‘રાજધર્મ’માં રાજકોટ ભાજપ દાનતખોર

હેલ્થ કર્મચારીઓના વ્યાપક પરિહન માટે પેસેન્જર ટ્રેનનો ઉપયોગ કરવાને બદલે શાસકોએ બંધ કરાવી

દિલ્હીની કેજરીવાલ અને ઉ.પ્ર.ની યોગી સરકાર ગરીબોના ઘર સુધી સહાય-રોકડ મદદ પહોંચાડી શકી તેમ ગુજરાતમાં કેમ નહીં?

લાઈટ બિલ ઘરે-ઘરે નિશ્ર્ચિત સમયે પહોંચે તે એવી જ ‘ચેઈન’થી જીવનાવશ્યક ચીજો પહોંચાડવામાં ભાજપ સરકારને ઝાટકા વાગે છે?

રાજકોટ તા,26
કોરોનાના કહેરથી બધા તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે રવિવારથી રાજકોટ જડબેસલાક બંધ છે. છતાંય એક પણ નેતા બહાર રોડ ઉપર જોવા મળતા નથી. મતદાન પહેલા વોટીંગ સ્લીપ સહિતનું સાહિત્ય બાંટી જનારા માસ્ક કે સેનેટાઈઝર્સ કેમ ન પહોંચાડી શકે.
ગુજરાત સરકારે અનેક ગરીબો માટે સારી જાહેરાતો કરી દીધી છે. તે સારી બાબત છે પરંતુ જે અમલ યુધ્ધના ધોરણે થવો જોઈએ તેમાં કયાંક કચાસ છે.
છેવાડાના માનવી સુધી કોઈ પ્રકારનું અનાજ કે શાકભાજી હજુ પહોંચી શકયા નથી.
રાજકોટના દરેક ઘરમાં લાઈટબિલ નિશ્ર્ચિત સમયે પહોંચે છે. જો બે દિવસ પણ બિલ
ભરવામાં મોડુ થાય તો તુરંત જ લાઈટ કનેકશન કટ્ટ
કરવા ટીમ પહોંચી જાય છે ત્યારે એવી જ ‘ચેઈન’નો ઉપયોગ જીવનજરૂરી ચીજો પહોંચાડવામાં કેમ કરવામાં આવતો નથી.
સરકાર કોરોનાથી ગભરાય ગઈ હોય તેમ ફટાફટ નિર્ણયો જાહેર કરવામાં કયાંક ગુલાટ મારી રહી છે.
કેમ યોગ્ય ચેઈન બતાવવામાં આવતી નથી. ભાજપનું બુથ લેબલ મજબુત છે તેનો ઉપયોગ કરી ઘરે ઘરે હાથ ન પહોંચાડી શકાય તેમ છે. દિલ્હીની કેજરીવાલ અને ઉતરપ્રદેશની યોગી સરકારે ગરીબોના ઘર સુધી સહાય રોકડ મદદ પહોંચાડી શકી છે પરંતુ આ કાર્યવાહી ગુજરાતમાં કેમ નહીં, અનાજ, શાકભાજી, દવા, દૂધના જંગી પરિવહન માટે માત્રને માત્ર માલ ભરવા ટ્રેનોનો ઉપયોગ કરવાનું શરુ કરવું જોઈએ.
જો ટ્રેનમાં માલ - સામાન આવતો


થશે તો શહેરમાં આગામી દિવસોમાં લૂંટફાટ થાય છે.
સ્ટોક પુરો થવામાં છે ત્યારે હવે સરકારે ગંભીર બની લોકો સુધી વસ્તુઓ પહોંચે તેની ચિંતા કરવાની જરૂર છે અને યોગ્ય સાયકલ ગોઠવવાની જરૂર છે. હજુ આપણે 14
એપ્રિલ સુધી લોકડાઉન છે સમય લાંબો છે.
આજે હજુ માત્ર 26 માર્ચ જ થઈ છે. 19 દિવસો કપરા છે. માટે રાજકોટમાં ચેઈન બનવી જરૂરી છે. કારણ કે મહાપાલિકાનો સ્ટાફ અન્ય કામમાં કાબીલેદાદ કાર્યવાહી કરે છે. કલેકટર
તંત્ર ઉમદા કામગીરીમાં છે પોલીસતંત્ર પણ રોડ ઉપર આવતા લોકોને ઘરમાં અંદર પુરી રહી છે.

વિશ્ર્વનું સૌથી મોટું રાજકીય સંગઠન ખરે ટાણે જ ગાયબ!

વિશ્ર્વનું સૌથી મોટુ રાજકીય સંગઠન ભાજપનું છે. રાજકોટમાં દરેક વોર્ડ વાઈઝ ભાજપ પાસે કાર્યકરોની મોટી ફૌજ છે. આ રાજકીટ મોટુ સંગઠન ખરે ટાણે જ કેમ ગાયબ છે ! કયા ગયા ગળામાં ‘કમળિયા’ ખેસ ઓંસી મતની ભીખ માગનારા, વોર્ડ વાઈઝ પ્રમુખ-ઉપપ્રમુખ અને મહામંત્રી આ લોકોને જો કામે લગાડાય તો અનેક લોકોને રાહત મળી શકે તેમ છે. કયા વિસ્તારો પછાત છે કયા તાતી જરૂરિયાત છે તેઓની પાસે લાંબી યાદી છે તો તે મુજબ સરકારમાંથી રાહત આપે ને યોગ્ય રીતે તેનું વિતરણ કરવું જરૂરી છે.

પેસેન્જરો માટે બંધ ટ્રેનો કોરોના સ્પે. તરીકે ચાલુ જરૂરી

ટ્રેનો બંધ પડી છે તે ડખ્ખાનો કોરોના સ્પેશ્યલ તરીકે ઉપયોગ જરૂરીથી કરી શકાય. જે દર્દીઓ આપે તેને ટ્રેનના ડખ્ખામાં લઈ જવાય જો તેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તો અનેક સગવડો દર્દીને મળી રહેશે. આ એક વિચાર છે
શકય હોય તો કરી શકાય કારણ
કે દર્દીઓ માટે ટ્રેનમાં બેડની વ્યવસ્થા છે. ટોયલેટ છે. ગંભીર સમયે કયાંય લઈ જવામાં પણ સરળતા રહેશે. એટલે કોરોનાના દર્દીઓ માટે પેસેન્જરો ટ્રેનમાં આ વ્યવસ્થા ઉભી થઈ શકે તેમ છે.

રિલેટેડ ન્યૂઝ