Site icon Gujarat Mirror

‘હર ઘર નળ’ યોજનામાં ભારે ‘લીકેજ’, યુપીમાં 26 એન્જિનિયરોને સજા, 12 સસ્પેન્ડ

નબળી કામગીરી- હલકુ મટિરિયલ ધાબડી દેવાયું, 12 જિલ્લામાં પોલંપોલ છતી થઇ

ઉત્તર પ્રદેશ સરકારે જલ જીવન મિશન અંતર્ગત ‘હર ઘર નળ’ યોજનામાં બેદરકારી, નિમ્ન કક્ષાનું કામ અને અધૂરા પ્રોજેક્ટ્સના કારણે 12 જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુલ 26 ઇજનેરોને સજા કરવામાં આવી છે, જેમાં 12 ઇજનેરોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લાઓમાં જૌનપુર, ગાઝીપુર, બિજનૌર, આઝમગઢ, બરેલી, લખીમપુર ખેરી, ચંદૌલી, ઔરૈયા, હાથરસ, બરાબંકી અને કુશીનગર સામેલ છે. આ સિવાય 4 ઇજનેરો સામે વિભાગીય તપાસ શરૂૂ કરવામાં આવી છે, 3ને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે અને 7ને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

કાર્યવાહીનું મુખ્ય કારણ છે પાઈપલાઈન નાખ્યા પછી રસ્તાઓનું સમારકામ ન કરવું, કામ અધૂરું છોડી દેવું, ફરિયાદોને અવગણવી અને કાગળો પર કામ પૂર્ણ બતાવીને બિલ મંજૂર કરાવવાની બેદરકારી. આ યોજનાના અમલમાં આવેલી ફરિયાદો અને મહોબાના ચરખારીમાં જનવરીમાં થયેલા વિવાદ પછી આ સખત પગલાં લેવામાં આવ્યા છે.

ગ્રામીણ પીવાના પાણી પુરવઠા વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે મિશન મોડમાં ચાલતી આ યોજનામાં કોઈ પણ સ્તરે બેદરકારી સહન કરવામાં નહીં આવે. જરૂૂર પડે વધુ સખત કાર્યવાહી જેમ કે બરતરફી પણ કરવામાં આવશે. આ કાર્યવાહીને યોજનાના અમલમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

Exit mobile version