Connect with us

ગુજરાત

રાજ્યમાં હાર્ટ એટેકનો હાહાકાર! નવરાત્રીના તહેવાર વચ્ચે છેલ્લાં 24 કલાકમાં હાર્ટ ઍટેકથી 2ના મોત, પાટણમાં વ્યક્તિને ન્હાતા-ન્હાતા આવ્યો એટેક

Published

on

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, લગ્નમાં નાચતી વખતે હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ ઍટેક ને કારણે બે વ્યક્તિના મોત થયાં હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત થયું તો પ્રાંતિજમાં પણ એક યુવકનું હૃદય રોગથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

નવલી નવરાત્રીમાં પાટણમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી થયું હોવાનું સામે આવ્યું છે. પાટણમાં 56 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મોત થયું છે. રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળને અચાનક હાર્ટ ઍટેક આવતા તેમનુંમોત નીપજ્યું હતું. તેમના મોતથી પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાયો.

ગુજરાત

મુંદ્રામાં એક લાખની લાંચ લેતા કસ્ટમ્સના ત્રણ અધિકારી ઝડપાયા

Published

on

By

મુંદ્રામાં કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા 2 કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ સહિત 3 આરોપીઓ વિદેશથી આવેલા ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કંન્ટેનરને પોર્ટમાંથી પાસ કરવાની અવજીમાં 1 લાખની લાંચ લેતાં અઈઇના છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના 1 વેપારીએ વિદેશથી આવેલી હેન્ડબેગનો જથ્થો દરિયાઈ માર્ગે ક્ધટેનરમાં આવ્યો હતો. આ ક્ધટેનરને અટકાવી પોર્ટમાંથી ક્ધટેનર પાસ કરવાની અવેજીમાં કસ્ટમ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ શૈલેષ મનસુખ ગંગદેવ અર્ને પ્રિવેન્ટિવ વિભાગના સુપ્રિટેન્ડન્ટ આલોક લક્ષ્મીકાન્ત દુબે અને વચેટિયાની ભુમિકા ભજવનાર રમેશ ગોપાલ ગઢવીએ ફરિયાદી વેપારી પાસેથી લાંચ પેટે રૂૂપિયા એક લાખની માગણી કરી હતી.
વેપારીએ આ અંગે ભુજ એસીબીને ફરિયાદ આપતાં એસીબી પીઆઈ એલ. એસ. ચૌધરીએ તરત નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં મુંદરા પોર્ટ ખાતે સોમવારે છટકું ગોઠવ્યું હતું. આ પછી વિદેશથી આવેલા ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કંન્ટેનરને પોર્ટમાંથી પાસ કરવાની અવજીમાં 1 લાખની લાંચ લેતાં અઈઇના છટકામાં રંગે હાથે ઝડપ્યા હતા.

Continue Reading

ગુજરાત

OMG: ગુજરાતમાં 3 વર્ષમાં 25,478 લોકોનો આપઘાત

Published

on

By

  • ધારાસભાની પ્રશ્ર્નોતરીમાં ચોંકાવનારી વિગતો સામે આવી

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. મહિલાઓમાં પારિવારિક કારણોને કારણે આપઘાતના બનાવો વધ્યાં તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યાં. ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યાં છે. આ આંકડાઓમાં વિદ્યાર્થીઓ કયા કારણોસર આપઘાત કર્યાં છે તેની પણ માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો ખુલાસો કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2020-21 માં 8,307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22 માં 8,614 લોકોએ આપઘાત કર્યો હતો. આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી, જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકોએ આપઘાત કર્યો હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે, તો હત્યા, લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ સિવાય માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને આપઘાત કાર્યો હોવાની વિગતો સામે આવી છે. અતારાંકિત પ્રશ્નોત્તરીમાં વિગતો જાહેર કરાઇ છે.

વર્ષ 2020-21 માં 8 હજાર 307 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત
વર્ષ 2021-22 માં 8 હજાર 614 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત
વર્ષ 2022-23 માં 8 હજાર 557 વ્યક્તિઓએ કર્યો આપઘાત

કયાં શહેરમાં કેટલા આપઘાત ?
અમદાવાદ 3280
સુરત 2862
રાજકોટ 1287

Continue Reading

ગુજરાત

રાજકોટના ટોચના બિલ્ડર ગ્રૂપના 30 સ્થળે આઇ.ટી.ના દરોડા

Published

on

By

  • ઓરબીટ ગ્રૂપવાળા લાડાણી એસોસિએટ્સના તમામ ભાગીદારોના નિવાસસ્થાનો, ઓફિસો સહિતના સ્થળોએ 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

ગુજરાતમાં ચાલુ વર્ષે બિલ્ડરો ઉપર ઇન્કમટેકસ વિભાગની સતત તવાઇ ચાલુ જ રહી હોય તેમ અમદાવાદ- સુરતના બિલ્ડરો બાદ આજે ઇન્કમટેકસ વિભાગે રાજકોટમાં ટોચના બિલ્ડર ગૃપ ઉપર તવાઇ ઉતારી છે અને આજે રાજકોટમાં બેરીંગ તથા બિલ્ડીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓરબીટ ગૃપ અને તેની સાથે જોડાયેલા લોકોના કુલ 30 જેટલા સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. ઇન્કમટેકસ વિભાગની આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો ઝડપાવાની શકયતા દર્શાવાઇ રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી ઓરબીટ બેરીંગ ગૃપ તથા અગ્રણી બિલ્ડર દિલીપ લાડાણીની ભાગીદારીવાળા અને તેની સાથે જોડાયેલા તમામ ભાગીદારોના ઓફિસો, નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.

મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

બિલ્ડરના કર્મચારીઓના નિવાસે પણ તપાસ હાથ ધરાઇ
રાજકોટનાં બિલ્ડર ગૃપ લાડાણી એસોસીએટસના ભાગીદારોને ત્યાં સવારથી ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડયા છે સાથો સાથ આ બિલ્ડર ગૃપને ત્યાં નોકરી કરતા કર્મચારીઓના નિવાસસ્થાનો ઉપર પણ ઇન્કમટેકસ વિભાગે તપાસો હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બિલ્ડરો પોતાના બે નંબરના વ્યવહારો કર્મચારીઓના નિવાસ સ્થાનોમાં રાખતા હોવાની શંકાથી કેટલાક કર્મચારીઓના નિવાસે પણ સવારમાં ઇન્કમટેકસના અધિકારીઓ પહોંચ્યા હતા અને હિસાબી સાહિત્ય તેમજ લેપટોપ જપ્ત કરી લીધા હતા. સાથો સાથ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી તેમને પણ ઓફિસે બેસાડી દેવામાં આવ્યા છે.

કોને ત્યાં તપાસ
દિલીપભાઇ લાડાણી
ઉત્સવ દિલીપભાઇ લાડાણી
રાજ વિનેશભાઇ પટેલ
વિનેશ બાબુલાલ પટેલ
વિપુલ બાબુલાલ પટેલ
દાનુભા જાડેજા

Continue Reading

Trending