Site icon Gujarat Mirror

ઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો

બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે. નાની મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન જવાના બદલે ગામના આગેવાનો ભેગા મળી ન્યાય કરજો. ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ના જતા સમાજ કુટુંબને ભેગા મળી કરી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ વચેટીયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે. નાની-મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી. શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ થાય.

તેમણે ઉમેર્યું હતું કે જો પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે અને જો ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે તો એ વસ્તુ અલગ છે. ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાની મોટી બબાલ થાય તો ઘરમાં પતાવી દેજો, સમાજ વાળા ન્યાય કરશે તેવો પોલીસવાળા નહીં કરે. ગેનીબેન ઠાકોરે સમાજને સમાજને સમાધાનકારી વલણ અપનાવવા ટકોર કરી હતી.

Exit mobile version