Site icon Gujarat Mirror

ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે

ગિરનાર ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છતાં સાધુ-સંતોનું ભેદી મૌન

પૈસા આપ્યાનો પત્ર સરકારી રેકર્ડમાંથી જ મળ્યાનો મહેશગીરીબાપુનો દાવો

ગીરીશ કોટેચા કોઇ શંકરાચાર્ય છે? તેના કારણે જ ગિરનારનો વિકાસ અટક્યાનો આરોપ

જુનાગઢ ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ અને ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી વચ્ચે ચાલી રહેલો ગાદી વિવાદ સતત વકરી રહ્યો છે. આ મામલે બંને મહંત દ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ત્યારે, ગઇકાલે મહેશગીરી બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં હરિગીરી બાપુ અને પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને આડે હાથ લીધા હતા. મહેશગીરી બાપુએ મુચકુંદ ગુફાનાં મંહતનાં નિવેદનનો પણ મીઠી ભાષામાં જવાબ આપ્યો હતો.


ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ભવનાથનાં મહંત હરિગીરી જેલમાં જવા માટે તૈયાર રહે. સાથે પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને આડે હાથ લેતા કહ્યું કે, સંતોના વિવાદમાં ગિરીશ કોટેચા કોણ ? તૂં કાંઈ શંકરાચાર્ય છે ? અમને આશીર્વાદ આપે છે ? આ સાથે તેમણે ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો આરોપ પણ લગાવ્યો હતો.


મહેશગીરી બાપુએ એકવાર ફરી હરિગીરી બાપુ પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 4 ઓકટોબર, 2021 નો આ પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઈલમાં છે. હવે, ફાંસી ચડો કે સન્યાસ છોડો જે કરવું હોય એ નિર્ણય કરો. પત્ર સાચો છે. મહેશગીરી બાપુએઆગળ કહ્યું કે, હરિગીરી બાપુ ગુનો કબૂલી લો તો સજા ઓછી થશે. તેમણે કહ્યું કે, રાજુગીરી, અમરગીરી અને કૌશિકગીરી બાપુએ કોર્ટમાં લડત લડી પણ કોઈ ફેંસલો નહિ આવ્યો. સત્ય બહાર આવવું ખૂબ જરૂૂરી છે.


મહેશગીરી દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, અગાઉ જે લેટર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હરિ ગીરી દ્વારા કરોડો રૂૂપિયાનો વહીવટ રાજકીય પાર્ટી ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને સાધુ સંતોને સાથે કરવામાં આવ્યો હતો. તે લેટર મહંત રાજુગીરી અને કૌશિકગીરી દ્વારા હરીગીરી વિશેની જે માહિતી કલેકટરમાંથી માંગવામાં આવી હતી. તેમાંથી મેળવ્યો હતો. આ લેટરમાં ખરી નકલ અને સિક્કો હોવાનું પણ સામે આવ્યું છે.


મહેશગીરીએ જણાવ્યું કે, આ પત્ર વિશેની જો વાત કરું તો રાજુગીરીજી મહારાજ અને કૌશિકગીરી મહારાજ દ્વારા ભવનાથને લઇ ન્યાયની માગણી કરવામાં આવી હતી. કારણ કે તેમના ગુરુની સમાધિ તે ક્ષેત્રમાં છે. પરંતુ તેમને ન્યાય ન મળતા બેસી ગયા હતા. પરંતુ ફરી ગીરી મહારાજની હજુ તપાસ શરૂૂ છે અને જો તપાસ પૂર્ણ તપાસ થઈ તો સૌથી મોટો કાંડ હરીગીરી મહારાજના નામથી ખુલે તેમ છે.મહેશગીરીએ જણાવ્યું કે, ન્યાય ન મળતા રાજુગીરી મહારાજ દ્વારા સરકાર પાસે ભવનાથ મંદિરના કાગળો માગવામાં આવ્યા હતા. રાજુગીરી મહારાજ દ્વારા આરટીઆઈ મારફત ફી ચૂકવી ભવનાથને લગતા કાગળોની માહિતી માંગવામાં આવ્યા હતી.

અને ત્યારબાદ 500થી વધુ કાગળો સરકારી કચેરી દ્વારા રાજુગીરી મહારાજને આપવામાં આવ્યા હતા. આ કાગળ કચેરી તરફથી ક્યારે આપવામાં આવ્યા છે તેની તારીખ પણ લખવામાં આવી છે. ત્યારે સરકારી માહિતી માંગતા કરોડો રૂૂપિયાના વહીવટ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કાગળ મેળવવામાં આવ્યો છે. આ કાગળ અને માહિતી 4/10/2021 માં સરકારી કચેરી તરફથી આપવામાં આવ્યો છે અને ત્યારે મારે અને હરિગીરી વચ્ચે કોઈ વિવાદ પણ ન હતો. આ કાગળ મેં તો નહીં જ રાખ્યા હોય અને સરકાર જાતે તો આવા કાગળ ન રાખે. ત્યારે ભવનાથ પર હરીગીરી કબજો કરવા માંગતા હતા માટે જ ભવનાથના જે કંઈ પણ કાગળ હરીગીરી દ્વારા જમા કરવામાં આવ્યા હતા.

નિષ્પક્ષ તપાસની ખાતરી મળતા ભવનાથ પર કબજા કૂચ માકૂફ
થોડા દિવસો પહેલા પંચદશ નામ જુના અખાડાના લેટરપેડ પર હરિગિરિએ કરોડો રૂૂપિયાના વહીવટ કરાયાનો ઉલ્લેખ કરતો પત્ર મહેશગીરી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈ આ પત્ર સરકારી કચેરીમાંથી રાજુગીરી અને કૌશિક ગીરી દ્વારા માહિતી માંગવામાં આવી છે અને સરકાર દ્વારા ખરી નકલ સાથે આ પત્ર આપવામાં આવ્યો હોવાનો ખુલાસો મહેશગિરિએ કર્યો છે. તો બીજી તરફ આ વિવાદ મામલે સરકાર વતી ધારાસભ્ય અને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ મહેશગીરીને મળ્યા હતા. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વિવાદ બાબતે નિષ્પક્ષ તપાસ થશે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. જેને લઈ આગામી 1 તારીખે મહેશગીરી દ્વારા ભવનાથ પર કબજો કરવાનો કાર્યક્રમને પણ સ્થગિત રાખવામાં આવ્યો છે.

Exit mobile version