અનલોક-2માં પોલીસે માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દોઢ કરોડ ખંખેર્યા

જાહેરનામાના 1581 કેસ, 7062 વાહનો ડિટેન

રાજકોટ શહેર કોરોનાની મહામારી વચ્ચે અનલોક-3માં પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે શહેરના કંટેનમેન્ટ ઝોન અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં 24 કલાક લોકડાઉન રાખવાનો નિર્ણય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ સવારના 7થી સાંજના 7 સુધી ચાલુ રહેશે આ ઉપરાંત અનલોક 2માં રાજકોટ પોલીસે એક મહિનામાં 1581 કેસ નોંધી, 7062 વાહનો ડિટેઇન કરી માસ્ક વિના નીકળેલા 74,880 લોકો પાસેથી અધધ 1,49,76,000 રૂપિયાનો તોતિંગ દંડ વસુલ્યો છે
રાજકોટ સહીત દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકો જજુમી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા
અનલોક 3ની ગાઇડલાઇન જાહેર કર્યા પછી રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં પણ અનલોક 3ની ગાઇડલાઇન મુજબ પાલન કરાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અનલોક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં કોરોના અટકાવવા માટે કંટેનમેન્ટ ઝોન અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં 24 કલાક સુધી લોકડાઉન અમલમાં રહેશે આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓસવારના 7થી સાંજના 7 સુધી ખુલ્લી રહેશે આ વિસ્તારમાંથી બહાર જવા ઉપર પ્રતિબંધ રહેશે તેમજ ચારથી વધુ લોકોએ એકઠું ન થવું, તમામ ઉદ્યોગો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ચાલુ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવી,
જિમનેશિયમ અને યોગા ક્લાસીસ 5 તારીખથી ખોલવા, રીક્ષા-કારમાં ડ્રાયવર સહીત 3 અને બાઇકમાં 2 જ મુસાફરોને સવારી કરવી, માસ્ક ફરજીયાત પહેરવું માસ્ક નહિ પહેરનારને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે આ સહિતની તકેદારી રાખવા અને લોકોને કોરોનાથી બચવા નિયમોનું પાલન કરી જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે તેમજ અનલોક-2માં એટલે કે જુલાઈ મહિનામાં શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 1581 કેસ કરી, 7062 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને માસ્ક વિના નીકળેલા 74,880 લોકો પાસેથી 1,49,76,000 રૂપિયાનો તોતિંગ દંડ વસુલવામાં આવ્યો છેરિલેટેડ ન્યૂઝ