Connect with us

જુનાગઢ

કેશોદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલનો ઐતિહાસિક વિજય

Published

on

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં અઢાર ડીરેકટરોની વરણી કરવા માટે નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ જુનાગઢ દ્વારા તારીખ 3/10/2023 ધી સામાન્ય ચૂંટણી 2023 ની વહીવટી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી જેમાં વેપારી વિભાગમાં રાજુભાઈ કીકાણી, બંટીભાઈ ચોવટીયા, હરસુખભાઈ રાજાણી અને દિલીપભાઈ કારીયા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને સહકારી ખરીદ – વેચાણ મંડળી વિભાગના પુંજાભાઈ બોદર અને મહેશભાઈ કરંગીયા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા ત્યારે ખેડુત વિભાગ માં દશ બેઠક માટે બાર ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવતાં તારીખ 13/10/2023 નાં રોજ મતદાન થયું હતું જેનાં પરિણામ જાહેર કરવામાં આવતાં ડાંગર હમીરભાઈ કાળાભાઈ,પીઠીયા પરબતભાઈ માલદેભાઈ,બોરીચા ભરતભાઈ રામભાઈ,ભલાણી દિલીપભાઈ રવજીભાઈ, રાઠોડ ભરતભાઈ મેરુભાઈ,લાડાણી રતિલાલ ખીમજીભાઈ,વિરડા અરવિંદભાઈ રામભાઈ,વેગડ અજીતસિંહ બાઘુભાઈ,સિહાર અશ્ર્વિનભાઈ કાળાભાઈ,હડીયા હમીરભાઈ હરદાસભાઈ વિજેતા જાહેર થયા હતાં. કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજયી બન્યાં હોય ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સહકારી ક્ષેત્રનાં હોદેદારો પદાધિકારીઓ કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી વિજેતા ઉમેદવારો ને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કેશોદ શહેર તાલુકામાં સીંગદાણા નાં ઘઉં નાં કારખાનાં ઉપરાંત ઓઈલ મીલ આવેલ હોય આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પેદા થતી ખેતપેદાશો ની ખરીદી ટેકાના ભાવે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સતાધારી પક્ષ દ્વારા બહુમતી મેળવી છે અને આવનારાં દિવસોમાં એપીએમસી કેશોદના વર્ષ 2023-24 નાં પદાધિકારીઓ ની વરણી કરવામાં આવશે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારે શાકભાજીની હરરાજી કરવામાં આવે છે ત્યારે કેશોદ નજીક પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ ન હોવાથી ખેડૂતો, વેપારીઓ, ફેરિયાઓ રોગ સાઈડમાં આવજા કરતા હોય છે જેનાં કારણે છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે અને નિદોર્ષ વાહનચાલકો જીવ ગુમાવે છે અગાઉ કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સર્વિસ રોડ બનાવવા માંગ કરી હતી અને ફરીથી વેપારીઓ ખેડૂતો એ સતાધારી પક્ષ પ્રેરિત ઉમેદવારો ને વિજયી બનાવ્યાં છે ત્યારે સર્વિસ રોડને પ્રાથમિકતા આપી બનાવવામાં આવે એવી ખેડૂતો વેપારીઓ ની લાગણીને માંગણી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુનાગઢ

લીલિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાત

Published

on

અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે ત્યારે જિલ્લાના લીલીયા તાલુકાના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ,નાના લીલીયામાં રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા નામના 22 વર્ષના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયુ હતું.યુવકના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમના મૃતદેહને અહીંની હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમ કરાયું હતું.આ બનાવ અંગે લીલીયા પોલીસે તપાસ આગળ ધપાવી છે.યુવક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.યુવક છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

જુનાગઢ

સૌરાષ્ટ્રમાં ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો જૂનાગઢનો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

Published

on

સૌરાષ્ટ્રભરમાં રીઢા ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો નામચીન ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલા (ઉ.વ.32, રહે. નવી ચોબારી, જિ. જૂનાગઢ, હાલ રસુલપરા શેરી નં.2, કોઠારીયા સોલ્વન્ટ, હીરાબેનના મકાનમાં ભાડેથી) બે પિસ્તોલ સાથે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે ઢોલરા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. રૂૂ.40 હજારની બે બંદૂક કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા મુજબ, તાજેતરમાં પોપટપરાનો કુખ્યાત આરોપી ભરત કુગશીયા હથિયાર સાથે તેની વાડીમાંથી ઝડપાયો હતો.તેની પૂછપરછમાં આ ફિરોઝ ઉર્ફે લાલાનું નામ ખુલ્યું હતું.તેની શોધખોળમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ઢોલરા ચોકડી પાસેથી નીકળવાનો છે.ત્યાં વોચ ગોઠવી તેને દબોચી લેવાયો હતો.લાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,લાલો વર્ષ 2016માં જૂનાગઢના પત્રકાર કિશોર નાનાલાલ દવેની હત્યામાં સંડોવાયેલો હોય,પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.તે છ વર્ષ સુધી જેલમાં રહ્યો ત્યાં ઉત્તરપ્રદેશના રીઢા ગુનેગાર રાજુ ભૈયા સાથે મુલાકાત થઈ હતી.
જેલમાંથી છૂટ્યા બાદ તેના થકી તે હથિયારના ગેરકાયદે ધંધામાં સંડોવાયો અને સૌરાષ્ટ્ર ભરમાં પોતાના હથિયાર સપ્લાયની ચેઇન બનાવી નાના મોટા રીઢા ગુનેગારોને હથિયાર વેચતો હતો.
પોતે આ પિસ્તોલ વેચવા ગ્રાહકની શોધમાં રાજકોટ બાજુ આવ્યો હતો અને પાકી બાતમી મળતા જ પકડી લેવાયો હતો.અત્યાર સુધીમાં કેટલા હથિયાર વેચ્યા? એ મુદ્દે તેના રિમાન્ડ તજવીજ હાથ ધરી છે.તેની સામે હત્યા ઉપરાંત આર્મ્સ એક્ટ,ખંડણી, મારામારી,ધમકી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ છે.આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ તથા એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી તથા હેડ.કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી દ્વારા કરવામાં આવી હતી.

Continue Reading

Uncategorized

ગુટકા ખાવાની આદત ભારે પડી: યુવક ચાલુ બસમાંથી પટકાયો

Published

on

કેશોદના અજાળ ગામે રહેતા યુવકને ગુટકા ખાવાની આદત ભારે પડી હોય તેમ ધોરાજીથી રાજકોટ આવતી વખતે યુવાન ગુટકા ખાવા ટ્રાવેલ્સ બસના દરવાજે ઉભો રહ્યો હતો તે દરમિયાન ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના અજાળ ગામે રહેતા ભાવેશ દામોદરભાઈ કનેરિયા નામનો 42 વર્ષનો યુવાન ગુરુકૃપા ટ્રાવેલ્સમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ કનેરિયા પોતે ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવિંગ કામ કરે છે અને ધોરાજીથી રાજકોટ આવતો હતો ત્યારે ગુટકા ખાવા ભાવેશ કનેરિયા દરવાજા પાસે ઉભો રહ્યો હતો તે દરમિયાન ચાલુ બસમાંથી નીચે પડી જતા ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending