Connect with us

Sports

વર્લ્ડ કપમાં શ્રીલંકાની હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત

Published

on

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચો હવે ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સોમવારે વિશ્વ કપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમનો 5 વિકેટે વિજય થયો હતો. આ વર્લ્ડ કપમાં 3 મેચમાં કાંગારુ ટીમની આ પ્રથમ જીત છે. જ્યારે આ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમની હારની આ હેટ્રિક છે. ટીમે હજુ સુધી જીતનું ખાતું ખોલ્યું નથી. આ મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાની ટીમને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂૂ ટીમે 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશે સૌથી વધુ 58 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય મિશેલ માર્શે પણ તોફાની ફિફ્ટી ફટકારી હતી અને 52 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 40 રનની ઇનિંગ રમી હતી અને ગ્લેન મેક્સવેલે 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ઝડપી બોલર દિલશાન મદુશંકાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સ્પિનર ડ્યુનિથ વેલાલાગેને 1 સફળતા મળી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રન જ બનાવી શકી હતી. ટીમની શરૂૂઆત જબરદસ્ત રહી હતી. કુસલ પરેરા અને પથુમ નિસાન્કાએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તોડી હતી. કમિન્સે નિસાન્કાને ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નિસાન્કાએ 67 બોલમાં 61 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. આ પછી કમિન્સે બીજા ઓપનર કુસલ પરેરાને પણ બોલ્ડ કર્યો હતો. પરેરાએ 82 બોલમાં 12 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. પરેરાના આઉટ થયા બાદ શ્રીલંકાની ગતિ બગડી અને આખી ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી. ગ્લેન મેક્સવેલ પણ સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યો. જો જોવામાં આવે તો શ્રીલંકાએ છેલ્લી નવ વિકેટ 52 રનમાં ગુમાવી દીધી હતી.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બંનેની શરૂૂઆત ખરાબ રહી હતી અને તેઓ પોતાની શરૂૂઆતની બંને મેચ હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયાને ભારત (6 વિકેટ) અને દક્ષિણ આફ્રિકા (134 રન) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ટીમે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. બીજી તરફ શ્રીલંકાને દક્ષિણ આફ્રિકા (102 રન) અને પાકિસ્તાન (6 વિકેટ)થી હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ટીમે હારની હેટ્રિક પણ ફટકારી છે. કુસલ મેન્ડિસે આ મેચમાં શ્રીલંકન ટીમનું નેતૃત્વ કર્યું હતું, કારણ કે દાસુન શનાકા ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

ખેલ મહાકુંભમાં 66 લાખ રજિસ્ટ્રેશન, નેશનલ ગેમ્સમાં ફક્ત 8 ગોલ્ડ

Published

on

2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ ખેલ મહાકુંભ રમતોત્સવને બહોળો પ્રતિભાવ મળ્યો છે. ગુજરાતના યુવાઓ માટે રમત ગમતના ક્ષેત્રમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કારકીર્દી બનાવવાની ઉજવી તકો પ્રાપ્ત થઇ છે અને હજારોની સંખ્યામાં યુવાનો રમત ગમતને કારકીર્દીનુ માધ્યમ બનાવવા માટે સ્વપ્નો સેવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલ નેેશનલ ગેમ્સમાં ગુજરાતનું કંગાળ પરિણામ સરકારી પોલીસીની અરસકારકતા અંગે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે.
ગોવામાં 26 ઓકટોબર 2023 થી 9 નવેમ્બર 2023 દરમિયાન યોજાયેલ. 37માં રાષ્ટ્રીય રમત મહોત્સ્વમાં ગુજરાતને ફાળે માંડ 31 મેડલ મળ્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 2 સીલ્વર મેડલ અને 21 કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે. 31 મેડલ સાથે ગુજરાતને 20 રાજયો અને સર્વિસ કેટેગરીમાંથી છેક 17મો ક્રમાંક મળ્યો છે.
આ વર્ષે ખેલ મહાકુંભમાં 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જેમાં 41 લાખથી વધુ પુરૂષો અને 25 લાખથી વધુ સ્ત્રીઓ છે. આટલી બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન થાય છે અને ખેલાડીઓની પ્રતિભાઓ બહાર લાવીને રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરવા માટે બનેલી પોલીસીમાં સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી, ખેલમંત્રી સહીતનાઓ ઉણા ઉતરી રહ્યા હોવાનું જણાઇ આવે છે.
ગયા વર્ષે 36માં નેશનલ ગેમ્સનું યજમાનીનું સ્થળ ગુજરાત જ હતું. જેમાં ગુજરાતનું પ્રદર્શન ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું છે. ગુજરાતના રમતવિરોના ભાગે 13 ગોલ્ડ, 15 સિલ્વર, 21 બ્રોન્જ મેડલ સાથે 49 મેડલ મળ્યા હતા. પંતુ આ વર્ષે ફકત 31 મેડલ મળતા ગુજરાતના સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2017માં ગુજરાત ખેલ મહાકુંભ મોડેલ પરથી ભારતભરમાં કુશળ રમતવિરો તૈયાર કરવા ખેલો ઇન્ડીયા કાર્યક્રમ પણ લોન્ચ કરાયો છે. જેના અંતર્ગત સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રમત ગમત માટે વૈશ્વીક તકો પુરી પાડવામાં આવે છે પરંતુ ગુજરાતના નેશનલ ગેમ્સમાં કથળી ગયેલા પ્રદર્શને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા પ્રિ-કોચિંગ માટે માંડ 1.95 કરોડની ફાળવણી

ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતુ કરવા માટે આ વખતે 337 રમતવિરો ગોવાના મેદાનમાં ઉતર્યા હતા. આ ખેલાડીઓને પ્રિ-કોચીંગ આપવા માટે નેશનલ લેવલના કોચ જોઇએ જે સઘન ટ્રેનીંગ દ્વારા ખેલાડીઓને તૈયાર કરે છે તેના માટે સરકારના બજેટમાં માંડ 1.95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે સવાલ એ થાય કે ખેલ મહાકુંભના કરોડોના બજેટ સામે જયારે ગુજરાતનું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિનિધીત્વ કરતા ખેલાડીઓને તૈયાર કરવામાં સાવ ઓછા બજેટની ફાળવણી કરવામાં આવે છે.

Continue Reading

india

ICCએ પુરુષ અને મહિલા ઝ-20 વર્લ્ડ કપ માટે જાહેર કર્યો નવો લોગો

Published

on

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ આવતા વર્ષના પુરૂૂષ અને મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપ માટે નવો લોગો જાહેર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જોકે તેની તારીખો અને શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. હવે કદાચ ઈંઈઈ એ ઝ20 વર્લ્ડ કપનો નવો લોગો જાહેર કરીને પુરૂષ અને મહિલા ક્રિકેટની આ બે મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ICC અનુસાર, નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ઝડપથી બદલાતી ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોમાં આવતા વર્ષે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા યજમાન રાષ્ટ્ર દ્વારા પ્રેરિત ટેક્સચર અને પેટર્ન દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તે ઝ20 ક્રિકેટમાં સતત ઊર્જાને પણ પ્રતિબિંબિત કરે છે. ઈંઈઈ એ વધુમાં કહ્યું, લોગો બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ઝ20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છે.

Continue Reading

india

રોજર બિન્ની વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીના અધ્યક્ષ નિયુક્ત

Published

on

દેશમાં મહિલા ક્રિકેટ લીગના વિકાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ગુરુવારે વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. આઠ સભ્યો ધરાવતી કમિટીના અધ્યક્ષ પદે બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને નિયુક્ત કરાયા છે. જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તેમના ક્ધવીનર રહેશે.
ડબલ્યુપીએલ કમિટીમાં આઈપીએલરના ચેરપર્સન અરુણ ધુમલ, બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલાર, બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સાઈકિયા, મધુમતિ લેલે અને પ્રભતેજ ભાટિયાનો સમાવેશ થાય છે.
આ કમિટી હિસ્સેદારો, ખેલાડીઓ અને દર્શકો સાથે સહયોગ દ્વારા ડબલ્યુપીએલ માટે સ્પર્ધાત્મક વાતાવરણ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ડબલ્યુપીએલ 2024 માટે ખેલાડીઓનું ઓક્શન યોજાશે. હરાજી દરમિયાન જ ડબલ્યુપીએલની બીજી સિઝનનો તારીખ અને સ્થળ સહિતનો વિસ્તૃત કાર્યક્રમ પણ નક્કી કરી તેની જાહેરાત થવાની શક્યતા છે.

Continue Reading

Trending