Site icon Gujarat Mirror

ICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

xr:d:DAFS8ZX784U:2,j:42121004388,t:22112509

 

ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને યુએઈની ધરતી પર થવાનું છે. ભારતની બધી મેચ UAEની ધરતી પર રમાશે. જ્યારે પાકિસ્તાનમાં આગામી ટુર્નામેન્ટની મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાશે.

ICC એ શિખર ધવનને ટુર્નામેન્ટના ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ધવન ઉપરાંત પાકિસ્તાનના સરફરાઝ અહેમદ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પણ આ જ જવાબદારી સોંપવામાં આવી છે. આ ચાર ખેલાડીઓ ટુર્નામેન્ટ દરમિયાન ટુર્નામેન્ટ વિશે કોલમ લખશે અને મેચોમાં પણ હાજર રહેશે.

ICC દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં શિખર ધવને કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ બનવું એ એક ખાસ અનુભૂતિ છે અને આગામી ટુર્નામેન્ટનો આનંદ માણવો એ એક મહાન સન્માનની વાત છે. આ એક ખાસ ટુર્નામેન્ટ છે અને મારી ઘણી યાદો તેની સાથે જોડાયેલી છે. ધવને બે વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો અને બંને વખતે ગોલ્ડન બેટ (ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવતો એવોર્ડ) જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બે વાર ગોલ્ડન બેટ જીતનાર શિખર ધવન વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

આ ઓપનિંગ બેટ્સમેન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ 701 રન બનાવ્યા છે. 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પાંચ મેચમાં 363 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે જ ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Exit mobile version