SGVP ગુરુકુલમાં 2800 કિલો ફળોનો ફલકુટોત્સવ

અમેરિકાના જ્યોર્જીયામાં સવાનાહ ખાતે યોજાયો ફલકુટોત્સવ અને પાટોત્સવ

સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવ્દ્યિા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહ ખાતે વિશાલ સરોવર સહિત 51 એકરમાં વિસ્તાર પામેલ છે.
ગત વરસે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં
ભગવાન સ્વામિનાારાયણ, બાજુમાં લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, અંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, ભકત ભોજલરામ અને જલારામબાપા વગેરે સનાતન ધર્મની તમામ ધારાઓનો સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરુપોની અઢાર મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
18 મૂર્તિઓનો વાર્ષિક પાટોત્સવવિધિ અધિક
માસની કમલા એકાદશીના દિવસે વહેલી સવારેશાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચેસ્વાસ્થ્ય સુરક્ષાનાનિર્દેશોનું પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સજાળવીઓન લાઇન પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલ વૈદિક મંત્રગાન સાથે વેદાંતસ્વરુપદાસજી અને
કૃષ્ણજીવનદાસજી સ્વામી એ ઠાકોરજીનો, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી દેવોને અભિષેક કર્યો હતો.પાટોત્સવ પ્રસંગે ખાસ ફલકુટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સનાતન મંદિરમાં 70 ડ18 ફુટ સ્ટેજમાં સનાતન ધર્મની 18 મૂર્તિઓ સમક્ષ 1100 કિલો સફરજન, 500 કિલો મોસંબી, 500કિલો અનાનસ, 500 કિલો કેળાં,100 કિલો દ્રાક્ષ, 100 કિલો તરબૂચ તેમજ કિવી, ચેરી, સ્ટોબેરી વગેરે મળી 2800 કિલો ફળો ધરાવી પાટોત્સવ ઉજવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ