હાઉસિંગ બોર્ડના પ્લોટનો ચબૂતરો હટશે તો આંદોલન

જીવદયાપ્રેમી મિત્રમંડળનું મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર

રાજકોટના પ્રાઈમ વિસ્તારમાં આવતા મહિલા કોલેજ સામે પસાર થતા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો નજીક ખુલ્લો પ્લોટમાં હજારો કબુતરોડી આંતરડી ઠારવામાં આવે છે દરરોજ સવારે જીવદયા પ્રેમીઓ કબૂતરો માટે ચણ નાખવા આવે છે ત્યારે કેટલાક લોકોની નજર હોય આ જમીનના માલીક અને ગુજરાત હાઉસીંગ બોર્ડ વચ્ચે કેસ ચાલે છે ત્યારે મનપાનો સ્ટાફ પણ ડિમોકેશન કરવા ગયા હતો અને હોબાળો થયો હતો ત્યારે આજે જીવદયા પ્રેમી મિત્ર મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જો ચબુતરો હટાવવામાં આવશે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ આ પ્લોટ પોતાની માલિકીનો હોવાના દાવા સાથે મનપાને લેટર લખીને પ્લોટના મેઈન્ટેનન્સ માટે જણાવતા મનપાએ
ફ્રેન્સીંગ માટે ડિમોલેશનની કામગીરી કરવા માટે મનપાનો સ્ટાફ જતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. મનપાના સ્ટાફ અને જીવદયાપ્રેમીઓ વચ્ચે માથાકુટ થતા એક તબકકે વીજીલન્સ પોલીસ બોલાવવી પડે તેવી નોબત આવી હતી.
અગાઉ બે વર્ષ પહેલા પણ મનપાને કોઈ લેવા દેવા ન હોવા છતાં તેમણે આ જમીન ફરતે ફેન્સીંગ મુકવા માટેની ભૂમિકા ભજવી હતી. તેના માટે સફેદ ચુનાથી ડિમોર્કેશન કરવામાં મનપાનો સ્ટાફ ગયોહતો ત્યારે હોબાળો થયો હતો. આ પ્લોટમાં જીવદયાપ્રેમીઓ પણ નાખવા આવે છે અને સેંકડો કબુતરો આતરડી ઠરે છે.
જીવદયામિત્ર મંડળ દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવ્યું છે કે અન્ડરબ્રીજ પાસે આવેલ હાઉસીંગ
બોર્ડમાં જ્યાં ખુલ્લા પ્લોટમાં ઘણા વર્ષોથી ચબુતરો છે એને એ જગ્યા પર રોજના હજારો મુકપક્ષીઓ ચણ માટે આવે છે અને ત્યાં વષોથી પક્ષીઓ માટે પાણીના કુંડા મુકેલ છે અને મોટી સંખ્યામાં ત્યાં લોકો પક્ષીઓને ચણ નાખવા આવે છે અને હાલ આ જગ્યા મહાનગરપાલિકાની ન હોવા છતાં તે જગ્યામાં કોર્પોરેશન ચબુતરો હટાવવા પ્રયાસ કરે છે જો આ ચબુતરો હટાવવામાં આવશે તો ત્યાં આવતા હજારો મુકપક્ષીઓનું શું થશે એ બાબત પુશાસનને વિચારવી જોઈએ અને હાલ આ ચબુતરો હટાવવા માટે જીવદયા પ્રેમી લોકોનો અને સોસાયટીનો રોષ છે અને જો ચબુતરો હટાવવાના આવશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ