મંજૂરી મળે કે ન મળે જગન્નાથજીની યાત્રા નિકળશે જ – મહંતનું નિવેદન

રાજકોટ: દર વર્ષે અષાઢી બીજ ના દિવસે જગન્નાથજી ની યાત્રા ધામ ધૂમ થી નીકળતી હોઈ છે ત્યારે અત્યારે કોરોના ની મહામારી હોવાથી વધારે લોકો ને ભેગા ન થવાનો સરકાર નો નિયમ છે ત્યારે જગન્નાથજી યાત્રાની તૈયારીઓ શરૂ થવા લાગી છે અને તેના મહંત ત્યાગી મોહનદાસ ગુરુશ્રી રામકિશોરદાસે નિવેદન કર્યું છે કે, મંજૂરી મળે કે ન મળે જગન્નાથજીની યાત્રા નિકળશે જ એમનું એવું પણ કહેવું છેકે, " અમારી પરંપરા, અમારા નિયમોને અમે તોડી ન શકીએ,સરકાર જે નિયમ કહેશે એમનું પાલન કરીશું અને લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરીશું. પરંતુ યાત્રા બંધ નહીં રહે. "


હવે આ યાત્રા વિશે સૌ કોઈ જાણે છે કે આ યાત્રા ખુબ જ ધૂમ ધામ થી નીકળતી હોઈ છે ત્યારે તેમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જરાય થાય એવું લાગતું નથી.

રિલેટેડ ન્યૂઝ