Site icon Gujarat Mirror

જસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું

oplus_2097184

જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતી સરિતાબેન વનરાજભાઈ સાડમિયા નામની 20 વર્ષની પરિણીતા વેરાવળ ગામે હતી ત્યારે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં પતિનિતાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઉપરાંત અન્ય બનાવમાં લોધિકાના રાવકીમાં વીરેન્દ્રકુમાર જમાનદારપ્રસાદ (ઉ.વ.36)એ મગજ ભમતા ઝેરી દવા પી લીઘી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version