Site icon Gujarat Mirror

કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત

રાબેતા મુજબ મામલતદાર અને ગ્રામ પંચાયતના લોકભાગીદારીથી લોકમેળો યોજાવા નિર્ણય

કાલાવડ તાલુકાના વોડિસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રામદેવપીર મંદિરના સાનિધ્ય માં યોજાતા લોકમેળા માટે મામલતદાર કાલાવડ અને વિડિસાંગ ગામના લોકો વચ્ચેના વિવાદ નો અંત આવ્યો.

કાલાવડ તાલુકાના વોડિસાંગ (દેવપુર – રણુજા) ગામે રામદેવપીરના સાનિધ્ય આગામી ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસનો યોજાતો ધાર્મિક લોક મેળો યોજવાના વિવાદનું સુખદ સમાધાન થયું છે. કાલાવડ તાલુકા મામલતદાર, વિડિસાંગ ગામના તલાટી મંત્રી અને ગામ ના સરપંચ અને ઉપસરપંચ ની ઉપસ્થિતિ માં ટેન્ડર પ્રક્રિયા બાબતે સુખદ સમાધાન થયું અને વર્ષો જૂની પરંપરા જાળવી રાખવા મામલતદાર અને ગ્રામ પંચાયતની લોક ભાગીદારીથી લોક મેળો યોજવાનો નિર્ણય લેતા રાબેતા મુજબ રણુજા ખાતે આગામી દિવસોમાં ત્રિદિવસીય લોક મેળો યોજાશે. તેમજ અગાઉ કાલાવડ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અને મેળો કરવા માટે જણાવેલ તે મુજબ ગ્રામ પંચાયત કામગીરી કરવા પણ સહમતિ આપેલ હોય જેથી આ વાતનું સુખદ અંત આવેલ જેથી ગ્રામ જનોમાં અને તાલુકાના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version