Libra (તુલા)

આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સંભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છોે અને તમારા કામ ની સારી નોંધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, કોઈ જૂની વાત કે કામ ક્યાંય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છો તો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ગણતરી પૂર્વક વર્તવું યોગ્ય છે.