Connect with us

સુરેન્દ્રનગર

દીકરાનું મોઢું જોવા આવ્યો છો તો કટકા કરી નાખીશ : પરિણીતાને સાસરિયાઓની ધમકી

Published

on

સુરેન્દ્રનગર શિવ આશિષ પાર્ક 80 ફૂટ રોડ પર માવતરે રહેતી ધારાબેન મુકેશભાઈ ડાભી (ઉ.વ.37)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપીતરીકે ગોંડલના ગોમટા ગામે રહેતા પતિ મુકેશ સોંડાભાઈ ડાભી, ગોપાલ ડાભી, દિલીપભાઈ ડાભી અને માયાબેન ડાભીના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના 2015માં ગોમટા ગામે રહેતા મુકેશ ડાભી સાથે લગ્ન થયા હતા. અને તેના દ્વારા સંતાનમાં પુત્ર તીર્થ (ઉ.વ.6)ની પ્રાપ્તી થઈ હતી.
લગ્ન બાદ 2022-23માં માથાકુટ વધી જતા ફરિયાદી યુવતિ તા. 11-1-23ના પુત્રને લઈને પિયર જતી રહી હતી. ત્યાર બાદ તા. 9-3-23ના પતિ પુત્રને પરિક્ષા આપવાના બહાને તેડી ગયો હતો.
બાદમાં કોર્ટે પુત્રનો કબજો પિતાને સોંપ્યો હતો અને માતા ધારાબેનને અઠવાડિયામાં બે વાર પુત્રને મળવા દેવા તેવો હુકમ કર્યો હતો.
કોર્ટના હુકમના આધારે તા. 4-11-2023ના ફરિયાદી યુવતિ તેના પિતા બળદેવભાઈ સાવલિયા અને બહેન જલ્પાબેન ધુધાડિયા ગોમટા ગામે પુત્ર તીર્થને મળવા માટે ગયા હતા. પરંતુ તીર્થને તાવ આવતો હોય બહાર લઈ જવાની ના પાડતા ઝઘડો થયો હતો.
જેના કારણે ઉશ્કેરાયેલા પતિ મુકેશ ડાભીએ પત્ની ધારાબેનનો હાથ મચકોડી નાખી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. અને પિતા બહેન વચ્ચે પડતા સાસરિયાઓએ તેમને તેમને મારમારી મોબાઈલ ફોન તોડી નાખી પુત્રને મળવા આવ્યા તો કટકા કરી નાખીશ તેવી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત

સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં વૃદ્ધા ઓપરેશન બાદ ભાનમાં નહીં આવતાં મોત: તબીબી બેદરકારીનો આરોપ

Published

on

By

થાનના જામવાડી ગામના વૃદ્ધાના મગજનું સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધા ભાનમાં આવ્યા ન હતા. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલ દ્વારા બેભાન હાલતમાં રજા આપી દેવાતા વૃદ્ધાને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાન તાલુકાના જામવાડી ગામે રહેતા મુક્તાબેન દેવજીભાઈ ઉઘરેજા નામના 72 વર્ષના વૃધ્ધાને બીમારી સબબ સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાના મગજનું ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને ડાયાબીટીસની બીમારી સબબ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ વૃદ્ધાના મગજની નસ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવાનું કહેતા પરિવારની મંજૂરીથી તા.23 ના રોજ વૃદ્ધાના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ વૃદ્ધા ભાનમાં નહીં આવતા તબીબોએ વૃદ્ધાને બેભાન હાલતમાં રજા આપી દીધી હતી. વૃદ્ધાને બેભાન હાલતમાં પરિવાર સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃધ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારોમાં ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક એ જાણે કોઈ રોગચાળો હોય તેમ ટપોટપ અને ચૂપચાપ લોકોના ભોગ લઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ દિવસમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હાલના દિવસોમાં રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઘણાં લોકો રાજ્યના વિવિધ ભાગોમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 3 લોકોએ આજે જીવ ગુમાવ્યા છે. જેમાં 56 વર્ષીય બહાદુર સિંહ નામના આધેડની તબિયત લથડયા બાદ બેહોશ થયા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવ્યો હોય અને મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ સિવાય સ્વામીનારાયણ મંદિરના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં માહિતી પ્રમાણે પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનુ જાહેર થયું હતું. આ સિવાય ડેરવાળા ગામમાં પણ એક અન્ય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અહીં 65 વર્ષીય વૃદ્ધ ધીરજ ભાઈને પણ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં લઈ જવાયાં પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આમ તહેવારના દિવસોમાં એક જ દિવસમાં 3 લોકોના મોત થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાયો હતો. લોકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ બધાની વચ્ચે એક વાત એ પણ નોંધવી ઘટે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ મહિનામાં હાર્ટ એટેક થી 20 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આમ સુરેન્દ્રનગર પંથકમાં હાર્ટએટેકનો ભય વધ્યો છે.

Continue Reading

Trending