Connect with us

ગુજરાત

અઢારેય વરણના અધિકારો-બંધારણની રક્ષા કરવા આવ્યો છું: ધાનાણી

Published

on

  • કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શરૂ કર્યો પ્રચાર, પ્રથમ સંમલેન યોજાયું
  • ‘ગાંધી છાપ’ વગર રાજ્ય કે કેન્દ્રની સરકારમાં કામો થતા નથી, ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ને જંગી બહુમતીથી જીત અપાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્ય કરો દ્વારા રાજકોટના વિરાણી હાઈસ્કૂલ સામે નાગર બોર્ડિંગ ખાતે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ જણાવ્યું હતું આગામી સાતમી તારીખે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો એક ને નેક બની રાજકોટ લોકસભા ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વધુમાં વધુ મતો મળે એ માટે સતત આજથી જ પ્રયત્નશીલ બનીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા છેલ્લા દશક વર્ષોમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને નારી સુરક્ષાની વાતો પોકળ હોવાની વાત કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર અજીતભાઈ લોખીલે કેન્દ્ર અને રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યે વિકાસની ગ્રાન્ટો આપવામાં થતી ડાડાઈને પગલે ગુજરાતનો વિકાસ રૂૂંધાયો છે અને દેશભરમાં ભ્રષ્ટાચાર વધ્યો છે ત્યારે આપણે સૌ તન, મન, ધન થી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા પાછી પાની નહીં કરીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જાણીતા ન્યુરો સર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ રામનવમી નિમિત્તે યોજાયેલા મહાસંમેલનમાં જય શ્રીરામના નારા સાથે ભાજપને ભગાડવામાં ખોટા શાસકોને પોતાનું અસલી સ્થાન ક્યાં છે તે બતાવી દેવા અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપુતે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રરોને સાતમી તારીખ સુધી પોતાના કામ ધંધા મૂકી ચાર પાંચ કલાક ચૂંટણીના તમામ કામમાં બુથવાઈસ લાગી જવા અપીલ કરી હતી.

લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જણાવ્યું હતું કે રાજકોટના રણ મેદાનમાં યુદ્ધનો પ્રારંભ કરવા આવ્યો છું અહંકારીને પોતાનું સ્થાન ક્યાં છે તે બતાવવા આવ્યો છું વિચારધારાની લડાઈ લડવા આવ્યો છું આ લડાઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેનું નથી પરંતુ અઢારે વર્ણના અધિકારો અને બંધારણના રક્ષણ માટેની લડાઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રાણ પૂર્યા છે બંધારણ થકી મળેલા સામાન્ય અને ગરીબ માણસોના અધિકારો આપવામાં આજના શાસકો ઉણા ઉતર્યા છે. સામાન્ય લોકોના કામો આજના શાસનમાં ટલ્લે ચડે છે. ‘ગાંધીછા’ વગર કેન્દ્ર કે રાજ્યમાં કોઈ કામો થતા નથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ક્ષત્રિય બહેન બેટીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનો મને ભારોભાર રંજ અને રોષ છે. ભાજપે સર્વાંગી વિકાસની વ્યાખ્યા રોડ, રસ્તા, ગટર, ગંદકી પુલ, પાણી સુધી જ સીમિત કરી દીધી છે. જન જનનો માનસિક, શારીરિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ થાય તેને સર્વાંગી વિકાસ કહેવાય ભાજપ પર ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા એ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું

કાર્યક્રમનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા કર્યું હતું. આભાર વિધિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ રાજદીપસિંહ જાડેજા (ક્ષત્રિય ગિરાસદાર સેના) એ કરેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી તેમાં અતુલ રાજાણી, દિનેશભાઈ જોશી, શૈલેષભાઈ કપુરીયા, જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, ડો. હેમાંગ વસાવડા, અજીતભાઈ લોખિલ, ગાયત્રીબા વાઘેલા, હિતેશભાઈ વોરા, સુરેશભાઈ બથવાર, કોમલબેન ભારાઈ, શિવલાલભાઈ બારસીયા, એડવોકેટ ઈન્દુભા રાઓલ , તેજસ ગાજીપરા, દિપ્તીબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, રહીમભાઈ સોરા, યુનુસભાઇ જુણેજા, નીદતભાઇ બારોટ, શીતલબેન ગોહેલ, રાજલબેન ગઢવી, નૈમીશભાઈ પાટડીયા, દિલીપસિંહ વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, સંજય સિંહ વાઘેલા, એડવોકેટ જયંતીભાઈ ગાંગાણી, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, પરેશભાઈ શિંગાળા, ડી પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, વિજય સિંહ જાડેજા, અશોકસિહ વાઘેલા, નરેન્દ્ર સોલંકી, પ્રવીણભાઈ સોરાણી, આદિત્યસિંહ ગોહિલ, મનસુખભાઈ કાલરીયા, ધરમભાઈ કાંબલીયા, નરેશભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, જીતુભાઈ ઠાકર, જય કાળીયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાલે ધાનાણી ફોર્મ ભરશે, વિશ્ર્વાસભાનું પણ આયોજન
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ તા.19ના રોજ દિનેશભાઈ જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આવતીકાલે બપોરના 12-39 મિનિટે પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે તે પહેલા વિજય વિશ્વાસ સંમેલન ભરવામાં આવશે અને ફોર્મ ભરતા પૂર્વે રાજકોટમાં જંગી સભા ભરવામાં આવશે આ સભાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર સભાને સંબોધન કરશે જે પગલે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે. આ સભાને ક્ષત્રિય સમાજ એ ટેકો જાહેર કરેલ છે.19 એપ્રિલ 2024, રેસકોર્સ ખાતે, બહુમાળી ભવન ચોક, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દરેકે સવારે 10:00 કલાકે ઉપસ્થિત રહેવા રાજાણી અને જોશીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

By

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

Continue Reading

ગુજરાત

એક દી’માં 18.70 કરોડની વિક્રમી વેરા વસૂલાત

Published

on

By

દોઢ માસમાં 2.57 લાખ કરદાતાઓએ રૂા.181 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.24/05/2024ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.08/04/2024થી તા.24/05/2024 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.


આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે.


જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે. હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજરનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણ ઘટનામાં રાજકોટના સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપીટલના બ્રાંચ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ જીહિત પાર્કમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર પ્રવિણભાઈ સેદાણીના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.39) પોતાના ઘરે હતાં ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતાં સેદાણી પરિવાર અને પત્રકારો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપભાઈ સેદાણીના પિતા રાજકોટના ‘જય હિન્દ’ ન્યુઝ પેપરમાં સિનિયર ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. મૃતક સંદીપભાઈ સેદાણી બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending