RTEમાં પ્રથમ રાઉન્ડમાં 63 હજારને પ્રવેશ: 4થી ઓગસ્ટ પછી બીજો રાઉન્ડ

હાલ 10 હજારથી વધુ બેઠક ખાલી : પ્રવેશ નહીં લેનારાની બેઠકો ઉપર અપાશે અન્યોને એડમિશન

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ)એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે 73287 બેઠકો પર પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 62985 વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ યાદીમાં સમાવાયા છે. પ્રથમ યાદીમાં માન્ય 1,49 લાખ વિદ્યાર્થીઓ પૈકી 62 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો. છે, તેમણે 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે. પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરટીઈ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરટીઈની 73287 બેઠકો માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન
ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 181162 અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણીમાંથી 16745 અરજીઓ અરજદારોએ જ કેન્સલ કરી હતી, જ્યારે ચકાસણી વખતે ડોક્યુમેન્ટ તથા અન્ય મુદ્દાઓને લઈને 25957 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી.
આમ, આ કાર્યવાહી બાદ 138460 અરજીઓ મંજુર થઈ હતી. આરટીઈમાં 25 હજાર કરતા વધુ અરજીઓ રિજેકટ થતા વાલીઓ તરફથી
ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે મુદત આપવામાં આવે તે માટેની રજૂઆતને વિભાગે માન્ય રાખી 17 જુલાઈથી 19 જુલાઈ સુધી મુદત અપાઈ હતી. જેથી આ ત્રણ દિવસના સમયગાળામાં અનેક વાલીઓએ અરજીમાં સુધારા કર્યા હતા. ત્યારબાદ વિભાગ દ્વારા સુધારો કરાયેલી અરજીઓની પુન: ચકાસણી હાથ ધરી તેમાં અગાઉ રિજેક્ટ થયેલી 25957 અરજીઓ પૈકી 10640 જેટલી અરજીઓ મંજૂર થઈ હતી.
આમ, આરટીઈમાં છેલ્લી સ્થિતિ મુજબ 15317 અરજીઓ રિજેક્ટ થઈ
હતી. જ્યારે કુલ મંજૂર અરજીઓની સંખ્યા 149005 જેટલી છે. દરમિયાન મંગળવારના રોજ આરટીઈની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં 62985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થી



પ્રવેશ ક્ધફર્મ નહીં કરાવે તે બેઠક ખાલી ગણી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
હાલમાં જે બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે તે બેઠક સિવાયની ખાલી બેઠક તેમજ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ
ખાલી પડેલી બેઠકો મળી કુલ ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવશે. જેમાં ખાલી પડેલી જગ્યા પર બાકી રહેલા વિદ્યાર્થીઓ પુન: શાળા પસંદગી કરી શકશે.
હાલમાં બીજા રાઉન્ડની
જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રથમ રાઉન્ડની જાહેરાત સાથે જ 10302 બેઠકો ખાલી
આરટીઈમાં પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં છઝઊની કુલ બેઠકો 73287 સામે પ્રથમ રાઉન્ડમાં 625 વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આમ, પ્રથમ રાઉન્ડની જાહેરાત સાથે જ
છઝઊમાં 10332 બેઠકો ખાલી પડી છે. આ ઉપરાંત 4 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓના પ્રવેશ ક્ધફર્મ કરાવવા માટેની મુદત આપવામાં આવી છે. જેમાં ઘણા વાલીઓ પ્રવેશ ક્ધફર્મ નહીં કરાવે તો તે બેઠકો મળી કુલ ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવશે.
સ્કૂલોએ એડમિટ બટન પર ક્લિક કરી પ્રવેશ કર્મ કરવાનો રહેશે
પ્રવેશ ફાળવેલા વિધાર્થીઓના ઓનલાઇન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ મુજબ તમામ
ડોક્યુમેન્ટની રૂબરૂમાં ચકાસણી કરી સ્કૂલોએ પ્રવેશ કર્મ કરવાનો રહેશે. સ્કૂલોએ વિદ્યાર્થી પ્રવેશ ક્ધફર્મ કરાવવા માટે આવે ત્યારે તમામ ચકાસણી કર્યા બાદ પ્રવેશ ક્ધફર્મ કરી ઓનલાઈન એડમિટ બટન પર ક્લિક કરી પ્રવેશ ક્ધફર્મ કરવાનો રહેશે. ઘણા કિસ્સામાં સ્કૂલ દ્વારા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે, પરંતુ એડમિટ બટન પર ક્લિક કરવામાં આવતું ન હોવાથી ઓનલાઈન તે બેઠક ખાલી દર્શાવાય છે અને આવી બેઠકો પર બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવી દેવામાં આવતો હોઈ ક્લ બેઠકો કરતા વધુ વિધાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.





રિલેટેડ ન્યૂઝ