જુનાગઢ
ધડ અલગ કરવા હશે તો તલવારો ઓછી પડશે: જૈન મુનિ

જુનાગઢમાં દત્ત શિખર પર હુમલાનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં દિગંબર જૈન મુનિ પ્રણમય સાગરજીનો વીડિયો વાયરલ થયો છે. તેમજ મહેશગીરીના નિવેદન બાદ જૈન મુનિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જૈન મુનિએ જણાવ્યું છે કે ધડ અલગ કરવું હશે તો તલવારો ઓછી પડશે. અમને ડરાવો નહીં, કાયર ન સમજો. આ વીડિયો બાદ બળતામાં ધી હોમાયુ હોય તેવી સ્થિતિ છે.
જૈન મુનિ વીડિયોમાં કહેતા દેખાય છે કે, તમારા હાથે ધડ કપાવવા તૈયાર છીએ. આ વાત મહેશગિરી સુધી પહોંચાડી દેજો. અમને ડરાવવાની જરૂૂર નથી. અમને કાયર સમજવાની જરૂર નથી. તમે ધડ કાપવાનું જાણો છો તો અમે ધડ કપાવીને પણ તમને ક્ષમા કરવાનું જાણીએ છીએ. અમે તમારા હાથે ધડ કપાવવા માટે પણ તૈયાર છીએ અને તેમ છતાં અમે તમને ક્ષમા કરીશું. અમે તમને આશીર્વાદ આપશુ કે હે ભગવાન એમને નર્કમાં જતા અટકાવો. આ વાત મહેશગીરી સુધી પહોંચાડી દેજો જે પણ લોકો આ રાજનીતિ સાથે જોડાયેલા રાજનેતાઓ છે તેને આ વાત પહોંચાડી દેજો. ધર્મનો માહોલ સારો બનાવવા માગતા હો તો માત્ર રામ મંદિરની વાતો ન કરો. રામ મંદિર માત્ર બહારથી જ બને છે તેની પ્રતિષ્ઠા બહારથી જ ખાઈ રહી છે. પરંતુ અંતરથી જો રાવણની ભાવના છે તો એ ભારત માટે સારી નથી.
જુનાગઢમાં દત્ત શિખર પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગુરૂૂ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી હતી. ત્યારે સાધુ સંતોમાં રોષ ફેલાયો હતો. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કરી ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગુરુ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી છે.
સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો હતો. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ હતુ. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે. જુનાગઢના દત્ત શિખર ઉપર થયેલા હુમલાનો મામલે તેના ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે. જેમાં ભવનાથ પોલીસ શિખર ઉપર પહોંચી છે. આ માટે ફરિયાદ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં દત્ત શિખરની તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં દત્ત શિખરના પૂજારીની પણ મુલાકાત લેવામાં આવી અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે.
જુનાગઢ
જૂનાગઢમાં મંત્રી પરસોત્તમ સોલંકીના ઝડપાયેલા નકલી પીએ સામે વધુ એક ગુનો

જૂનાગઢ તાજેતરમાં સાબલપુર ચોકડી નજીક પોતાને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રીનો પીએ તરીકે ઓળખાવતો બોગસ શખ્સ ઝડપાયા બાદ તેની સામે એક પછી એક ફરિયાદ પ્રકાશમાં આવી રહી છે આ શખ્સ સામે વધુ એક ભોગ બંનનાર દ્વારા પ્રકાશમાં આવેલી ફરિયાદમાં જૂનાગઢ ખાતે રહેતા એક યુવકને સરકારી શિક્ષકની નોકરી અપાવવાના નામે તેની પાસેથી 4.75 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ના મધુરમ વિસ્તારમાં રહેતા નિરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના પિતા જ્યારે લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા ત્યારે નકલી પીએ રાજેશ જાદવ તેના પિતાને મળ્યો હતો પોતે જૂનાગઢ વાડલા ફાટક ગાર્ડન સિટીમાં રહે છે. રાજેશ જાદવે પોતાના નામ વાળું પરસોતમ સોલંકીના પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ વૈષ્ણવના પિતાને આપેલ હતું. સમય જતા નીરજ વૈષ્ણવના પિતાએ પોતાના દીકરા નીરજને સરકારી નોકરી માટે રાજેશ જાદવને વાત કરી હતી. ત્યારે રાજેશ જાદવે નીરજને સરકારી શિક્ષકમાં ગોઠવી આપવાની વાત કરતા નોકરી માટે રૂપિયા ખર્ચવા પડશે તેવું જણાવ્યું હતું અને બાદમાં આ નકલી પીએ રાજેશ જાદવે અલગ અલગ બેગ એકાઉન્ટ મારફતે અને રોકડ રૂપિયા એમ મળી કુલ 4,75, લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં આ નકલી પીએ રાજેશ જાદવે ઘણો સમય વીત્યા બાદ નીરજ વૈષ્ણવના પિતાએ નોકરી બાબતે પૂછતા તેમને કહ્યું હતું.કે હું ગાંધીનગરથી તમારી નોકરીનો હુકમ લઈને આવ્યો છું.એકાદ મહિનામાં સહી સિક્કા થયા બાદ આ ઓર્ડર તમને મળી જશે. અને ત્યારબાદ કેશોદમાં શિક્ષક તરીકેની નોકરીનો હુકમ નીરજ વૈષ્ણવને બતાવેલ પરંતુ સહી વિનાનો આ ઓર્ડર જોયા બાદ આ નકલી પીએની પોલ છતી થઈ હતી.જ્યારે હાલ આ સમગ્ર મામલે નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનેલા નીરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ શહેરની સી ડિવિઝન પોલીસ દ્વારા આ નકલી પીએ બાબતે વધુ તપાસ હાથ ધરી છે દ્વારા વધુ એક યુવાનને નોકરીની લાલચ આપી લાખો રૂૂપિયા પડાવવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. તાજેતરમ જૂનાગઢની સાબલપુર ચોકડી પાસેથી રાજેશ જાદવને એમ એલ એ ગુજરાત લખેલ કારમાંથી પોલીસે દબોચ્યો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ પોલીસને મળ્યા હતા જૂનાગઢમાં આ મામલે ગુનો પાસેથી રાજેશ જાદવ ન એમએલએ ગુજરાત લખેલા બોર્ડ સાથેની કારમાંથી પોલીસે ઝડપી લીધો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા હતા. જૂનાગઢમાં આ મામલે ગુનો નોંધાયા બાદ ગઈકાલે પણ ધોરાજીમાં લગ્નની લાલચ આપી એક યુવક સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આજે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. નકલી પીએ દ્વારા અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આગામી દિવસોમાં હજી વધુ ભોગ બનનાર સામે આવે તેવી શક્યતા ઓ પોલીસ સુત્રોમાં સેવાઈ રહી છે.
જુનાગઢ
એક વર્ષ સતત લોકોની વચ્ચે રહી જૂનાગઢમાં કરોડોના વિકાસકામો કરાવ્યા : કોરડિયા

ધારાસભાની ચૂંટણી જીત્યા પછી પ્રજા-મતદારોથી દૂર જવાને બદલે સતત પ્રજાના સંપર્કમાં રહેતા જૂનાગઢનાં ઉત્સાહી ધારાસભ્ય સંજયભાઇ કોટડીયા આજે ગુજરાત મિરર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. તેઓએ તંત્રી સંજયભાઇ પટેલ સમક્ષ અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લા માટે કરેલા અનેકવિધ વિકાસના કામો પર પ્રકાશ ફેંકી જિલ્લાને પ્રજાભિમુખ બનાવવાની તત્પરતા બતાવી હતી.
ચૂંટાયા પછી માત્ર એકજ વર્ષમાં ખાસ તો સાંપ્રત સમાજના જન માનસ પર અંકિત થયેલી માન્યતાને હટાવતા ધારાસભ્ય કોટડીયાએ જાણાવ્યુ હતું કે, વર્ષોથી પ્રજામાં એવી લોકમાન્યતાના ચાલી આવે છે કે એકવાર ચૂંટણીમાં જીતી ગયા પછી જે-તે-ઉમેદવાર-પાંચ-પાંચ વર્ષે સુધી પોતપોતાના મત વિસ્તારોમાં ડોકાતા નથી!
આવી લોક માન્યતાને ખોટી કરવી જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઇએ શહેરીજનો માટે પોતાના કાર્યાલય પર, દર શુક્રવારે સવારે 10 થી 1 એમ ત્રણ કલાક ફાળવે છે તેમજ જિલ્લાનાં 17 ગામડાઓમાં દર ત્રણ મહિને રામજીમંદિરે કે ગ્રામપંચાયતે ખાસ મુલાકાત ગોઠવી પ્રજાના પ્રશ્ર્નો જાણે છે અને મહતમ પ્રશ્ર્નો લ કરાવવા પ્રયત્નો કરે છે. પોતાની સતા દરમિયાન ધારાસભ્ય તરીકેની ફરજ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાથ ધેલા પૂર્ણ કરેલા અને આગામી ટૂંક દિવસોમાં પૂર્ણ થનારા કામ બાબતે ધારાસભ્ય કોટડીયાએ જણાવ્યું હતું કે, દેશ આઝદ થયો ત્યારથી ગીરનાર ઉપર અંબાજી માતાજીનાં મંદિર સુધીની વિજળીનો પ્રશ્ર્ન યાત્રાળુઓને સતાવતો હતો.
એક વખત ગિરનાર વિસ્તારમાં ગૂલ થયેલી વીજળી કલાકો પછી પૂર્વવત થાય ત્યાં સુધીમાં છવાયેલા રહેતા અંધારપટને તેઓએ કાયમી દૂર કરાવ્યા છે. આ માટે છે ક અંબાજી મંદિર સુધી રૂા.8 કરોડના ખર્ચે કેબલ પાથરી, 6 નવા વીજ ટ્રાન્સફોર્મર ઉભા કરી ગીરનાંમાં ચોવીસેય કલાક વીજળી ઝબૂકતી કરાઇ છે.
શહેરનાં મોટીબાગ વિસ્તારમાં વર્ષો જૂનો વીજળીની આવન જાવનની સમસ્યાનો પ્રશ્ર્ન હવે ટૂંક દિવસો માંજ ભૂતકાળ થઇ જશે. આ માટે નવું 66 કેવી સબસ્ટેશન ઊંભુ કરવા માટે રૂા.16 કરોડનું ટેન્ડટીંગ પ્રક્રિયા આટોપી દેવાઇ છે. વર્ક ઓર્ડર પણ આપી દેવાની કવાયત ચાલું જ છે.
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલના જર્જરીત બાંધકામને રૂા.4 કરોડના ખર્ચે હેરિટેજ સમુ રીનોવેશન કરાવી નવા વાઘા પહેરાવાયા છે. નરશી મહેતા યુનિવર્સિટીમાં રૂા.18 કરોડના ખર્ચે અઘતન લાયબ્રેરી ઊભી કરવાની ગતિવિધિઓ હવે અંતિમ ચરણોમાં હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.
17 ગામોમાં ડોર ટુ ડોર કચરો લેવા જતી ટીપરવાન : અનન્ય સેવા
ગુજરાત મિરર સાથેની ખાસ મુલાકાતમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના ચૂંટાયાના એક વર્ષમાં જ શરૂ કરેલી સેવાઓ, વિકાસના કામો બાબતે ઉમેર્યુ હતું કે, રાજકોટ-જૂનાગઢ વચ્ચે દર 30 મિનિટે બસ, માત્ર 13 રૂપિયામાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની બસ શરૂ કરાઈ છે. પોતાના મતક્ષેત્રના 17 ગામોમાં ઘરે ઘરે નળ કનેકશનથી નર્મદાના નીર પહોંચાડયા એ ઉપરાંત 17 ગામોમાં રોજ દિવસ દરમિયાન ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની ગુજરાતમાં એકમાત્ર તેઓની સેવા હાલમાં પણ શરૂ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય એક ગામથી બીજા ગામને જોડતા ગામડાઓનાં રોડ રસ્તાની હાલત સુધારવા પણ તેઓ જાગૃત હોવાનું જણાવ્યું હતું.
જુનાગઢ
કેશોદ પાલિકાનાં બહુમાળી બિલ્ડિંગમાં રિનોવેશનનાં બહાને થતાં દબાણ વિરુદ્ધ ફરિયાદ

કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં પાંચેક સ્થળોએ બહુમાળી બિલ્ડીંગ આવેલ છે જેમાં વાણિજ્ય હેતુ માટે દુકાનો ઓફિસો આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકત ભાડા કરારથી આપેલ છે ત્યારે તાજેતરમાં જુનાગઢ બહુમાળી બિલ્ડીંગ ઢસી પડતાં થયેલી જાનમાલની નુકસાની થતાં કેશોદ નગરપાલિકા સફાળી જાગી હતી અને શહેરમાં પચાસેક મિલ્કત ધારકોને નોટિસ આપી જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગનો ઈમલો ઉતારવા જાણ કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા હસ્તકની શરદચોક વિસ્તારમાં આવેલી બે બિલ્ડિંગોનાં ભાડુઆત કબજેદાર દ્વારા સ્વખર્ચે જુનું બાંધકામ દુર કરી નવું બાંધકામ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં આદેશ કર્યા વગર મૌખિક હયાત બાંધકામ મુજબ કરવા સહમતિ આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં ન આવતાં દલા તરવાડીની વાર્તા જેવી સ્થિતિ થતાં ભાડુઆત કબજેદાર દ્વારા લાગું પડતી ખુલ્લી જગ્યા ભેળવી મનફાવે તેમ દબાણ કરી લેતાં કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી આમ છતાં જવાબદાર સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલી જે આપવામાં આવી નથી જે બાબતે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી છે. ારાધોરણ મુજબ કાર્યવાહી કર્યા વગર ભેળવી લીધી છે અને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદ નગરપાલિકાને ઈરાદાપૂર્વક આર્થિક નુકસાન થયું હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં ભરવા ઉપલી કચેરીને ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગોમાં નગર પંચાયતના સમયમાં પોસ્ટ ઓફિસ, આર્યુવેદિક દવાખાનું ઉપરાંત શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ને જ્ઞાતિ મંડળોને પણ જગ્યાઓ ફાળવવામાં આવેલ હતી જે વર્તમાન સમયમાં ખાલી જગ્યાઓ પર બેઠાથાળે કબજો કરવા લાગતાં વળગતા ની નજરમાં છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર