Connect with us

ગુજરાત

રાજકોટ ભાજપના ઉમેદવાર બદલાય તો અન્ય અડધો ડઝન બેઠકો ઉપર મોરચા ખુલવાનો ભય, ભાજપ માટે મોટી મુંઝવણ

Published

on

  • ભાજપ હાઈકમાન્ડ માટે ‘હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય’ જેવી સ્થિતિ
  • સુરેન્દ્રનગરમાં ચુવાળિયા-તળપદા વિવાદ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સામેની નારાજગી ઉમેદવાર બદલવાના આંદોલનમાં ફેરવાઈ જવાની શંકા
  • અમરેલીમાં કાછડિયાને કાપી સુતરિયાને ઉતારવાનો અખતરો મારામારી સુધી પહોંચ્યો, ડેમેજ ક્ધટ્રોલ બાદ પણ આંતરિક અસંતોષ યથાવત
  • સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા તો ય ધિંગાણા જેવી સ્થિતિ જ્યારે વડોદરામાં નવા ઉમેદવાર હેમાંગ જોષી સામે પણ નારાજગી યથાવત
  • ભાજપના કોંગ્રેસી કરણથી કાર્યકરોમાં પ્રવર્તતી નારાજગી પણ ભારે પડી શકે, ડેમેજ ક્ધટ્રોલ માટે સમય પણ ઓછો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટમંત્રી પરસોતમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલી રૂપાલાને બદલવાની માંગણી ઉપર મક્કમ રહેતા ભાજપ હાઈકમાન્ડ માટે ‘હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ઉમેદવારો જાહેર કરી ગુજરાતની તમામ 26 બેઠકો પાંચલાખ કરતા વધુ મતની લીડથી જીતવાના ‘ખોખારા’ ખાતા ભાજપના મોવડીઓ અચાનક જ બેકફૂટ ઉપર ધકેલાઈ ગયા છે.

ક્ષત્રિય સમાજ સાથે વિવાદ, કોંગ્રેસના નેતાઓની આડેધડ ભારતીથી ભાજપના કાર્યકરોની આંતરીક નારાજગી અને હાલ જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની માંગણીઓના કારણે ભાજપે ગુજરાત માટે ગોઠવેલી ‘ડિઝાઈન’ બગડી રહી હોય તેવું જણાય છે. અચાનક જ બદલાયેલ રાજકીય સમિકરણો અને હાલની રાજકીય સ્થિતિના કારણે જો રાજકોટ બેઠકના ઉમેદવાર બદલાય તો અન્ય આઠેય બેઠકો ઉપર ભડકો થવાનો ભય છે ભાજપે વહેલા ઉમેદવારો જાહેર કરીને વહોરેલું જોખમ હવે નડી રહ્યું હોય તેવું જણાય છે. અગાઉ વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલી નાલેશી વહોરવી પડી છે. આમ છતાં ત્યાં મામલો હજૂ ઠર્યો નથી ત્યાં રાજકોટમાં ઉમેદવાર બદલાય તો જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા અને સાબરકાંઠા સહિતની બેઠકો ઉપર ઉમેદવાર બદલવાની માંગ વધુ ભડકે તેવો પણ પુરો ખતરો છે.

સેસન્સના નામે કાર્યકરો તાબડતોબ સાંભળી જેના નામની સેન્સ જ લેવાઈ કે દેવાઈ હોય નહીં તેવા ઉમેદવારો ઠોકી બેસાડતા ભાજપના કાર્યકરોમાં અનેક બેઠકો ઉપર ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. અને તેના કારણે જ ટકોરા મારીને ઉમેદવારો પસંદ કરાયા હોવા છતાં વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલાવવા પડ્યા છે. આ બન્ને બેઠકો ઉપર ઉમેદવારો બદલવામાં આવ્યા બાદ પણ અસંતોષની આગ હજુ પણ લબકારા મારી રહી છે એન સાબરકાંઠામાં તો પાટીલ તથા ખુદ મુખ્યમંત્રીએ ડેમેજ ક્ધટ્રોલ માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે.

જ્યારે વડોદરામાં પણ રંજનબેન ભટ્ટને બદલી જાહેર કરાયેલા નવા ઉમેદવાર હેમાંગ જોષી સામે પણ નારાજગી યથાવત છે.સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બેઠક ઉપર સાંસદ નારણ કાછડિયાને કાપી ભરતભાઈ સુતરિયાને ટીકીટ આપવાનો અખતરો પણ ભારે પડી રહ્યો છે. અને ઉમેદવાર બદલવાની માંગણી મારામારી સુધી પહોંચતા ભાજપ હાઈકમાન્ડે ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા હકુભાને તાબડતોબ ડેમેજ ક્ધટ્રોલ માટે દોડાવવા પડ્યા હતાં. જ્યારે સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી અને તળપદા કોળીનો વિવાદ પણ સતત વકરી રહ્યો છે. ચુંવાળિયા કોળીની બહુમતી વાળા વિસ્તારોમાં તળપદાકોળી સમાજના ચંદુભાઈ શિંહોરાને ટિકિટ આપી ભાજપે ચુંવાળિયા કોળી સમાજની નારાજગી વહોરી લીધી છે. અને આ બેઠકના ઉમેદવાર બદલવાની માંગ સાથે પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.
રાજકોટ બેઠકમાં રૂપાલા બદલાય નહીં તો સુરેન્દ્રનગર બેઠક ઉપર તેની વિપરીત અસર પડી શકે છે આ બેઠક ઉપર ચુંવાળિયા કોળઈ અને ક્ષત્રિય મતદારો ભાજપથી વિરુદ્ધ જાય તો પરિણામ પલ્ટાવી શકે તેવું જોખમ છે.

આ સિવાય જૂનાગઢ બેઠક ઉપર પણ ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને અનિચ્છાએ રિપીટ કરવામાં આવ્યાનું મનાય છે અને છેલ્લી યાદીમાં તેનું નામ જાહેર કરાયું હતું પરંતુ ત્યાં કોંગ્રેસમાંથી આવેલા નવા ભાજપ અને જૂના ભાજપનો કજીયો ચરમસીમાએ પહોંચતા ગઈકાલે જ ખુદ મુખ્યમંત્રીએ દોડી જવું પડ્યું હતું આમ છતાં મામલો ટાઢો પડ્યો નથી. અને મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં પણ પૂર્વ મંત્રી જવાહર ચાવડા તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ગેરહાજર રહ્યા હતાં. આ ઉપરાંત વેરાવળના ડો. અતુલ ચગના આપઘાત કેસમાં તેના પરિવારજનોને સમાધાન માટે મજબુર કરવામાં આવતા લોહાણા સમાજે પણ રાજેશ ચુડાસમાએ મોરચો ખોલી દીધો છે.

આ તમામ બેઠકો ઉપર સ્થિતિ જોતા રાજકોટના ઉમેદવાર બદલાય તો અન્ય ઘણી બેઠકો ઉપર ઉમેદવાર બદલવા ભાજપમાં જ આંદોલનો ઉભા થાય તેવા પૂરો ભય છે, અને તેના કારણે જ ઉમેદવારો જાહેર કર્યા ત્યારે ભારે કોન્ફીડન્સમાં દેખાતા ભાજપના પ્રદેશ નેતાઓ હાલ બેકફૂટ ઉપર દેખાઈ રહ્યા છે એ પ્રચાર સાથે સમાધાન માટે પણ દોડાદોડી કરી રહ્યા છે.

વલસાડમાં ઉમેદવાર નહિ બદલાય તો EVMમાં જવાબ આપવાની ધમકી
વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્રારા ધવલ પટેલનું નામ જાહેર કરતાની સાથે જ ધવલ પટેલનો વિરોધ સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો સોસિયલ મીડિયામાં એક બાદ એક 6 જેટલા લેટર બોમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ધવલ પટેલને બદલવાની માંગ સાથે ઊટખમાં જવાબ આપવામાં આવશે, એવા મેસેજ સાથે ધવલ પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વલસાડ બેઠક ઉપર ધવલ પટેલનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સી.જે. ચાવડા અને ધર્મેન્દ્રસિંહની ઉપાધિ વધી

ગુજરાતમાં રૂૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ સતત વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાઈ છે. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેના આ મામલાનો ઉકેલ નહીં આવે તો સૌથી મોટો ફટકો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અને હાલમાં પેટાચૂંટણી લડતા સી જે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પડી શકે છે. ક્ષત્રિયોના રોષનો ભોગ આ નેતાઓ બની શકે છે. ભાજપે ચાવડાને પક્ષપલટો કરાવી ભાજપમાં લઈ તો લીધા છે પણ ચાવડા માટે ક્ષત્રિયો ના વિરોધ વચ્ચે અહીંથી જીતવું અઘરું છે. ચાવડાએ ભાજપમાં જોડાતાં પહેલાં લીલીપેનનો કરાર કર્યો છે પણ ચાવડા જીતે નહીં તો એમની અહીંથી કારકીર્દી પૂરી થઈ જવાની સંભાવના છે. ચાવડા પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની લાઈનમાં આવી જશે. સીજે ચાવડાએ ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપૂત થવું ભારે પડી શકે છે. અહીં ક્ષત્રિયોના 11 ટકા મત છે. જો ક્ષત્રિયોએ સપોર્ટ ના કર્યો તો અહીંથી ચાવડા લીલાતોરણે ઘરભેગા થઈ શકે છે. સ્થાનિક લેવલે જ્ઞાતિવાદ પર ચૂંટણી લડાય છે અહીં ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપી છે. અહીં 37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ. 70 હજાર પાટીદારો અહીં એક થયા તો ચાવડાને નુક્સાન ભોગવવું પડી શકે એમ છે. કોંગ્રેસે અહીં કદાવર પાટીદાર નેતાને ટિકિટ આપી તો ચાવડાને અહીંથી જીત ભારે પડી શકે છે. જો ચાવડાના સપનાં પૂર્ણ ન થયાં તો હાર્દિક અને અલ્પેશની લાઈનમાં આવીને લીલીપેનનાં સપનાં જોવાની શરૂૂઆત કરવી પડશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending