુકવણા ઙઋખજ પોર્ટલ મારફત કરવામાં આવશે. જે તેઓની ખરીદી ના 48 કલાકમાં નાણાં ચુકવવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો.તેમજ નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાયતો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

GIR SOMNATH

આયુષ્માન યોજનાની લિમિટથી વધુ ખર્ચ આવે તો CM રાહત ફંડમાંથી સહાય અપાશે

Published

on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે ગીર-સોમનાથ જિલ્લાના ચાડુંવાવ ગામની મુલાકાત લીધી હતી. અહીં અમિત શાહે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહ વેરાવળ તાલુકાના ચાડુવાવ ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે જંગી જનમેદનીને સંબોધતા દેશની આઝાદી માટે લડનારા સુખનાથ અને ભગતસિંહને યાદ કર્યા હતા. આ સાથે જ અમિત શાહે ભારતને વધારે મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
ભારતની જેમ જર્મની સહિત અનેક દેશો પણ આઝાદ થયા હતા, જે આજે ક્યાં પહોંચ્યા છે? જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો અને 2047માં તે 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારત પણ દરેક ક્ષેત્રમાં અવલ્લ હોવાનો સંકલ્પ કર્યો છે. આઝાદી સમયે આપણે ટાંકણી પણ નહતા બનાવતા, આજે આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ. આ સાથે જ અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આયુષ્માન યોજનાની લિમિટ કરતાં વધારે ખર્ચ આવશે, તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી તે સહાય ચૂકવવામાં આવશે. ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે, ત્યારે જ વિકસિત ભાર બનશે. દેશના 60 કરોડ ગરીબો સમૃદ્ધ બનશે.

Continue Reading

GIR SOMNATH

વિકસિત ભારતનો સંકલ્પ કેવળ શબ્દો નથી દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો વિચાર છે : ગૃહમંત્રી

Published

on

સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે નવિકસિત ભારત સંકલ્પ યાત્રાથ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણાં છે અને આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતની સંકલ્પના અને તેને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. સમગ્ર દેશમાં જન આરોગ્ય કાર્ડ માટે પાંચ લાખની જોગવાઈ છે. તેની સામે ગુજરાતે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ માટે દસ લાખ સુધીની જોગવાઈ કરી છે. અને તેનાથી પણ કદાચ વધુ જરૂૂર પડે તો મુખ્યમંત્રી રાહત નીધિમાંથી આ માટેનું ફંડ આપવાની જોગવાઈ કરીને સમગ્ર દેશમાં ગુજરાતે લીડ લીધી છે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક કે જેની પાસે અનાજ, પાણી, આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લા 75 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.
સંકલ્પ યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે, આગામી 26મી જાન્યુઆરી સુધી ભારત દેશના નાનામાં નાના પંચાયત સ્તર સુધી આ યાત્રા પહોંચીને ગામમાં એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને સત્વરે તેનો લાભ આપી શકાય તે પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તે માટેની આ યાત્રા છે.
વિકસિત ભારત બનાવવા માટે દેશના 130 કરોડ નાગરિકો જોડાય, ભારત આત્મનિર્ભર બને તે માટે સામાન્ય ખેડૂત પ્રયત્ન કરે, ગામડાનો નાનો નાગરિક દુકાન ચલાવે, ગામમાં કોઈ વંચિત ન રહી જાય તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
જેને લાભ મળ્યો છે અને જેને લાભ નથી મળ્યો તેની તુલના કરવાનો આ કોઈ ઉપક્રમ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, વિકસિત ભારત માટે સૌ ભારતવાસી સંગઠિત બને એક બની આગામી 100 વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વિશ્વમાં અગ્રેસર બને, ઉદ્યોગ-ધંધા-વેપાર-વાણિજ્ય, ખેતી, આરોગ્ય, તમામે તમામ માનવીય જીવનને સ્પર્શતા ક્ષેત્રોમાં સર્વપ્રથમ ક્રમાંક હાંસલ કરે તે દિશા માટે દેશને એક સાથે જોડી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસથી જોડવાની આ યાત્રા છે.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આવતા 25 વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરી તેમણે સરકારની યોજનાઓથી કેવી રીતે લોકોનું જીવન બદલાયું છે તેની રૂૂપરેખા આપી હતી.
આ તકે, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં 3 રથના માધ્યમથી હાલ સરકારની 17 યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે. ચાંડુવાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, લાઈવલીહૂડ મિશન, હરઘર જલ યોજનામાં 100% સિદ્ધિ મેળવી છે. છેવાડાના માનવીને સરકારની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડીને તેમના ઉદ્ધારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શિવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અનુપ ખિંચી, આઇ.એ.એસ વર્ષા જોશી, રેન્જ આઈ.જી. શ્રી નિલેશ ઝાઝડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત આગેવાનો, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

GIR SOMNATH

વેરાવળના દરિયાકાંઠેથી 440 કિલો પ્લાસ્ટિક, 120 કિલો ઘોસ્ટ નેટ એકત્રિત કરાઇ

Published

on

WWF-India એ દેશની અગ્રણી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ સંશોધનાત્મક સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે. જે હાલમાં ભારતના દરિયાઇ અને દરિયાકાંઠાના પાણીમાં દિવસેને દિવસે ઉદભવતી સૌથી મોટી સમસ્યા એવી ઘોસ્ટ માછીમારી ના મુદ્દાને સંશોધનાત્મક પદ્ધતિથી ઉકેલવાની સાથે દરિયા અને દરિયાકાંઠાના પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસરો અંગે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહી છે.
પ્લમ-ગુડનેસ સમર્થિત આ પ્રોજેક્ટ ગુજરાત, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સમુદાયની ભાગીદારી દ્વારા દરિયાઈ કચરો (ખફશિક્ષય મયબશિત) અને ઘોસ્ટ ગિયર (ઓજારો) ને દૂર કરવાના ભાગરૂૂપે WWF-India દ્વારા આ સાફ-સફાઈ અભિયાનની પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત WWF-Indiaનાં ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ અને સિનિયર અધિકારી ધવલ જુંગી તથા ચેન્નઈના સિનિયર પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. એન. પ્રવિણકુમારના માર્ગદર્શન હેઠળ વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ આ અભિયાનમાં ફિશરીઝ કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત, વેરાવળના દરિયાકાંઠેથી 440 કિલો પ્લાસ્ટિક તેમજ 120 કિલો ઘોસ્ટ નેટ દૂર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, દરિયાઈ કચરાના મુખ્ય ઘટકોમાંનું એક ઘોસ્ટ ગિયર (ઓજારો) છે જેને ત્યજી દેવાયેલા, ખોવાઈ ગયેલા અથવા અન્યથા કાઢી નાખવામાં આવેલા ફિશિંગ ગિયર (ALDFG) તરીકે પણ ઓળખવામાં આવે છે. માછલી પકડવાના ગિયર જેમ કે જાળી, હુક્સ, લાઇન વગેરે, દરિયામાં છોડેલ અથવા માછીમારી દરમિયાન ખોવાય ગયેલા ગિયરને ઘોસ્ટ ગિયર તરીકે ઓળખવામાં આવે છે. દરિયામાં છોડવામાં આવેલ આ ગિયર ઘણા વર્ષો સુધી માછલી, કાચબા, ડોલ્ફિન અને વ્હેલ જેવી અનેક દરિયાઈ પ્રજાતિઓને ફસાવે છે અને દરિયાઈ પ્રદૂષણ પર પહેલેથી જ વધી રહેલા દબાણમાં વધારો કરે છે. વધુમાં, સમુદ્રનાં તળમાં મોટા જથ્થાની જાળી અથવા અન્ય ગંથાયેલ ગિયરની હિલચાલ તળિયામાં રહેલ દરિયાઇ જીવસૃષ્ટિમાં ખલેલ પહોંચાડી શકે છે.

Continue Reading

Trending