Connect with us

Uncategorized

બોગસ બિલિંગની અસર: સોની બજારમાં સન્નાટો

Published

on

રાજકોટની સોની બજારમાં કરોડો રૂપીયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાતા જીએસટી ખાતુ વધારે હરકતમાં આવી ગયું છે અને છેલ્લા ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગતરાતે પણ સેન્ટ્રલ જીએસટી દ્વારા કેટલીક પેઢીઓમાં જેના તાર આસ્થા ટ્રેડીંગ સાથે જોડાયેલ છે તેમાં તપાસ હાથ ધરી હતી. જેથી આસ્થા ટ્રેડીંગ સાથે વ્યવહાર કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને તહેવાર નજીક આવી રહ્યો હોય છતા પણ કેટલાક વેપારીઓ દ્વારા શોરૂમ દુકાન બંધ રાખવામાં આવી હોવાનું સુત્રોમાં ચર્ચા થઇ રહી છે.
રાજકોટની સોની બજારમાં સોના-ચાંદી અને હિરાના મોટાગજાના વેપારી હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાની આસ્થા ટ્રેડીંગ નામની પેઢીમાંથી રૂૂ. 1467 કરોડનું મસમોટું બોગસ બીલીંગકાંડ બહાર આવ્યું તેની તપાસમાં હવે આંતરરાજ્ય કૌભાંડ ખૂલવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે, 48 નકલી પેઢી મળી આવ્યા બાદ બે રાજયમાં પણ મોટાપાયે વ્યવહાર થયાની શંકાએ ડીજીજીઆઈની ટીમે તે દિશામાં તપાસ હાથ ધરતા આગામી દિવસોમાં આ કૌભાંડમાં નવા ધડાકા થવાની સંભાવના છે.
સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમ દ્વારા બુધવાર અને ગુરૂૂવારે રાજકોટની સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડીંગમાં પૂર્વ બાતમીના પગલે દરોડા પાડી રૂૂ. 1467 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. બે દિવસના સર્ચ દરમિયાન જ અબજો રૂૂપિયાના બોગસ વ્યવહાર મળી આવતા સોના-ચાંદી અને હિરાના વેપારી હિતેશ લોઢીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ બોગસ બીલીંગ કૌભાંડના તાર પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી સીજીએસટીની ટીમ દ્વારા આ બન્ને રાજ્યમાં ગુપ્ત રાહે તપાસ શરૂૂ કરવામાં આવી છે.
આસ્થા ટ્રેડીંગમાંથી સીજીસટીની ટીમને એક લેપટોપ અને બે મોબાઈલ મળી આવ્યા છે, જેના ડેટાની ચકાસણી હજૂ શરૂૂ કરવામાં આવી નથી. એકાદ-બે દિવસમાં લેપટોપની અંદર રહેલા સાહિત્ય અને હિસાબની ચકાસણી બાદ કરચોરી અને બોગસ બીલીંગનો આંકડો વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આસ્થા ટ્રેડીંગ કંપનીએ 44 કરોડની કરચોરી કરી હોવાનો ઘટસ્ફોટ સત્તાવાર સુત્રોએ કર્યો છે.
પ્રાથમીક તપાસ દરમિયાન આસ્થા ટ્રેડીંગ સાથે સંકળાયેલી 15 નકલી પેઢી બનાવી આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આવી બોગસ પેઢીની સંખ્યા પણ વધવાની શક્યતા છે.
તેમાં અન્ય મોટા માથાની પણ સંડોવણી ખૂલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આસ્થા ટ્રેડીંગના માલિક હિતેશ લોઢીયા 14 દિવસના રિમાન્ડ ઉપર છે. જેની પૂછપરછ દરમિયાન વધુ કેટલીક માહિતી બહાર આવશે, આથી રાજકોટની સોની બજારમાં આ પેઢી સાથે સંકળાયેલા વેપારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રામભરોસે, ડોકટરોની 1249 જગ્યાઓ ખાલી

Published

on

By

એક તરફ, ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારાં શિક્ષકો જ નથી. બીજી તરફ, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આ દશા છે કેમકે, અહીં દર્દીઓની સારવાર કરનારાં ડોક્ટરો નથી. સરકારી આંકડા જ કહે છેકે, ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આજે 1249 ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે.

ઉંચા પગાર સહિતની સવલતોને પગલે ડોક્ટરોને સરકારી દવાખાના-હોસ્પિટલો કરતાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરવામાં વધુ રસ છે. ખુદ સરકારે બોન્ડ વસૂલીને કડક સૂચના આપી હોવા છતાંય ડોક્ટરો ફરજ પર હાજર જ થતા નથી. લાખો રૂૂપિયા બોન્ડ આપવા તૈયાર છે પણ ડોક્ટરો ગામડાઓમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા ઈચ્છુક નથી. આ સંજોગોમાં એવા ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની દશા દયનીય થઈ છે.

વર્ષ 2022ની સ્થિતીએ ગુજરાતમાં ગ્રામિણ આરોગ્ય કેન્દ્રમાં 1376 ડોક્ટરોની જગ્યાઓ સામે માત્ર 127 ડોક્ટરોની જગ્યાઓ ભરાઈ છે. જયારે 1249 ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. આરોગ્ય વિભાગ પણ એ વાત કબૂલી રહ્યું છે કે, ગામડાઓમાં ડોક્ટરો નોકરી કરવા તૈયાર નથી. આ કારણોસર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યાઓ ભરાતી નથી. વર્ષ 2005માં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રનિસંખ્યા કુલ મળીને 7274 હતી તે વર્ષ 2022માં વધીને 9132 સુધી પહોંચી છે. સરકારે કોન્ટ્રાકટરોને બખ્ખાં કરાવીને આરોગ્ય કેન્દ્રો તો બાંધી દીધા પણ આજેય તેમાં પુરતો સ્ટાફ નથી પરિણામે ડોક્ટરો-સ્ટાફના અભાવે ગામડાના દર્દીઓને સારવાર મેળવવા નાછુટકે શહેરોમાં આવવુ પડે છે.

Continue Reading

Uncategorized

કેડિલાના રાજીવ મોદી સામે સુપ્રીમમાં અરજીના 12 કલાક પહેલાં સમરી ભરી દેવાઇ

Published

on

By

  • દુષ્કર્મ થયા હોવાનો સ્વીકાર પણ રાજીવ સામે પુરાવા ન હોવાનો રીપોર્ટ રજૂ કરાયો, વધુ સુનાવણી બીજી માર્ચે થશે

કેડિલા ફાર્માના CMD વિરુદ્ધ દુષ્કર્મના બલ્ગેરિયન યુવતીના આક્ષેપના મામલે હવે નવો વળાંક આવ્યો છે. સોલા પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના સંદર્ભમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નએથ સમરી ભરી દેવામાં આવી છે.
આ એ સમરીમાં કહેવામાં આવ્યું છે કે, યુવતીએ કરેલી ફરિયાદ તો સત્ય છે પરંતુ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના પૂરતાં પુરાવા મળી આવ્યા નથી. પોલીસના ઉચ્ચ અધિકારીએ પણ એ સમરી ભરી દેવાઇ હોવાનું જણાવ્યું છે. જ્યારે કે પીડિતાના એડવોકેટે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના 12 કલાક પહેલાં એ સમરી ભરી દેતાં સુપ્રીમ સમક્ષનો કેસ અર્થહીન થતાં પરત ખેંચી લેવામાં આવ્યો છે.

અલબત્ત, સમરી રિપોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા હાલ મંજૂર કરવામાં આવ્યો નથી અને હવે આ મામલે બીજી માર્ચના રોજ સુનાવણી રાખવામાં આવી છે.અતિ ચર્ચાસ્પદ આ કેસમાં મળતી માહિતી મુજબ 20મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ બલ્ગેરિયન યુવતીએ સીબીઆઇ તપાસની માંગ કરતી અરજીની સુનાવણીના ઠીક 12 કલાક પહેલાં 19મી ફેબ્રુઆરીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશને આ પ્રકરણમાં એ સમરી રિપોર્ટ કર્યો હતો.

જેની જાણ ફરિયાદી યુવતીને ઇ-મેઇલના માધ્યમથી કરવામાં આવી હતી અને યુવતીએ એડવોકેટને જાણ કરી હતી. જેથી 20મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ યુવતી તરફથી સીબીઆઇ તપાસની માંગ કરતી અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

બલ્ગેરિયન યુવતીના એડવોકેટ રાજેશ મિશ્રાએ કહ્યું હતું કે પોલીસને અમે તમામ પુરાવા આપ્યા છે અને ખુદ પોલીસે આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી છે. તેમ છતાંય કોગ્નિઝેબલ ગુનામાં પુરાવા મળતાં નથી અને તેથી આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઇ ન શકે એ મતલબની એ સમરી ભરી છે.

હવે અમે મેજિસ્ટ્રેટ સમક્ષ નએથ સમરી વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરીને તેની સામે કેસ લડીશું. બીજી માર્ચે મેજિસ્ટ્રેટ સમક્ષ કેસની મુદત હોવાની જાણ યુવતીને કરી દેવાઇ છે અને તેને સોગંદનામું વગેરે કરવા માટે ભારત આવવા માટેની જાણ કરવામાં આવી છે.

બીજી તરફ એડવોકેટે એમ પણ કહ્યું છે કે, જો પોલીસને તપાસ છતાંય આરોપી સામે કાર્યવાહી કરવા માટેના મજબૂત પુરાવા ન મળ્યા હોય તો હવે અમે વધુ તપાસ અને તપાસને ઈઇઈંને સોંપવાની માગ સાથે હાઇકોર્ટ સમક્ષ કેસ કરીશું.

પોલીસની એ સમરીનો કાયદાકીય અર્થ શું?
એ સમરી રિપોર્ટ પોલીસ ત્યારે કરતી હોય જ્યારે ફરિયાદમાં તો સત્ય હોય છે પરંતુ એ સાબિત થઇ શકે તેમ હોતી નથી. એ સમરીનો કાયદાકીય અર્થ થાય છે કે ગુનો સાચો હોય પણ વણશોધાયેલો હોય. જેમાં આરોપીની જાણ તો હોય પરંતુ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ કાર્યવાહી માટે મોકલી શકાય તે માટે પૂરતો પુરાવો ન હોય.

Continue Reading

Uncategorized

મહિલા પ્રીમિયર લીગનો કાલથી પ્રારંભ, 5 ટીમો વચ્ચે 22 મેચ રમાશે

Published

on

By

  • ઉદ્ઘાટન સમારોહમાં કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સ જમાવટ કરશે

મહિલા પ્રીમિયર લીગની ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 5 ટીમ 22 મેચ રમશે. આ વખતે એક મોટો બદલાવ જોવા મળશે. ગત્ત વર્ષે મુંબઈ અને નવી મુંબઈના 2 સ્ટેડિયમમાં આ લીગ રમાઈ હતી.મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન 23 ફેબ્રુઆરીથી શરુ થશે. ગત્ત વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.આ મેચ પહેલા બીસીસીઆઈએ એક ધમાકેદાર ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં બોલિવુડનો પણ તડકો જોવા મળશે. આ લીગમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પરફોર્મ કરતો જોવા મળશે. મહિલા પ્રીમિયર લીગનો ઉદ્ધાટન સમારોહ 23ના સાંજે 6:30 કલાકે શરુ થશે. જેમાં કાર્તિક આર્યન સહિત બોલિવુડ સ્ટાર્સ જોવા મળશે.

આ ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગત્ત વર્ષની જેમ કુલ 5 ટીમ 22 મેચ રમશે. આ વખતે આ લીગની મેજબાની બેંગ્લુરુ અને દિલ્હીને આપવામાં આવી છે. ટૂર્નામેન્ટની શરુઆત 11 મેચ બેંગ્લુરુના રોજ રમાશે. ત્યારબાદ તમામ 5 ટીમ દિલ્હી આવશે. જ્યાં એક એલિમિનેટર સહિત ફાઈનલ મેચ રમાશે. 24 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહિ.,દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

Continue Reading

Trending