Cancer (કર્ક)

આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાંય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યાએ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

Cancer (કર્ક)

તમારી નજીકની વ્યક્તિ જેવી કે ઘરની પાસે રહેતી હોય કે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાત કે જાણકારીની વાત અચાનક સાંભળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘર કે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારુ માર્ગદર્શન પણ મળી શકે છે અને તેમાં પણ જો તમારી પસંદગીનું પાત્ર તમારા ઘર કે વ્યવસાય સ્થળની નજીક હોય તો આ બાબત વધુ ફળીભૂત થઇ શકે છે, બજારના કામકાજ સારી વાત બની શકે છે.