સિવિલ હોસ્પિટલમાં આવન-જાવન માટે એક જ ગેઈટથી અંધાધૂંધી

રાજકોટની પીડીયું સરકારી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા અને સારવાર માટે આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ બનવાથી કામગીરી ચાલી રહી હોવાથી જામનગર રોડ સાઈડની સિવિલનો ગેઈટ બંધ હોવાથી મુજબ દરવાજા ઉપર ભારે ટ્રાફીક થતો હોય છે. સિવિલમાં પી.એમ.રૂમ પાસે આવન-જાવન માટેનો રસ્તો હોવાથી થોડી સરળતા રહેતી હતી અને તબીબો મેડીકલ કોલેજના છાત્રો તથા દર્દીઓના સગા આ રસ્તાને ઉપયોગ કરતા હોય ત્યાથી સીધુ કલેકટર કચેરી વાળા રોડ પર નીકળી શકાતુ હતું. પરંતુ ગઈ કાલથી પી.એમ.રૂમ પાસેના આવન-જાવનનો રસ્તો બંધ કરીદેવાતા દવે સિવિલમાં આવન-જાવન માટે એકજ મુખ્ય ગેઈટ રહેતા તતા ભારે ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિકના કારણે હોસ્પિટલમાં ચાલતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફીકમાં ફસાવાની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે
સિવિલમાં બાળકોની હોસ્પિટલ પાસેનો જુનો ગેઈટ આવન-જાવન માટે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ