Site icon Gujarat Mirror

GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા

 

જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈ હવે GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.16 ફેબ્રુઆરીએ કોઈ પરીક્ષા હશે તો તારીખ બદલાશે

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચુંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરે હાલ ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી છે. કમિશ્નરના જણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

 

 

Exit mobile version