કેદીઓની વિશ પુરી કરતા RED FM મોર્નિંગ નંબર.1 ના RJ Ishita


રાજકોટ મધ્યસ્થ જૈલ

कुछ wishes जो कैद हैं सलाखों के पीछे
उन्हें भी तो रिहा करेंगे

રાજકોટ ની મધ્યસ્થ જૈલમાં થોડા દિવસો પહેલા જ રેડિયો પ્રિઝનની શરૂઆત થઇ છે, કેદીઓ જેલમાં રેડિયો પણ સાંભળે છે અને કેદીઓ પોતે આર. જે. બનીને શૉ પણ કરે છે. 2020માં સામાન્યથી સામાન્ય માણસને ઉપરાંત તેમના પરિવારને ઘણી મુશ્કેલીઓ પડી છે ત્યારે જૈલમાં રહેતા કેદીઓના પરિવાર વિશે વિચારવામાં આવે તો ખરેખર રુવાડા ઉભા થઇ જાય. જૈલ માં રહેતા કેદીઓ, જે પોતાના પરિવારને કોરોના ના કારણે નથી મળ્યા શક્યા, ઉપરાંત તેમને જૈલની બહારની દુનિયાનો કશો ખ્યાલ નથી ત્યારે RED FM મોર્નિંગ નંબર 1 ના RJ ishita એ આ કેદીઓની ઈચ્છાઓને પુરી કરવાની જહેમત ઉઠાવી હતી.

રાજકોટ કી રાની તરીકે નામના ધરાવતા આર.જે. ઇશિતા તેમના મોર્નિંગ નંબર 1 શૉ દરમિયાન રાજકોટની પ્રજાના પ્રશ્નો રેડિયોના માધ્યમથી રાજકોટ શહેરના કમિશ્નર અને બીજા પદાધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે પરંતુ આ વખતે તેઓએ રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓની વાત સાંભળી અને તેમની ઈચ્છા પુરી કરવાનું ખુબ જ પ્રશંશનીય કામ કર્યું છે.

તેઓએ રાજકોટ સેન્ટ્રલ જૈલ ની મુલાકાત લીધી હતી અને જૈલની અંદરની દુનિયા શું છે? અને કેદીઓની મનોદશા જાણી તેમને લોકો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયતન કર્યો. જેલમાં રહેતા કેદીઓ અને જેલવાસીઓના પરિવાર સામે ઉભી થતી પરિસ્થિતિ પર ભારપૂર્વક વાત કરી તેમના નિષ્પક્ષ વિચારો પ્રજા સામે પહોંચાડ્યા. ઉપરાંત જેલવાસીઓમાં છુપાયેલી માણસાઈને રાજકોટના લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. જૈલ ની અંદર રહેતા જેલવાસીઓ ના ઘણા અનુભવો અને પ્રસંગો, જે જેલવાસીઓને જીવનને સુધારા તરફ દોરી જાય છે તે વિશે પણ વાત કરી.

જેલવાસીઓએ તેમના ભૂતકાળ અને તેમના પરિવાર સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી ઉપરાંત એક જેલવાસી એ કહ્યું કે "મને એમ નથી લાગતું કે હું જેલમાં છું, પણ મને એમ લાગે છે મારી દીકરી જેલમાં છે." તેમનેજણાવ્યું કે હું અત્યારે રાજકોટ જેલમાં એક નર્સ તરીકે કામ કરું છું. આર.જે. ઇશિતા એ જેલવાસીઓના પરિવારજનોનો સંદેશ જેલવાસીઓ સુધી પહોંચાડ્યો.

બીજા એક જેલવાસીએ જણાવ્યું કે "હું રાજકોટ સેન્ટ્રલ જૈલની લાયબ્રેરી હેન્ડલ કરું છું, હું તો ભૂલી જાવ છું કે હું જેલમાં છું, પણ મારા સ્વજનો નથી ભૂલતા. મારી ઈચ્છા છે કે મારી પત્નીને એક ગુલાબ આપો , એના હાથનું તમારે જમવું પડશે, હું ભલે 58 વર્ષનો હોવ પણ હજી દિલ થી હજુ યુવાન છું" તેમણે તેમના બાળકોને યાદ કરતા કહ્યું કે મારા બાળકોને અત્યારે મારી જરૂર છે" તેમની વિશ પુરી કરતા આર. જે. ઇશિતા એ તે બંદી માટે તેમના ઘરે જઈને તેમના પત્નીના હાથ નું ભોજન લઈને જૈલમાં તે બંદી સુધી પહોચાડ્યું હતું.

એક કેદીના પરિવારજન સાથે આર.જે. ઇશિતા એ વાત કરી અને પરિવારજનોએ જણાવ્યું કે "અમને દરરોજ એમ લાગે છે કે એના પપ્પા આજે આવશે, દરરોજ સવારમાં ઉઠીને અમે એમની રાહ જોઈએ છીએ" ત્યારે તે કેદી એ જણાવ્યું કે "માનો તો મંદિર છે અને ના માનો તો જૈલ છે. "

આર જે ઇશિતા એ જણાવ્યું કે "રાજકોટ જૈલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી બન્નો જોશી સર અને નાયબ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાકેશ દેસાઈ સર એ આ અમૂલ્ય મોકો આપ્યો છે અને બીજા તમામ પોલીસીકર્મીઓએ તેમને જેલવાસીઓની ઈચ્છા પુરી કરવામાં ખુબ જ સહકાર આપ્યો છે ." તેમના મતે રાજકોટ સેન્ટ્રલ જૈલ એ "જૈલ નથી પણ એક સુધાર ગૃહ છે"
RED FM ના RJ Ishita અને તેમના મોર્નિંગ નંબર 1 શૉ ના પ્રોડ્યૂસર Dipen Tanna એ જેલવાસીઓની ઇચ્છા પુરી કરીને ખરેખર બિરદાવવા લાયક કામગીરી કરી છે. આ
સફળતા પૂર્વક નિષ્પક્ષ રીતે કરેલી કામગીરી બદલ ગુજરાત મિરર તેમને શુભકામનો પાઠવે છે.

રિલેટેડ ન્યૂઝ