અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ રહી છે
સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે અને અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર.પી. પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે.
નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે દેશભરમાંથી આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સુપ્રિમોએ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રુણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ વન ચાઇલ્ડનો એક નવો ટ્રેન ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો નનો ચાઇલ્ડથનો ટ્રન્ડ શરૂૂ કર્યો છે તે સામે લાલબત્તી ધરતા તેમને સભામાં ઉપરોક્ત ભલામણ કરી હતી.
સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે સામે સમાજ સંગઠીત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે તેવી ગંભીર ચેતવણી આપતા સમાજની યુવા પાંખને આ માટે તત્પર રહેવા આરપી પટેલે જણાવ્યું હતું.
ભુજ ખાતે 14 સપ્ટેમ્બરના ફાઉન્ડેશન દ્વારા યોજાના રક્ષા દીક્ષા મહોત્સવમાં કચ્છની 11000 દીકરીઓને કટાર આપવામાં આવનાર હોવાની માહિતી પણ તેમણે આપી હતી. કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથ અને સનાતન સંપ્રદાયના ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે આરપી પટલે જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નથી પણ સમગ્ર સનાતની સમાજની છે. મોટાભાગના પરિવારો જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે ત્યારે બાકી રહેતા પરિવારો પણ ચોક્કસ આવી જશે તેવોે વિશ્વાસ વ્યક્ત કરી આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા પ્રયાસોની વિગતો આપી હતી.

