મનપાએ લોકડાઉનના 2 મહિનામાં 246 ગરીબ ધંધાર્થીઓની આજીવિકા છીનવી

રાજકોટ, તા.4
રાજકોટ મનપાએ લોકડાઉન દરમિયાન પણ ગરીબ ધંધાર્થિઓના પેટ ઉપર પાટુ મારવામા કંઇ બાકી રાખ્યુ ન હતુ. સાથે પોલીસ તંત્ર પાપમાં એટલુ જ ભાગીદાર છે. લોકડાઉનના બે મહિનામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વેચવાની છૂટ હોવા છતાં એક યા બીજી રીતે કનડગત કરીને 246 ગરીબ ધંધાર્થિઓની આજીવિકાનું સાધન રેકડી-કેબિન અને સાથે માલસામાન મનપાએ જપ્ત કરી લીધો હોવાનો સતાવાર આંકડો મનપાની જગ્યા રોકાણ શાખામાં નોંધાયો છે.
કોરોનાની મહામારીના પ્રારંભથી જ મનપાએ હોકર્સ ઝોન અને શાકમાર્કેટ બંધ કરાવી દીધી હતી. શાકભાજી, ફ્રુટ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સિવાયના તમામ વેપાર-ધંધા
બંધ કરાવ્યા હતા. જો કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વેચતા ધંધાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના કારણોને લઇને સતત બે મહિના તંત્રનો સામનો કરવો પડ્યો હતો.
લોકડાઉનના આ બે મહિનાથી વધુ સમયદરમિયાન મનપાની જગ્યા રોકાણ શાખાએ 246 ગરીબ ધંધાર્થીઓની આજીવિકાનું સાધન રેકડી-કેબિન જપ્ત કરી લીધા હતા. જો કે તેની પાછળના કારણમાં જેમની રેકડી-કેબિન જપ્ત કરવામા આવી છે એ ધંધાર્થિઓ છુટા છવાયા ઉભા
રહેવાના બદલે ઘૂમચામા ઉભા રહેતા હોવાનું મનપાનું કહેવુ છે. જો કે બીજીબાજુ હકિકત એ પણ સ્વીકારવી પડે કે કોરોનાની મહામારીએ તમામ વર્ગના લોકોની આર્થિક રીતે કમર ભાંગી નાખી છે. તેમા આવા નાના ગરીબ ધંધાર્થિઓને વધુ અસર થઇ છે. એકાયે મનપાએ આજીવિકાનું સાધન રેકડી-કેબિન જપ્ત કરી લીધી હોય તેવા ધંધાર્થિઓને પડ્યા ઉપર પાટુ લાગ્યુ છે.
નિયમ મુજબ બે મહિના પછી મનપા રેકડી-કેબિન નિર્ધારિત કરેલો દંડ
વસુલીને છોડે છે.

રિલેટેડ ન્યૂઝ