Aquarius (કુંભ)

નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશ થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેના વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવ તો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.