Connect with us

ગુજરાત

ઇમ્પેકટ ફી : પાર્કિંગની જોગવાઇ અને ફીના ધોરણો નડતરરૂપ

Published

on

શહેરનાં તમામ વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં લાખો ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા નવેસરથી લવાયેલાં ઇમ્પેક્ટ ફીનાં કાયદામાં પાર્કિંગની જોગવાઇ અને ફીનાં ધોરણો પૂરા કરવા શક્ય ન હોવાથી હજારો ગેરકાયદે બાંધકામોની અરજી જ આવી નથી.

મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સાત ઝોનનાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ થયા જ કરે છે, જેને નિયમિત કરવા સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ગ્રૃડા એક્ટ જાહેર કરવામાં આવે છે. છેલ્લા એક્ટમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવાની જોગવાઇઓ આકરી બનાવાતાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો નિયમિત થઇ શકે તેમ જ નથી.

સૂત્રોએ કહ્યું કે, નવા એક્ટની જાહેરાત બાદ મ્યુનિ.નાં સાત ઝોનમાંથી માત્ર 48700 જેટલી અરજી આવી છે, જેમાંથી આકરી જોગવાઇ પાર પાડી શકે તેવી 9600 અરજી જ મંજૂર થઇ શકી છે. બાકીની અરજીઓની ચકાસણી, સ્થળ તપાસ, પુરાવા ચકાસણીની કામગીરી ચાલી રહી છે.

ઇમ્પેક્ટ ફીનો નવો કાયદો જાહેર થયો તેમાં ગેરકાયદે બાંધકામ સ્થળે જ 50 ટકા પાર્કિંગ તથા 500 મીટરની મર્યાદામાં પાર્કિંગની સુવિધા તથા ઇમ્પેકટ ફી ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ, બાંધકામ ફી વગેરે વસુલવાની જોગવાઇ ભારે નડતરરૂૂપ બની રહી હોવાનુ સ્વીકારતાં સૂત્રોએ કહ્યું કે, અગાઉનાં ઇમ્પેકટ ફીનાં કાયદામાં પાર્કિંગની જગ્યા ન હોય તો ગણતરી કરીને પાર્કિંગ ફી વસુલ કરવાની જોગવાઇ હતી. તેમજ નવી નવી ફી નહોતી તેથી અગાઉ વધુ અરજીઓનો નિકાલ થઇ શક્યો હતો.

મ્યુનિ.હદ વિસ્તરણ થયાં બાદ અન્ય ખાતાઓની જેમ એસ્ટેટ-ટીડીઓ ખાતામાં પણ જરૂૂરી સ્ટાફની ભરતી કરવામાં આવી નથી, પરંતુ ઇમ્પેક્ટ ફીનાં કાયદાનાં ઝડપી અમલીકરણ માટે ગ્રૃડા સેલની રચના કરવામાં આવી છે અને તેમાં 10 જેટલાં કામચલાઉ આસી.ટીડીઓની ભરતી કરવામાં આવી છે,જેમને ઇમ્પેકટ ફીની કામગીરી કરવા માટે સત્તા સોંપવી જરૂૂરી હોવાથી કમિશનરે નવેસરથી આદેશ કર્યો છે, તે સિવાય સરક્યુલરમાં કશુ નવુ નથી.

જોકે કામચલાઉ આસી.ટીડીઓને 16.50 મીટર સુધીની ઉંચાઇની મર્યાદાવાળા સ્વતંત્ર રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો તથા કોમર્શિયલ કોમ્પ્લેકસ સિવાયની દુકાનો-ઓફિસો જેનુ કુલ ક્ષેત્રફળ 200 ચોરસ મીટરથી વધતુ ન હોય તેવા ગેરકાયદે બાંધકામોની અરજીઓનો નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે.આ સિવાય ગ્રૃડા એક્ટ અંતર્ગત જે તે પ્રકરણમાં વાંધાઅરજીઓ રજૂ થાય તેની સુનાવણી અને આખરી હુકમની સત્તા અંગે પણ કમિશનરે પરિપત્ર જારી કર્યો છે.

ગુજરાત

ખંભાળિયા નગરપાલિકાના વાર્ષિક બજેટમાં શિક્ષણ, તબીબી સેવાઓ અને સ્વચ્છતાને પ્રાધાન્ય

Published

on

By

 

 

ખંભાળિયા નગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2024-25 ના બજેટમાં અનેકવિધ પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત એકાઉન્ટ ધવલભાઈ ગોસ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા આગામી વર્ષના બજેટમાં વર્ષ દરમિયાન કર અને ભાડાની રૂપિયા 4.56 કરોડની ઉપજ, વિવિધ ગ્રાન્ટના રૂપિયા 50 કરોડ તેમજ વ્યાજના રૂપિયા 55 કરોડ અને રૂપિયા 4.28 કરોડની પરચુરણ ઉપજ, વિગેરે મળી વર્ષ દરમ્યાન કુલ 69,51,53,500 ની ઉપજ અંદાજવામાં આવી છે.

નગરપાલિકામાં આગામી વર્ષ દરમિયાન જાહેર બાંધકામ માટે રૂપિયા 28.29 કરોડ, પબ્લિક હેલ્થ એન્ડ સેનિટેશન માટે 13.11 કરોડ, જનરલ એડમિનિસ્ટ્રેશન માટે 2.71 કરોડ, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે 28 લાખ, વોટર વકર્સની કામગીરી માટે 16.70 કરોડ સહિત વર્ષ દરમિયાન 70,18,58,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આમ, નગરપાલિકા માટે ચાલુ વર્ષની 23.09 કરોડની ઉઘડતી સિલક સાથે 69.51 કરોડની અંદાજિત ઉપજ માફીને કુલ 92,61,31,749 ની અંદાજિત આવક પછી 70,18,58,000 નો અંદાજિત ખર્ચ બાદ કરતાં 22,42,73,749 ની અંદાજિત સિલક આ બજેટમાં દર્શાવવામાં આવી છે. આ બજેટને જનરલ બોર્ડમાં મંજૂરી સાંપળી છે.

Continue Reading

ગુજરાત

ખંભાળિયાની નગરપાલિકાની જનરલ બોર્ડમાં 22.43 કરોડના પૂરાંતલક્ષી બજેટને મંજૂરી

Published

on

By

 

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષ 2024-25 માટેનું રૂપિયા 22.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું. આ સહિત કુલ 35 જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીને અધ્યક્ષ સ્થાને આજરોજ સાંજે 4 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા વિવિધ પ્રકારની ખરીદી, ઘી નદીમાંથી ગાંડી વેલના નિકાલ, પશુઓના ત્રાસને કાબુમાં લેવા માટેના એક્શન પ્લાન, રામનગરમાં ગૌશાળા માટેની જગ્યા માટેની પ્રક્રિયા, સહિતના 35 જેટલા મહત્વના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેને સર્વ સંમતિથી મંજૂરી મળી હતી.

આ મહત્વની બેઠકમાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા રજુ કરવામાં આવેલું 2024-25 માં રૂ. 22,42,73,449 ની પુરાંત દર્શાવતું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેને પણ મંજુર રાખવામાં આવ્યું હતું.આ સામાન્ય સભા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેનું સંચાલન કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

ગુજરાત

કોંગ્રેસને વધુ એક ફટકો!! દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું

Published

on

By

 

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. અને કહ્યું કે સ્વેચ્છાએ રાજીનામું આપું છું.

તું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે.

કોંગ્રસને એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે, પહેલા અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

 

 

Continue Reading

Trending