Scorpio (વૃશ્ચિક)

તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સંભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડાક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરો તો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય. બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.