જવાહર નવોદય વિદ્યાલયની ધો.6માં પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર

11 ઓગસ્ટ પરીક્ષાની તારીખ પુન:નિર્ધારિત કરાઈ

જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રાના આચાર્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સત્ર 2021-22 માટે તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-6 માં પ્રવેશ માટે નજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2021થ ની તારીખ 11-08-2021 પુન:નિર્ધારિત કરવામાં આવેલ છે.
જે અન્વયે જિલ્લાનાતમામ નોંધાયેલ ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે, પ્રવેશ પરીક્ષાની પુન:નિર્ધારિત તારીખ સાથેનું પ્રવેશપત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરવું અને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર રજુ
કરવું. ઉમેદવારે પ્રવેશપત્રમાં જણાવેલ કોવિડ પ્રોટોકોલ સંબંધિત તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય રહેશે, તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ