ભાવનગરમાં કોરોનાથી વૃદ્ધનું મોત

રાજકોટ તા,26
ભાવનગરમાં આજે કોરોનાની બિમારીથી વૃધ્ધનું મોત થયું છે. આ વૃધ્ધ દિલ્હીથી આવ્યા હતા અને તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 13 દિવસથી તથા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. અને મોત થયું હતું.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ 43 કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે
કુલ-3 નાગરિકોના નિધન થયાં છે. આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે.
આજે સવારે મીડિયાને વિગતો આપતા ડો. રવિએ ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે સવારે ટેલિફોનિક
વાતચીત કરી નોવેલ કોરોના અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી અને મુખ્યમંત્રી આ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉન દરમિયાન રાજ્યના નાગરિકોને ઘરમાં રહેલા વયસ્કોનું ખાસ ધ્યાન રાખવા તથા ઘરમાં પણ તેમનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરી છે એમ વધુમાં જણાવ્યું હતું.
રવિએ ઉમેર્યું કે રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15,
સુરતમાં 07, રાજકોટમાં 04, વડોદરામાં 08, ગાંધીનગરમાં 07, ભાવનગરમાં 01 અને કચ્છમાં 01 મળી કુલ-43 કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો 104 અને 108ની


આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કરાયો છે.
ડો. રવિએ ઉમેર્યું કે, કોરોના વાયરસની અપડેટેડ વિગતો માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા
વિિંાં://લીષભજ્ઞદશમ19.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ ડેશબોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. જેના ઉપર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં
રાજ્યમાં કોરોના વાયરસને કારણે જે ત્રણ નિધન થયા છે એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે 85 વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે 70 વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.

રિલેટેડ ન્યૂઝ