પ્રજાસત્તાક દિવસની 77મી વર્ષગાંઠે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર દેશભરના લોકોના દિલ જીતી લીધા છે. માર્ગદર્શક મંત્ર સ્વદેશી, સ્વાવલંબન અને સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ થીમ આધારિત આ ટેબ્લોએ ખુૠજ્ઞદ પોર્ટલ પર થયેલા લોકમતદાનમાં પ્રથમ સ્થાન મેળવીને પોપ્યુલર ચોઈસ એવોર્ડ જીત્યો છે. આ સાથે જ ગુજરાતે સતત ચોથી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાના નામે કર્યો છે. ગુજરાતના ટેબ્લોને કુલ 43 ટકા વોટ મળ્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જીતને ગુજરાતની જનતાની એકતા અને ઉત્સાહનું પરિણામ ગણાવ્યું છે. તેમણે ડ (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, ગુજરાતના ટેબ્લોને લોકોના પ્રેમ અને વોટથી સતત ચોથી વખત પોપ્યુલર ચોઈસ એવોર્ડ મળ્યો છે. આ જીત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શો અને વંદે માતરમ્ના મંત્રને સમર્પિત છે.
આ વર્ષે ગુજરાતના ટેબ્લોમાં મહાત્મા ગાંધીજીના ચરખા, સ્વદેશી આંદોલનના યોગદાનકર્તાઓ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનની ઝાંખીઓને રંગબેરંગી રીતે રજૂ કરવામાં આવી હતી. ટેબ્લો પર મલ્ટીલિંગ્વલ વંદે માતરમ્ લખાણો અને નૃત્ય-સંગીતના પ્રદર્શનોએ દર્શકોને મોહિત કર્યા હતા.
આ ટેબ્લો ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને આજના વિકાસના સંદેશને સુંદર રીતે ઉજાગર કરતો હતો. રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ પણ આ જીતની ઉજવણી કરી છે. સૂત્રો અનુસાર, આ એવોર્ડ માટે લોકો દ્વારા ભારે માત્રામાં વોટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતીઓનો ઉત્સાહ સ્પષ્ટ દેખાયો હતો.
આ જીત ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, એકતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક બની રહી છે. રાજ્ય સરકારે આ ટેબ્લોની તૈયારીમાં સંકળાયેલા તમામ કલાકારો, કારીગરો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.

