વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત જામનગર આવ્યા હતા. જ્યાં ઙખ મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી. વનતારામાં 2000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા અને નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરી રહ્યા છે. ઙખ મોદીએ વનતારા ખાતેની વિવિધ સુવિધાને નિહાળી હતી. આ દરમિયાન વનતારામાં સારવાર લઈ રહેલા ત્રણ હાથીઓની હાલત જોઈને ખુદ વડાપ્રધાનનું હ્રદય દ્રવી ઉઠ્યું હતુ.
ઙખ મોદીએ વનતારાની મુલાકાત લીધી, ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ અને સ્નો લેપર્ડ જેવા ખતરનાક પ્રાણીઓ સાથે સમય વીતાવ્યો, જુઓ તસવીરો ઙખ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ 3 હાથીઓની સ્થિતિ વર્ણવીને લોકોને પ્રાણીઓ પ્રત્યે દયા દાખવવાની અપીલ કરી હતી.
વડાપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અહીં મેં એસિડ એટેકનો ભોગ બનેલા એક હાથીને જોયો, જેની અહીં ખૂબ જ સારી રીતે સારવાર કરવામાં આવી રહી હતી. જ્યાં બીજો પણ હાથી હતો, જેને તેના મહાવત દ્વારા જ અંધ બનાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક હાથીને પુરપાટ દોડતી ટ્રકે ટક્કર મારી દીધી હતી. એવામાં એક સવાલ ચોક્કસ થાય કે, લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે થઈ શકે? ચાલો આપણે પ્રાણીઓ પ્રત્યે દયા દાખવીએ. આ સાથે જ વડાપ્રધાન મોદીએ વનતારામાં હાથીઓને જકુઝીની મજા માણતા નિહળ્યા હતા. આ હાઈડ્રોથેરાપી પૂલ્સમાં આર્થરાઈટિસ તથા પગની બીજી તકલીફોથી પીડાતા હાથીઓને ઝડપથી રિકવરીમાં મદદ મળે છે અને તેમનું હલન-ચલન સુધરે છે. અહીં તેમણે હાથીઓની હોસ્પિટલની કામગીરીને પણ નિહાળી હતી, જે આખી દુનિયામાં આવી સૌથી મોટી હોસ્પિટલ છે.