યાર દિલદારાઁને સંગ થઈ જાય, જિંદગી જ લહેરાતી પતંગ થઈ જાય

રાજકોટમાં પતંગ રસિયાઓ મેદાનમાં, પતંગ-દોરા, ચિક્કી-શેરડી-જીંજરાની છેલ્લી ઘડીની ધૂમ ખરીદી

કાલે આખુ શહેર ઉમટશે ધાબાઓ ઉપર, પતંગોત્સવ પર્વ માણી લેવા
પતંગબાજોમાં થનગનાટ, બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓ પણ
ખુશખુશાલ, 2021ના પ્રથમ તહેવાર સાથે નવી આશાઓનો ઉદય

હિંદુઓના મોટા તહેવારોમાં એક અને પતંગપર્વ તરીકે પ્રચલિત મકરસંક્રાંતિ પર્વની આવતીકાલે ઉજવણી થનાર છે તે પૂર્વે પતંગ રસિયાઓ આજથી જ સજ્જ બન્યા છે. રાજકોટની બજારોમાં આજે સવારથી જ પતંગ-દોરા ઉપરાંત ચિકી, શેરડી, જીંજરા સહિતની ચિજ વસ્તુઓની જબરી ઘરાકી જોવા મળી હતી.
લોકોમાંથી
કોરોનાનો ડર લગભગ ઉડી ગયો છે અને હવે લોકો કોરોનાને ભુલી ગયા હોય તેમ બજારોમાં ઉત્સાહભેર ખરીદી માટે નીકળી પડ્યા છે.
2020ના વર્ષમાં જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારોની ઉજવણીમાં
કોરોના વિલન બન્યો હતો પરંતુ 2021ના વર્ષના પ્રથમ તહેવારમાં સરકારે નિયંત્રણો હળવા કર્યા હોવાથી લોકો પતંગપર્વ માણવા આતુર છે.
ચાલુ વર્ષે પતંગ-દોરા-ચીકી અને ઉંધિયાના ભાવમાં 20 ટકા જેવો વધારો થયો
છે પરંતુ લોકો મંદી - મોંઘવારી - કોરોનાને ભુલી પતંગોત્સવ મનાવવા મશગુલ બન્યા છે.
ઉત્તરાયણને લઈ લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.
લોકો ધાબા પર પતંગ ચગાવવાની સાથે ઉંધિયા અને જલેબીની પણ મઝા
માણતા હોય છે. પરતું આ વખતે જલેબીમાં કિલો પર 20થી 30 રુપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેથી લોકોમાં નિરાશા જોવા મળી છે.
ઉત્તરાયણને લઈ હાલ લોકો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે બજારોમાં નીકળી
પડ્યા છે.
સવારથી આકાશમાં પતંગ ચગાવવાની સાથે લપેટ લપેટની બુમો પણ સાંભણવા મળતી હોય છે. પરતું આ વર્ષની ઉત્તરાયણ કંઈ અલગ જોવા મળશે. કેમ કે કોરોના મહામારીના કારણે સરકારે પોત પોતાના ધાબા પર
પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવવા માટેની સૂચના આપી છે.
પોલીસ દ્વારા ડ્રોન વડે નજર પણ રાખવામાં આવશે.
ગુજરાતીઓ ઉત્તરાયણના દિવસે ઉંધિયુ અને જલેબીની મઝા પણ માણતા હોય છે, જો કે આ વર્ષે કોરોનાને
કારણે દશેરા-દિવાળી તેમજ અન્ય પર્વ પર ધરાકી પર અસર થઇ હતી ત્યારે ઉંધિયા-જલેબીની ઘરાકી અગાઉ જેવી રહેશે કે કેમ તે બાબત મહત્વની રહેશે.
મકરસક્રાંતિની ઘરાકીને લઇને વેપારીઓ આશાવાદી છે. તેઓનુકહેવુ છે કે કોરોનાના કેસમા મોટાપાયે ધટાડો થયો છે. વેક્સીન પણ આવી ગઇ છે.
ગુજરાતીઓ ખાવાના શોખીન છે ત્યારે ધરાકીમા બહુ ફેર નહી પડે.
જો કે છેલ્લા કેટલાક વર્ષથી મોધવારી વધતા દર વર્ષે ભાવો પણ
વધતા રહે છે.
આ વર્ષે પણ ભાવો વધ્યા છે. સિંગતેલ-કપાસિયા સહીતના તેલમા મોટા પાયે તેજી આવી છે તો-કારીગરનો ભાવ વધારો ઇંઘણમા ભાવ વધારો વગેરે કારણે વેપારીઓએ ભાવ વધારો કર્યો છે. ગ્રાહકો પણ આ ભાવ
વધારાને વ્યાજબી ગણાવી રહ્યા છે.

રાજકોટમાં પવનનું જોર સામાન્ય રહેશે

રાજકોટમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિકો માટે પવન સામાન્ય રહેશે પરંતુ ઠંડીનું જોર પણ ઘટ્યુ છે તેથી સવારે પણ પતંગ ઉડાવી શકાશે. ઉત્તરાયણનો તહેવાર ઉજવવો કે નહીં તે અંગે સરકારે નિર્ણય લઇને લોકોને કેટલીક સૂચનાઓ અને નિયંત્રણો સાથે મંજૂરી આપી છે. ઉત્તરાયણ માટેની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પગલાં પણ લેવામાં આવી શકે છે. સરકારે અમદાવાદમાં વર્ષોથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કર્યો છે પરંતુ વધુ લોકો ભેગા ન થાય તે રીતે અને જાહેર માર્ગો કે જાહેર સ્થળોએ પતંગ નહીં ઉડાવવાની સૂચના પણ આપી છે. રાજ્યના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. કચ્છમાં કોલ્ડવેવની પણ સંભાવના છે જ્યારે દરિયાકિનારાના વિસ્તારો કરતાં ઉત્તરી વિસ્તારોમાં ઠંડી પડવાની સંભાવના વધારે છે. તેમણે કહ્યું હતું કે અપર એક સરક્યુલેશનના કારણે તાપમાન વધ્યું હતું અને કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધારે હોવાથી તાપમાનનો પારો ઉંચો ગયો હતો પરંતુ ઉત્તરાયણના સમયમાં પારો ગગડી જવાની સંભાવના છે. 13, 14 અને 15 જાન્યુઆરીએ વધુ ઠંડી પડવાની વકી છે. ઉત્તરાયણના બન્ને દિવસોએ પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. પવનનું જોર વધુ નહીં હોય પરંતુ પતંગ રસિયા તહેવારની મજા લઇ શકશે. જો કે 15મી જાન્યુઆરીએ પવનનું જોર થોડું વધશે તેવું જણાઇ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ