Connect with us

ક્રાઇમ

દીકરાનું મોઢું જોવા આવ્યો છો તો કટકા કરી નાખીશ : પરિણીતાને સાસરિયાઓની ધમકી

Published

on

રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના ગોમટા ગામે કોર્ટના ઓર્ડર મુજબ પુત્રને મોઢુ જોવા અને મળવા આવેલી પરણીતા અને તેના પરિવારજનોને સાસરિયાએ મારમારી પુત્રને મળવા આવશો તો કટકા કરી નાખીશ તેવી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર શિવ આશિષ પાર્ક 80 ફૂટ રોડ પર માવતરે રહેતી ધારાબેન મુકેશભાઈ ડાભી (ઉ.વ.37)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપીતરીકે ગોંડલના ગોમટા ગામે રહેતા પતિ મુકેશ સોંડાભાઈ ડાભી, ગોપાલ ડાભી, દિલીપભાઈ ડાભી અને માયાબેન ડાભીના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના 2015માં ગોમટા ગામે રહેતા મુકેશ ડાભી સાથે લગ્ન થયા હતા. અને તેના દ્વારા સંતાનમાં પુત્ર તીર્થ (ઉ.વ.6)ની પ્રાપ્તી થઈ હતી.
લગ્ન બાદ 2022-23માં માથાકુટ વધી જતા ફરિયાદી યુવતિ તા. 11-1-23ના પુત્રને લઈને પિયર જતી રહી હતી. ત્યાર બાદ તા. 9-3-23ના પતિ પુત્રને પરિક્ષા આપવાના બહાને તેડી ગયો હતો.
બાદમાં કોર્ટે પુત્રનો કબજો પિતાને સોંપ્યો હતો અને માતા ધારાબેનને અઠવાડિયામાં બે વાર પુત્રને મળવા દેવા તેવો હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમના આધારે તા. 4-11-2023ના ફરિયાદી યુવતિ તેના પિતા બળદેવભાઈ સાવલિયા અને બહેન જલ્પાબેન ધુધાડિયા ગોમટા ગામે પુત્ર તીર્થને મળવા માટે ગયા હતા. પરંતુ તીર્થને તાવ આવતો હોય બહાર લઈ જવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા પતિ મુકેશ ડાભીએ પત્ની ધારાબેનનો હાથ મચકોડી નાખી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. અને પિતા બહેન વચ્ચે પડતા સાસરિયાઓએ તેમને તેમને મારમારી મોબાઈલ ફોન તોડી નાખી પુત્રને મળવા આવ્યા તો કટકા કરી નાખીશ તેવી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

અગાઉની ફરિયાદમાં હકુભાની ધરપકડ કરી હોત તો સગીરા પર દુષ્કર્મ ન થાત: ફોજદાર ભગોરા સસ્પેન્ડ

Published

on

By

સગીરાએ પોલીસ કમિશનર કચેરીએ ઝેરી દવા પીધા બાદ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી છતાં હકુભા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો અને સગીરાના ઘરે જઇ દુષ્કર્મની ધમકી પણ આપી

શહેરના ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખ્સ હકુભાએ વ્યાજખોરી અંગે થયેલી ફરિયાદમાં સમાધાન કરવાનું કહી એક સગીરા, તેણીના માસી, નાની બહેન અને માસીના દિકરા સહિતનાનું કારમાં અપહરણ કરી ભગવતીપરાના છેડે વાડીમાં લઈ જઈ સગીરા અને તેના માસીને મારકૂટ કરી બાદમાં હકુભાએ પોતાની પત્ની અને બાળાના માસીની હાજરીમાં જ આ બાળા પર બળાત્કાર ગુજારી ત્યાંથી ફરીવાર ભગવતીપરાના ડેલામાં ફરીથી બાળા પર બીજીવાર બળાત્કાર ગુજારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસમાં અપહરણ,દુષ્કર્મ,પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હકુભા અને તેમના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી.

આ બનાવના ઘેરા પડઘા પ્ર.નગર પોલીસ મથકમાં પડ્યા હતા.જેમાં અગાઉ તાં.18/10ના રોજ બાળકીની બહેને હકુભા આણી ટોળકીએ આંતક મચાવી પૈસાની ઉઘરાણી કરતા પોલીસ કમિશ્નર કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરાએ બાળકીના માતાની ફરિયાદ પરથી હકુભા ખિયાણી,તેનો પુત્ર મિરઝાદ,પુત્ર વધુ સોનીબેન એઝાઝ અને અલી વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં તપાસ પ્ર.નગર પોલીસના પીએસઆઈ કે.એસ.ભગોરા ચલાવી રહ્યા હતા.આ બનાવમાં હકુભાની ધરપકડ ન કરી જેથી હકુભા ઉપર પોલીસનો ખૌફ ના હોય તેમ પોતે ખુલ્લેઆમ વિસ્તારમાં ફરતો અને આ ફરિયાદ મામલે ફરિયાદીના ઘરે જઈ એક વાર આ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી પણ આપી હતી.આ ફરિયાદમાં પીએસઆઈ ભગોરાએ બેદરકારી દાખવી આરોપી હકુભાને ન પકડતા તેમને સગીરાને પરિવાર સાથે સમાધાનના બહાને લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું.આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આકરા પગલાં લઈ પીએસઆઈ ભગોરાને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જૂની ફરિયાદમાં એટ્રોસિટીનો કરાયો ઉમેરો
ગઈ.તા.19/11ના રોજ સગીરાની માતાની ફરિયાદ પરથી હકુભા આણી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પ્ર.નગર પીએસઆઈ કે.એસ.ભગોરાએ આજ સુધી કોઈ પણ આરોપીને પકડયા નહોતા.આ મામલે તપાસમાં બેદરકારી બદલ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.પોલીસના આધારભૂત સૂત્રોમાંથી જાણ્યા પ્રમાણે,જૂની ફરિયાદમાં એટ્રોસીટીની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

Continue Reading

ક્રાઇમ

‘તારી જીભ બહુ ચાલે છે’ કહી પાડોશીઓનો આધેડ ઉપર ધોકા વડે હુમલો

Published

on

By

શહેરની ભાગોળે આવેલા ગવરીદળ ગામે પ્લોટ બાબતે ચાલતી અદાવતમાં પાડોશી શખ્સોએ આધેડને મધરાત્રે જગાડી તારી જીભ બહુ ચાલે છે તેમ કહી હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાબેના ગવરીદળમાં રહેતા અને છુટક મજૂરી કરતાં મહિપતભાઇ સવજીભાઇ હાડા (ઉ.વ.55)ને રાતે બારેક વાગ્યે પડોશીએ જગાડી લાકડીથી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિપતભાઇના કહેવા મુજબ પોતે છુટક મજૂરી કરે છે. બાજુના પ્લોટ બાબતે માથાકુટ ચાલતી હોઇ તેની વાત કરવા માટે પોતે રાતે સુઇ ગયા હતાં છતાં પડોશી ચંદુભાઇ અને જયેશભાઇએ જગાડયા હતાં અને ફળીયામાં બોલાવી વાત કરી તારી જીભ હમણા બહુ ચાલે છે તેમ કહી ગાળો દઇ મારકુટ કરી હતી. પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Continue Reading

ક્રાઇમ

સીરપકાંડમાં વધુ એકની તબિયત લથડી, યોગેશ સિંધીની ફેક્ટરીમાંથી લોલંલોલ પકડાયું

Published

on

By

ખેડામાં વધુ એક યુવકની સિરપના કારણે તબિયત લથડી છે. મરીડાના કર્મવીર સોસાયટીમાં રહેતા હેમંત ચૌહાણ નામના યુવકને ગુસ્સામાં આવી નદીમાં પડેલી સિરપ પીધી હતી જે બાદ યુવકની તબિયત લથડતા 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તબીબે પોલીસને જાણ કરતા આ સિરપ ક્યાથી લાવ્યા તેવુ પુછતા હેમંતે કહ્યું કે હરિઓમ આશ્રમ શેઢી નદીમાંથી મળી હતી તે મે પીધી હતી.

આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસ કાફલો શેઢી નદીએ પહોંચ્યો હતો અને નદી સહિત ચારે બાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન તરતી સિરપની બોટલો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જો કે વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમા હજુ વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ કરશે.

ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની બોટલો મળી છે. આમળા અને એલોવેરા જ્યૂસનો જથ્થો મળી આવ્યો છે. જેના સેમ્પલ તપાસ માટે મોકલી યોગી ફાર્માનો પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો છે.

યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર પ્રશાસનના અધિકારીઓની રહેમનજર ભારે પડી છે. 2021થી ચાલતી ફેકટરીમાંથી અત્યાર સુધી કોઇ સેમ્પલ લેવાયુ ન હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે યોગી ફાર્મા, યોગી ડેરી એન્ડ બેવરેજીસ સાથે યોગી ટ્રેડિંગના નામે કુલ ત્રણ લાયસન્સ આપ્યા હતા. યોગ્ય સમયે તપાસ થઈ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.

યોગેશ સિંધી આ ફેક્ટરીમાં જ નશાકારક જીવલેણ સિરપ બનાવતો હોવાની આશંકા છે. ફેક્ટરી માલિક યોગેશ સિંધીને આલ્કોહોલના સ્ટોરેજ માટે મંજૂરી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી.

Continue Reading

Trending