એક વર્ષમાં ખાતરનું વેંચાણ 118.75 લાખ મેટ્રીક ટન સુધી પહોંચ્યું, નેનો ખાતરની પણ 301 લાખ બોટલનું વેચાણ
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26 ભારતીય સહકારી આંદોલનના ઈતિહાસમાં એક સીચિહ્નરૂૂપ છે. 1967 માં માત્ર 57 સહકારી મંડળીઓથી શરૂૂ થયેલી, ઈફકો ની સફર 36,000 થી વધુ મંડળીઓ અને લાખો ખેડૂતોના વિશ્વાસ સુધી વિસ્તરી છે. વૈશ્વિક સ્તરે બીજા ક્રમની સૌથી મોટી સહકારી તરીકે પોતાને સ્થાપિત કરવી એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સહકારી શક્તિનો જીવંત પુરાવો છે. આ સુવર્ણ વર્ષમાં, ઈફકો એ રુ. 4,106 કરોડથી વધુનો સર્વકાલીન રેકોર્ડ નફો હાંસલ કર્યો. આ સિદ્ધિ ફક્ત આંકડાની વાર્તા નથી, પરંતુ ખેડૂતોની મહેનત, કર્મચારીઓના સમર્પણ અને સહકારના મૂલ્યોનો વિજયગાથા છે.
ઈફકો એ ઉત્પાદન અને વેચાણમાં પણ નવા રેકોર્ડ બનાવ્યા છે. દેશભરમાં 118,75 લાખ મેટ્રિક ટન ખાતરનું રેકોર્ડ વેચાણ અને 119.68 લાખ મેટ્રિક ટનનો પુરવઠો ખેડૂતોની જરૂૂરિયાતોને સંસ્થાની ટોચની પ્રાથમિકતાનો પુરાવો છે. યુરિયા અને DAP ના વધતા વેચાણથી કૃષિ ક્ષેત્રમાં ઈફકોની મુખ્ય ભૂમિકા વધુ મજબૂત બની છે.
નેનો ખાતરોની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, 2025-26 નાણાકીય વર્ષમાં 301 લાખ બોટલથી વધુ વેચાણ થયું છે. નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી, નેનો ઝિંક અને નેનો કોપર, ધરમૃત જેવા ઉત્પાદનો ખેડૂતો માટે વધુ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે.
ઈફકો તેના કર્મચારીઓના કલ્યાણ માટે પણ આટલું જ પ્રતિબદ્ધ છે. આ જ સંકલ્પમાં, ઈફકો ના ચેરમેન સંધાણી ના નેતૃત્વમાં, 1 નવેમ્બર, 2025 થી લાગુ પડતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે દર મહિને રૂૂ. 20,000ની લઘુત્તમ વેતન ગેરંટી લાગુ કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓને સીધો ફાયદો થયો છે, અને સંસ્થાએ આશરે રુ. 140 કરોડનો વધારાનો ખર્ચ કર્યો છે.આજે, ઈફકો ની ઉપરિર્થાત ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી. ઈફકો 40 થી વધુ દેશોમાં સેવાઓ અને ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે. બ્રાઝિલમાં નેનો ખાતર ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપિત ક2વા માટે પણ કામ ચાલી રહ્યું છે, જે ભારતીય નેનો ટેકનોલોજીને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપશે.
એક ખેડૂત અને સહકારી નેતા તરીકે, હું દ્રઢપણે માનું છું કે ખેડૂતોની સમૃદ્ધિ એ રાષ્ટ્રીય સમૃદ્ધિનો પાયો છે. આ ભાવનાથી પ્રેરિત, ઈફકો એ વૈશ્વિક પડકારો છતાં ખેડૂતોને ખાતરની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ દિશામાં વૈકલ્પિક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ અને સમયસર સ્ટોક મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.આ પ્રસંગે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય ખાતર મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો તેમના માર્ગદર્શન અને મદદ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

