Connect with us

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ઘુસેલા વસાહતીઓ માણસો નહીં, પશુઓ છે: ટ્રમ્પ

Published

on

  • પૂર્વ પ્રમુખની આક્રમક ચૂંટણી ઝુંબેશ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકામાં ઘૂસી આવેલા ગેરકાયદે વસાહતીઓ ઉપર તૂટી પડયા હતા. મીશીગનમાં, મંગળવારે આપેલાં પોતાના પ્રચાર પ્રવચનમાં તેઓએ દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલાઓને માટે કહ્યું હતું કે તેઓ માણસો નથી, પશુઓ છે. વાસ્તવમાં આ રીતે તેઓ તેમના ચૂંટણી પ્રચારને વધુને વધુ નિમ્નસ્તરે લઇ જઇ રહ્યા છે.

રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટેના આ ઉમેદવાર સામે, પુષ્કળ કેસો ઉભા છે. તેની વચ્ચે પણ તેઓે પોતાની ચૂંટણી પ્રચાર ઝૂંબેશ તેટલી જ જોરદાર રીતે ચાલુ રાખી છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવનારાઓ સામે પણ ઝૂંબેશ ચાલુ રાખી છે.

આ સાથે તેઓએ રીતસરની ધમકી જ ઉચ્ચારી છે કે જો તેઓ તા. 5મી નવેમ્બરે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી નહીં થઇ શકે તો દેશ આખામાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ જશે. વિસ્કોનસીનના ગ્રીન બે શહેરમાં આપેલાં ચૂંટણી પ્રવચનમાં તેઓએ 2024ની ચૂંટણીને અંતિમ-યુદ્ધ કહી દીધી હતી.

જ્યોર્ઝિયાની 22 વર્ષની નર્સીંગ સ્ટુડન્ટ લેકન રીલેનાં, વૈનેઝૂએલામાંથી ગેરકાયદે આવી વસેલા કરેલી હત્યાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે તે વસાહતને સબહ્યુમન (ઉપ-માનવ) કહી દીધો હતો. અને કહ્યું હતું કે ડેમોક્રેટસ કહે છે કે મહેરબાની કરીને તેમને પશુઓ કે પ્રાણીઓ ન કહો, પરંતુ હું કહું છું કે ના, તેઓ માનવીઓ જ નથી, માણસો જ નથી; તેઓ પશુઓ છે.

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પત્નીની હત્યામાં ફરાર ગુજરાતી પર અઢી લાખનું ઇનામ

Published

on

By

યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે. FBIએ તેના પર અઢી લાખ ડોલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશ કુમાર પટેલ 2015થી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.

અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ કુમાર પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBIભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડોલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા

Continue Reading

આંતરરાષ્ટ્રીય

બલૂચિસ્તાનમાં ભયાનક આતંકી હુમલો, બસમાંથી ઉતારી 11 લોકોને વિંધી નાખ્યા

Published

on

By

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં કાલે અજાણ્યા આતંકવાદીઓ દ્વારા નવ બસ મુસાફરો સહિત ઓછામાં ઓછા 11 લોકોની હત્યા કરવામાં આવી છે.
પ્રથમ ઘટનામાં, સશસ્ત્ર માણસોએ નોશકી જિલ્લામાં હાઇવે પર બસ રોકી હતી અને બંદૂકની અણીએ 11 માણસોનું અપહરણ કર્યું હતું, પોલીસે જણાવ્યું હતું. આ નવ માણસોના મૃતદેહો પાછળથી એક પુલ નજીક નજીકના પર્વતીય વિસ્તારોમાં ગોળીઓના ઘા સાથે મળી આવ્યા હતા, બસ ક્વેટાથી તફ્તાન જઈ રહી હતી જ્યારે સશસ્ત્ર માણસોએ તેને રોકી અને મુસાફરોની ઓળખ કર્યા પછી નવ માણસોને પર્વતીય વિસ્તારોમાં લઈ ગયા.

એક અલગ ઘટનામાં એ જ હાઈવે પર એક કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યું કે નોશ્કી હાઈવે પર 11 લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને માફ કરવામાં આવશે નહીં અને ટૂંક સમયમાં તેનો શિકાર કરવામાં આવશે.

કોઈપણ પ્રતિબંધિત સંગઠને આ હત્યાઓની જવાબદારી સ્વીકારી નથી પરંતુ આ વર્ષે તાજેતરના અઠવાડિયામાં પ્રાંતમાં પ્રતિબંધિત સંગઠનો અને આતંકવાદીઓ દ્વારા આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે જેમાં સુરક્ષા દળો અને સ્થાપનોને પણ નિર્દયતાથી નિશાન બનાવવામાં આવ્યા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ઑસ્ટ્રેલિયાના મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ અને છરાબાજી, હુમલાખોર સહીત ૬ લોકોના મોત, અનેક ઘાયલ

Published

on

By

 

 

ઓસ્ટ્રેલિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડનીના એક શોપિંગ સેન્ટરમાં ગોળીબાર અને છરાબાજી બાદ આ 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. સિડની પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. હુમલા બાદ મોલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોલમાં ફસાયેલા હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે સમગ્ર મોલને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોરો હતા જેમાંથી એક માર્યો ગયો છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટર માં બની હતી. ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાના એક સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને ચપ્પા વડે હુમલો કરીને ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. અહેવાલો અનુસાર, મોલમાં ચાર લોકો પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સિડની પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોનો હેતુ સંભવતઃ દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. મોલ કેમ્પસમાં ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળોએ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં મોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની વિનંતી કરી છે. બનાવ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હુમલો ક્યાંથી થયો અને તેની માંગણી શું હતી.

Continue Reading

Trending