ક્રાઇમ
ભાવનગરમાં લેણદારોના ત્રાસથી દંપતીએ સજોડે ઝેરી દવા ગટગટાવી
ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા દંપતીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધીરુભાઈ ડાભી (ઊં.વ.45) અને તેમના પત્ની ભારતીબેન સુરેશભાઈ ડાભી (ઊં.વ.40) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. લેણદારોના ત્રાસથી કંટાળી જઈ દંપતીએ સજોડે દવા પીધી હોવાનું જાણવા મળેલ છે. ઝેરી દવા પીતા પહેલા દંપતીએ ચિઠ્ઠી પણ લખી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
મોરબીમાં શેરબજારમાં રોકાણના બહાને યુવક સાથે 50 લાખની ઠગાઇ
મોરબીમાં યુવકને શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી યુવકનો વિશ્વાસ કેળવી શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક પાસેથી રૂૂ. 50 લાખ મેળવી લઈ યુવકને આજદિન સુધી પરત નહીં આપી યુવક સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ક્ધયા છાત્રાલય રોડ પર શ્રીકુંજ સોસાયટી પ્લોટ નં -17 શેરી નં -02 માં રહેતા ભરતભાઇ ગોરધનભાઈ પાંચોટીયા (ઉ.વ.43) એ આરોપી (1)7751065932 (2)8975344637 (3)9235197878 (4)98635 46713 (5) 84578 44521 (6) 84568 76285 (7) 9178179885 ના ધારક તથા (8) બંધન બેંક એકાઉન્ટ નંબર 20100027757602 (9) બંધન બેંક એકાઉન્ટ નંબર 20100028167985 (10) એકસીસ બેંક એકાઉન્ટ નંબર 923020048020873 (11) એસબીઆઇ બેંક એકાઉન્ટ નંબર 43069607063 (12) પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 1403102100000374 (13) એસબીઆઇ બેંક એકાઉન્ટ નંબર 43059453158 ના ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના વાટસએપ નંબર પર આરોપીના વોટસએપ નંબર 84578 44521 તથા 84568 76285 પરથી લીંક મોકલેલ હતી અને આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળેલ. બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી યુવકને શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ મોકલતા બાદ શેરબજારમા રોકાણ કરવા સારૂૂ Astha application નવાર શેરબજારમાં રોકાણ કરતો હોવાથી આ એપ્લીકેશનમાં જુદી-જુદી કંપનીના નવા આઇપીઓ શેર લાગેલ હોવાની વાત કરેલ અને યુવકે રોકાણ કરેલ અને યુવકને લાગેલ આઇપીઓના રૂૂપીયા પરત લેવા માટે મેસેજ કરેલ તો આ આરોપીઓએ ફરીયાદીનુ એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધેલ બાદ વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધેલ અને ફરીયાદિને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદિના કુલ રૂૂ 50,00,000/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
બગસરામાં પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ યુવતીના પતિને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
અમરેલીના બગસરા શહેરમાં શાપર જવાના માર્ગ પર બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પ્રેમસંબંધમાં બે શખ્સો દ્વારા હત્યાને અંજામ અપાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના બગસરાના સુડાવડમાં રહેતો જયદીપ વાળા નામનો યુવક પોતાનું મોટર સાયકલ લઈને શાપર જવાના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંજય ભાણાભાઇ વાળા અને જયદીપ દિનેષભાઇ વાંક નામના બે શખ્સો દ્વારા તેને રોકી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જયદીપ વાળાને પ્રથમ બગસરા હોસ્પિટલમાં અને બાદમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમસંબંધનો મામલો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક જયદિપની પત્ની સાથે સંજયને પ્રેમસંબંધ હોય અને તે રિસામણે હોય જેનો ખાર રાખી હુમલો કરાયો હતો.
પોલીસ દ્વારા આ મામલે બગસરા પોલીસ સ્ટેશનમા જયદિપની બહેન કાજલ જૈતુભાઇ વાળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ બંન્ને આરોપીની શોધખોળ કરાઇ છે.
કચ્છ
ભુજમાં ચાંદીની દુકાનમાંથી 25 કિલો ચાંદીની ઉઠાંતરી
શહેરના જી.આઈ.ડી.સી. ખાતે આવેલી ચાંદી રિફાઈનરીંગની દુકાનની બારી તોડી તેમાંથી આશરે 25 કિલો કાચી ચાંદી કિંમત રૂૂા. 16,70,000ની ચોરી થતા અને હિમાચલ પ્રદેશના નવા બે કામદારો ગુમ થતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે રામચંદ્ર કાકા સાળુંખેએ વિગતવાર નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી પરિવાર સાથે ભુજ સ્થાઈ થઈ ચાંદી કામનો વેપાર કરે છે. ભુજના જીઆઈડીસીમાં ચાંદી રિફાઈનરીંગની તેમની દુકાન છે.
બીજી દૂકાન કંસારા બજારમાં છે. જીઆઈડીસીની દુકાનનું કામ છેલ્લા બાર વર્ષથી પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ) સંભાળતા હતા. પરંતુ સપ્ટેમ્બર બન્ને સામાજીક પ્રસંગોને લઈ એક મહિના માટે વતન જવાના હોવાથી તેની અવેજીમાં પ્રિતમચંદનો સાળો અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને પવનકુમારના ઓળખીતા રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર (રહે. બન્ને હિમાચલ પ્રદેશવાળા) ભુજ આવી દુકાનનું ચાંદી રિફાઈનરીંગનું કામકાજ સંભાળી દુકાનની ઉપર આવેલા રૂૂમ પર રહેતા હતા.
નવા કામદારો હોવાથી આ દુકાનની ચાવી રોહિત સાંવત પાસે રહેતી હતી તે સવારે દુકાન ખોલતા અને સાંજે બંધ કરતા હતા. તા. 13/10ના સવારે રોહિત દુકાન ખોલી જોતા દુકાનની બારી તૂટેલી હતી અને દુકાનમાં કામ કરતા નવા કામદારો અજયકુમાર અને રમેશચંદ હાજર ન હતા. દુકાનમાં રિફાઈનરીંગ માટે આવેલી કાચી ચાંદી આશરે 25 કિ.ગ્રા. કિ. રૂૂા. 16,70,000 જોવામાં આવી નહી. બીજો સામાન અને મશીનરી તે જ હાલતમાં હતા. આ બાદ બન્નેનો ફોનથી સંપર્ક સાધવા પ્રયાસ કરતા બન્નેના ફોન બંધ હાલતમાં હતા. જુના માણસોને ફોન કરી બનાવની જાણ કરતા તેઓએ પણ આરોપીઓના પરિવારનો સંપર્ક કરતા બન્ને હજુ સુધી ઘરે ન પહોંચયાની વિગતો મળતા અંતે આ ચોરી અંગે બન્ને પર શક હોવા સાથે ફરિયાદ નોંધાવી છે.
-
રાષ્ટ્રીય1 day ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
ક્રાઇમ22 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ22 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત23 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય