Connect with us

ગુજરાત

ફૂડ વિભાગનું આઇસક્રીમ ચેકિંગ, 3 સ્થળેથી નમૂના લીધા

Published

on

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ઉનાળા દરમિયાન સૌથી વધુ વેચાતા આઇસ્કીમના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ત્રણ શંકાસ્પદ આઇસ્કીમના સેમ્પલ લીધા હતા. તેમજ 20 એકમોમાં ચેકીંગ દરમિયાન પાંચ ધંધાર્થીને લાયસન્સ અંગે નોટીસ આપી હતી.


ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતાં 02 એકમોની તપાસ કરવામાં આવેલ જેમાં 2 પેઢીમાંથી ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 03 નમૂનાલેવામાંઆવેલ. પાન મસાલા ફલેવર આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ., રોઝ પેટલ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ),મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ., રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- રાજમહલ આઇસ્ક્રીમ, મણીનગર-3, મહાદેવવાડી, મવડી પ્લોટ, રાજકોટ.


રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. તથા કુવાડવા વિસ્તારમાં આવેલ (01)જોકર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બજરંગ જ્યુશ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઢોસા પેલેસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સ્વાદ રસથાળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)લક્ઝરી પાન ફળા; કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (06)સોરઠિયા રેસ્ટોરેન્ટ (07)કૈલાશ ભેળ (08)ન્યુ બજરંગ કોલ્ડ્રિંક્સ (09)શ્રી ચામુંડા સ્વીટ (10)ડાયમંડ શીંગ (11)શક્તિ પરોઠા હાઉસ (12)પટેલ વિહાર રેસ્ટોરેન્ટ (13)કનૈયા ગુજરાતી રેસ્ટોરેન્ટ (14)અંબિકા રેસ્ટોરેન્ટ (15)પ્રિન્સ આઇસ્ક્રીમ ફળા; કુલ્ફી (16)જલારામ રેસ્ટોરેન્ટ (17)ખોડિયાર ફરસાણ (18)મહાલક્ષ્મી ડેરી ફાર્મ (19)જ.જ. ફૂડ મોલ (20)શિવશક્તિ રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ હતી.

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

By

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

Continue Reading

ગુજરાત

એક દી’માં 18.70 કરોડની વિક્રમી વેરા વસૂલાત

Published

on

By

દોઢ માસમાં 2.57 લાખ કરદાતાઓએ રૂા.181 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.24/05/2024ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.08/04/2024થી તા.24/05/2024 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.


આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે.


જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે. હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજરનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણ ઘટનામાં રાજકોટના સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપીટલના બ્રાંચ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ જીહિત પાર્કમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર પ્રવિણભાઈ સેદાણીના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.39) પોતાના ઘરે હતાં ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતાં સેદાણી પરિવાર અને પત્રકારો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપભાઈ સેદાણીના પિતા રાજકોટના ‘જય હિન્દ’ ન્યુઝ પેપરમાં સિનિયર ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. મૃતક સંદીપભાઈ સેદાણી બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending