Virgo (કન્યા)

તમારા મનની વાત તમારા હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી ઘણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમાં થોડું સજાગ રહેવું જેથી ક્યાંય ગેરસમજ ના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપર જ રહેલી છે.